13 કાનાને મનાવો કોઈ


કાનાને મનાવો કોઈ
મથુરામાં જાઓ ઓધવજી
કાનાને મનાવો કાનાને મનાવો….

હે વાયદો કરીને વ્હાલા વિસરી ગયા છો
પ્રીત રે કરીને કાના ભૂલી રે ગયા છો
કુબજાના રૂપમાં તું મોહી ગયો માવો
ઓધવજી, કાનાને મનાવો….

હે શ્યામ રે વિનાનું વ્રજ સુનુંરે લાગે
ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે
ચિતડું અમારું ઝંખે શ્યામ સે મિલાના
ઓધવજી, કાનાને મનાવો….

હે નીરંદર આવે અમને ભોજનીયા ન ભાવે
શ્યામ સાંભરણ અમને પળ પળ સતાવે
કિયારે કારણીયે વ્હાલા મુખડું છુપાવે
ઓધવજી, કાનાને મનાવો….

હે દિલનો સંદેશો દેજો દુખડા ને કહેજો
આટલી વિનંતી મારા ઓધવજી કહેજો
હર્ષદના નાથ જરા દયા દિલમાં ભાવો
ઓધવજી, કાનાને મનાવો….


Leave a Reply

Your email address will not be published.