29 ગોપાલ મારો પારણીએ ઝૂલે રે


ગોપાલ મારો પારણીએ ઝૂલે રે.
ઝુલાવે ગોકુળની ગોપીરે
ગોપાલ મારો

ગોપાલ તને રમકડા આલુ
ગોપાલ તને માંખણીયુ વ્હાલું રે
ગોપાલ મારો બોલે કાલું કાણું
ગોપાલ મારો

ગોપાલ તને ઝાંઝરડી પહેરવું.
કે નાના નાના ડગલીયા રે ભરાવું.
ગોપાલ તને આંગણયામાં નચાવું.
ગોપાલ મારો

ગોપાલ તને કુમુદિની રમાડે
કે હાથમાં ઘુઘરડો વગાડે
કે પ્રાત સમે આવીને જગાડે,
ગોપાલ મારો


Leave a Reply

Your email address will not be published.