ઓ ડાકોરના ઠાકોર
તારા બંધ દરવાજા ખોલ
ડાકોરના ઠાકોર તારા
બંધ દરવાજા ખોલ
હે તું તો રાધિકાનો હે તું તો રાધિકાનો
હે તું તો રાધિકાનો ચિત્તચોર
તારા બંધ દરવાજા ખોલ
એ તુંતો રાધિકાનો ચિત્તચોર
તારા બંધ દરવાજા ખોલ
એ જય રણછોડ માખણ ચોર
તારો ગલીએ ગલીએ શોર
જય રણછોડ માખણ ચોર
તારો ગલીએ ગલીએ શોર…
દુનિયાનો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર
અરે અરે ડાકોરના ઠાકોર
તારા બંધ દરવાજા ખોલ
ઓ ડાકોરના ઠાકોર
તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ…
હે તારા દ્રારે વાલા આવું હું તો આવું
ઓ શયામળીયા ધોળી ધ્વજા લહેરાવું
હો તારા રંગે હું રંગાવું હો રંગાવું
ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું
અકળાયો મૂંઝાણો હું આવ્યો તારે મોર
અકળાયો મૂંઝાયો હું આવ્યો તારે મોર
હે દુનિયાનો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર
એ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ
હો ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ…
હું જેવો છું એવો તારો હું તારો
ઓ રણછોડરાય હાથ પકડજ્યો મારો
હે જીવનભર હું નહિ જાવું નહિ જાવું
ઓ શ્યામળિયા એક ભરોસો તારો
આપીદે વાલીડા તુંતો દર્શન એકજ વાર
આપીદે વાલીડા તુંતો દર્શન એકજ વાર
દુનિયાનો નો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર
હે દુનિયાનો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર…
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
હે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ