45 હે ચાર દિશામા દરિયો


હે ચાર દિશામા દરિયો,
વચ્ચે સેઠરે શોમળિયો
હે…ચાર દિશામા દરિયો,
ચાર દિશામા દરિયો,
વચ્ચે સેઢરે શોમળિયો
મારો દ્વારકાનો નાથ રે,
મારો દુવારકાનો નાથ
હે ચાર દિશામા દરિયો…
હો મારા મોહન મોરલી વાળા,
માધવ દેવ દુલારા
મારા મોહન મોરલી વાળા,
માધવ દેવ દુલારા…
 
એ ઊંચા દેવળ શોભે,
મન ગમતો ગોમતી ઘાટ રે….૨
હે રાખજે ગમન માથે હાથ રે
મારા દ્વારકાનો નાથ રે
મારા દુવારકા નો નાથ…
હે…ચાર દિશામા દરિયો…
 
બાવન ગજની ધજા ફરકે નમે હજારો શીશ
છપ્પન પગથિયે સંત મળે મારો દ્વારકાધીશ
હસોનાની નગરીને રૂપાના છે ગેટ
ગાયોનો ગોવાળ મારો દ્વારકા નગર શેઠ
હો ભુખ્યાનું ભોણુ નિરાધારનું નોણુ
ભુખ્યાનું ભોણુ નિરાધારનું નોણુ
સંત તત્વને તાર્યા ને અશુરોને માર્યા
બોલે દેવડે મીઠા મોર રે
હે ચાર દિશામા દરિયો…
 
હે ભીડના ભોગવું એની રે દયાથી
કોમ થઇ જાય એનું નોમ રે લેવાથી
હે શેષ નાગ કરતો એનો સત્તર છોયો
દ્વારકાનો નાથ બેટ દ્વારકા પુજાયો
હે મારા ઠાકર ગેડીયા વાળા
ધેમા ધરણી ઘરમા ભાળ્યા
અમરત વાયડ કે એ કરજે,
એવા સૌના રાખવાળા
હે ચાર દિશામા દરિયો…


Leave a Reply

Your email address will not be published.