22 મન મોહ ટળે રામ મળે


મન મોહ ટળે…2, રામ મળે
નિર્મળ હરિજનના સંગથી
મન મોહ ટળે…2, રામ મળે

નિર્મળ હરિજનના સંગથી
ઉર ગ્રંથિ ગળે, ઉર ગ્રંથિ ગળે,
અવિદ્યાનાં આવરણ સર્વે નાસે અંગથી
મન મોહ ટળે

નિત્ય સંતસભા મહી રામ રટે,
સુણતેં વિષ વ્યાધિ ઉપાધિ ઘટે
મન શુદ્ધ હોય અહમ ભાવ મટે
મન મોહ ટળે

જે સંતસભા મહી ચાલી આવે
તેનું જીવ પણું તતક્ષણ જાવે
તે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ ગાવે
મન મોહ ટળે

દુબધા દિલ માયા પાસ દહે
નિત્ય સંતસભા મહીં રામ રહે
એમ વેદ પુરાણ કુરાન કહે
મન મોહ ટળે

જેની ગ્રંથિ ત્રણ જડ મૂળ ગઈ
સત્ય પદમાં, કીધો વાસ સઈ
કહે બ્રહ્માનંદ, તેનું શરણ લઈ
મન મોહ ટળે


Leave a Reply

Your email address will not be published.