21 સજની ટાણુ આવ્યું રે ભવજળ


સજની ટાણુ આવ્યું રે ભવ જળ તરવાનુ
મોંઘો મનુષ્ય નો વારો, ભવસાગર નો આરો
ડાયા દિલ માં વિચારો, સતસંગ કિજીયે
સજની ટાણું આવ્યુ

સજની આરે ચોઘડીયુ અમરુત લાભનુ
ફરી નહી આવે એવું વિજના જબકારા જેવુ
મોતી પ્રોઈને લેવુ સતસંગ કિજીયે
સજની ટાણું આવ્યુ

સજની દાન દયાની ઘડી છેલ્લી રે
દાન સુપાત્રે કરવું, ધ્યાન પ્રભુનુ ધરવુ
ભક્તિ થી ભવ તરવું, સતસંગ કિજીયે
સજની ટાણું આવ્યુ

સજની સંત કહે તે સાચું માનીએ
ગાંઠ વાળી ના છુટે, નિયમ નિશ્ચય ના તુટે,
સંસાર છોને રે કૂટે સતસંગ કિજીયે
સજની ટાણું આવ્યુ

સજની ભક્તિ કરીએરે સાચા ભાવથી
પાછા પગલાના ભરીએ, સંસાર પાર ઉતરીયે
નારાયણદાસ કે ઠરીએ સતસંગ કિજીયે
સજની ટાણું આવ્યુ


Leave a Reply

Your email address will not be published.