14 શોભે શોભે રસીકવર છેલ રે


શોભે શોભે રસીકવર છેલ રે
હરિ ધર્મ કુંવર સુખકારી

રાજત શિરપર જરકસી પગીયા
બંકી કલંગી લટકેલ રે
શોભે શોભે રસીકવર

ગજરા શેખર હાર બાજુ બંધ
ગુછ ગુલાબી ધરેલ રે
શોભે શોભે રસીકવર

કેસર તિલક મનોહર કિનો
કુંડળ નંગ જડેલ રે
શોભે શોભે રસીકવર

કૃષ્ણાનંદ કહે નાથ નીરંતર
ઉરમા વસો અલબેલ રે
શોભે શોભે રસીકવર


Leave a Reply

Your email address will not be published.