કાનુડો માગ્યો દેને રે યશોદા મૈયા,
મોહન માગ્યો દે.
આજની રાત અમે રંગભર રમશું
પ્રભાતે પાછો માંગી લેને રે યશોદા મૈયા
કાનુડો માગ્યો
જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી લેને રે યશોદા મૈયા
કાનુડો માગ્યો
કાંબીને કડલાને અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી લેને રે યશોદા મૈયા
કાનુડો માગ્યો
હાથીને ઘોડા આ માલ ખજાના
મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા
કાનુડો માગ્યો
બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ મને દોને યશોદા મૈયા
કાનુડો માગ્યો