લખે ચીઠ્ઠી રાધીકા કાના તારા નામની
લખે ચીઠ્ઠી રાધીકા કાના તારા નામની
ક્યાં ઠેકાણે મોકલાવું કાના
આવને કાના હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા
હે આવને કાના મોરલીવાળા નંદના રે લાલા
હો ગોકુળના ગોવાળોને ભુલી રે ગયો કે શું
માખણની મટકી ભુલી રે ગયો કે શું
ગોકુળના ગોવાળોને ભુલી રે ગયો કે શું
માખણની મટકી ભુલી રે ગયો કે શું
ભાવતા ભોજન લઈ બેઠો કાના
આવને કાના હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા
હો ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી
ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી
હો ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી
ગોકુળમાં બેઠી રાધા જોવું તારી વાટડી
મથુરા મેલીને ગોકુલ આવો કાના
મથુરા મેલીને ગોકુલ આવો કાના
આવને કાના હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા
હો રાધાના પ્રેમને ભુલી રે ગયો કે શું
મીરાના પ્રેમને ભુલી રે ગયો કે શું
રાધાના પ્રેમને ભુલી રે ગયો કે શું
મીરાના પ્રેમને ભુલી રે ગયો કે શું
મોહી ગયો કુબજામાં કાના
આવને કાના હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા
હો શ્યામ તારી મીરા ઝેર પીવે ઘોળી
શ્યામ તારી મીરા ઝેર પીવે ઘોળી
હો શ્યામ તારી મીરા ઝેર પીવે ઘોળી
શ્યામ તારી મીરા ઝેર પીવે ઘોળી
રાધા સંગ રાસ રસાવે કાના
રાધા સંગ રાસ રસાવે કાના
આવને કાના હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા
હો મીરાના હાથમાં શ્યામ તણી માળા
કાનાના પ્રેમમાં મુકી છે માધા
મીરાના હાથમાં શ્યામ તણી માળા
કાનાના પ્રેમમાં મુકી છે માધા
વીસરે વિચરાય નઈ યાદો કાના
આવને કાના હો આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા
હો રાધાયે જીદ કરી શ્યામ સંગ વરવાની
રાધાયે જીદ કરી શ્યામ સંગ વરવાની
હો રાધાયે જીદ કરી શ્યામ સંગ વરવાની
રાધાયે જીદ કરી શ્યામ સંગ વરવાની
ક્યારે આવે મને લેવા કાના
ક્યારે આવે મને લેવા કાના
આવને કાના હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા
લખે ચીઠ્ઠી રાધીકા કાના તારા નામની
લખે ચીઠ્ઠી રાધીકા કાના તારા નામની
ક્યાં ઠેકાણે મોકલાવું કાના
આવને કાના હે આવને કાના
હો આવને કાના મોરલીવાળા નંદના રે લાલા