14 જેના મુખમાં જલારામનું નામ નથી


જેના મુખમાં જલારામનું નામ નથી.
એવા દુરીજન નું અહી કામ નથી.

જેણે સંત સમાગમ કીધો નથી
એણે જીવનનો લાવો લીધો નથી.
જેના મુખમાં જલારામનું નામ નથી.
એવા દુરીજન નું અહી કામ નથી.

જેને સંતો પર વિશ્વાસ નથી.
એના જીવનમાં કાઈ ખાસ નથી.
જેના મુખમાં જલારામનું નામ નથી.
એવા દુરીજન નું અહી કામ નથી.

જેની સેવામાં સંત કી રામ નથી.
એના જીવનમાં આરામ નથી.
જેના મુખમાં જલારામનું નામ નથી.
એવા દુરીજન નું અહી કામ નથી.

જેને ખરા ખોટાનું ભાન નથી.
એ સમજા ખરા પણ સાન નથી.
જેના મુખમાં જલારામનું નામ નથી.
એવા દુરીજન નું અહી કામ નથી.

જેની જીભે જલારામ નામ નથી.
એને સંસારમાં સુખ ધામ નથી.
જેના મુખમાં જલારામનું નામ નથી.
એવા દુરીજન નું અહી કામ નાથ.

જેના ઘરમાં સેવાનો ધર્મ નથી.
એના જીવનમાં કોઈ મર્મ નથી.
જેના મુખમાં જલારામનું નામ નથી.
એવા દુરીજન નું અહી કામ નાથ.

જેણે વીરપુર ધામ કદી જોયું નથી.
એણે સ્વર્ગ તણું સુખ જોયું નથી.
જેના મુખમાં જલારામનું નામ નથી.
એવા દુરીજન નું અહી કામ નાથ.


Leave a Reply

Your email address will not be published.