એવા સંત હરીને પ્યારા રે
એથી ઘડીયે ના રહે વ્હાલો ન્યારા રે
મહીમા હરીનો સારી પેઠે જાણે
મન અભિમાન તેનો લેશ ના આણે
હા રે રહે બ્રહ્મસ્વરૂપ મતવ્હાલા રે
એવા સંત હરીને
નાના કે મોટા ભજે જે હરીને
મન કર્મ વચને દ્રઢ કરી ને
હારે તેને પોતાના કરતાં જાણે સારારે
એવા સંત હરીને
એવા તે સંતને વસીએ રે પાસે
જનમ મરણનો સંભવ નાસે
હારે વરસે અખંડ તે બ્રહ્મરસ ધારા રે
એવા સંત હરીને
એવા સંતને સેવે જે પ્રાણી
પ્રેમ પ્રતી તિ ઉરમાં રે આણી
હારે પ્રેમસખી કે ઉતારે ભવપાર રે
એવા સંત હરીને