23 કરીએ રાજી ઘનશ્યામ રે સંતો


કરીએ રાજી ઘનશ્યામ રે સંતો,
કરીએ રાજી ઘનશ્યામ
તો સરે સર્વે કામ રે સંતો,
કરીએ રાજી ઘનશ્યામ
મરજી જોઈ મહારાજના મનની,
એમ રહીયે આઠો જામ
જે ન ગમે જગદીશને જાણો
તેનું ન પુછીયે નામ રે સંતો
કરીએ રાજી ઘનશ્યામ

તેમાં કષ્ટ આવે જો કાઈક
સહીયે હૈયે કરી હામ
અચળ અડગ રહીયે એક મને
તો પામીએ સુખ વિશ્રામ રે સંતો
કરીએ રાજી ઘનશ્યામ
તો સરે સરવે કામ રે સંતો,
કરીએ રાજી ઘનશ્યામ

જુઓ રીત આગેના જનની
પામ્યા વિપતી વિરામ
જનમ થકી માનો મુઆ સુધી
ઠરી બેઠા નહી ઠામ રે સંતો
કરીએ રાજી ઘનશ્યામ
તો સરે સર્વે કામ રે સંતો,
કરીએ રાજી ઘનશ્યામ

એ તો દોયલું સોયલું છે આજ
તજીએ દોય દામ વામ
નિષ્કુળાનંદ નિશંક થઈને
પામીયે હરિનું ધામ રે સંતો
કરીએ રાજી ઘનશ્યામ
તો સરે સર્વે કામ રે સંતો,
કરીએ રાજી ઘનશ્યામ


Leave a Reply

Your email address will not be published.