11 સુંદરવર શણગાર સજીને


સુંદરવર શણગાર સજીને,
સિંહાસન પર શોભે રે,
હરિવર કેરું રૂપ જોઇને
મુનીવરના મન લોભે રે,
સુંદરવર શણગાર

છોગલીયા ફૂલડાં કેરા છાયા,
મોલીડાને માથે રે,
ઓરે ભમરા મતવાલા થઇ,
ડોલે માથે માથે રે,
હરિવર કેરું રૂપ જોઇને
મુનીવરના મન લોભે રે,
સુંદરવર શણગાર

બાજુ ભાલ તિલક કેસરનું,
રૂડું રંગ ભરેલું રે,
ભ્રુકુટી નેણ નસિકા ભાળી,
તનપુર ભાન કરેલું રે,
હરિવર કેરું રૂપ જોઇને
મુનીવરના મન લોભે રે,
સુંદરવર શણગાર

ગોળકપોળક કર્ણ શુભ કુંડળ,
હરિનુ મુખડુ હસતુ રે,
બ્રહ્માનંદ કહે તે જોઇને પણ,
મન છેટે નથી ખસતુ રે,
હરિવર કેરું રૂપ જોઇને
મુનીવરના મન લોભે રે,
સુંદરવર શણગાર


Leave a Reply

Your email address will not be published.