48 મારા શ્રીનાથજીને સોનાની ઘંટી


મારા શ્રીનાથજીને સોનાની ઘંટી
તેમા દળાય નહિ ને બજરો ને બંટી
જીણુ દળુ તો ઉડી ઉડી જાય
કેસર દળું તો સામગ્રી થાય
મારા શ્રીનાથજી
 
માંડી તારા કાનને એવી છે ટેવ રે
અમારી વાહે ફરતો રે રેતો
હરતો જાય ફરતો જાય
ગોપીઓના મટકા ફોડતો જાય
મારા શ્રીનાથજી
 
ઘેરે આવીને એતો માખણ માંગે
માખણ આપું ત્યારે મિસરી રે માંગે
હે ખાતો જાય ખવડાવતો જાય
માંકડાને ઘરમાં ઘાલતો જાય  
મારા શ્રીનાથજી
 
બે ચાર ગોવાલીયામે સાથે લઇને
વનમાં જાય એતો મસ્તાનો થઈને
કાળી કાળી કામળી ઓઢ્તો જાય
કાળી ઘોળી ગાવડી ચરાવતો જાય
મારા શ્રીનાથજી
 
સત્સંગ હોય ત્યાં આવીને બેસી
કોઈના જાણે એવા છુપા વેશે
હે જુલતો જાય જુલાવતો જાય
વૈષ્ણવને દર્શન દેતો જાય
મારા શ્રીનાથજી


Leave a Reply

Your email address will not be published.