35 શ્રીકૃષ્ણ શરણં મમ


શ્રીકૃષ્ણઃ શરણં મમ, શ્રીકૃષ્ણઃ શરણં મમ
શ્રીકૃષ્ણઃ શરણે મમ, શ્રીકૃષ્ણઃ શરણં મમ
કદમ કેરી ડાળો બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ

જમુના કેરી પાળો બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
વ્રજ ચોરાસી કોસ બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ
કમલ કમલ પર મધુકરબોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ

ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
વૃંદાવનનાં વૃક્ષો બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
ગોકળિયાની ગાયો બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
કુંજ કુંજ વન ઉપવન બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ

વ્રજભૂમિના રજકણ બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
રાસ રમતાં ગોપી બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
ધેનુ ચરાવતાં ગોપ બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
વાજા ને તબલામાં બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ

શરણાઈ ને તંબૂરામાં બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
નૃત્ય કરંતી નારી બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
કેસર કેરી ક્યારી બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ

આકાશ પાતાળે બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ
ચૌદ લોક બ્રહ્માંડે બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ


Leave a Reply

Your email address will not be published.