હરી તારા નામ છે હજાર
કિયા નામે લખવી કંકોત્રી
રોજ રોજ બદલે મુકામ
કિયા નામે લખવી કંકોત્રી
મથુરામાં મોહન તું ગોકુલમાં ગોવાળિયો
દ્વારકા માં રાજા રણછોડ,
કિયા નામે લખવી કંકોત્રી…
કોઈ કહે સીતારામ કોઈ કહે રાધેશ્યામ
કોઈ કહે નંદનો કિશોર,
કિયા નામે લખવી કંકોત્રી…
ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા તે અનેક
અંતે તો એક નો એક,
કિયા નામે લખવી કંકોત્રી…
ભક્તો તારા છે અપાર ગણતા ન આવેપાર
પહોચે ના પુરો વિચાર,
કિયા નામે લખવી કંકોત્રી…
નરસિહ મેહતાનો સ્વામી શામળિયો
મીરાનો ગિરધર ગોપાલ,
કિયા નામે લખવી કંકોત્રી….