25 તમારી મૂર્તિ વિના મારા નાથ


તમારી મૂર્તિ વિના, મારા નાથ રે,
બીજુ મને આપશો મા
(હું તો એજ માગુ છુ જોડી હાથ રે
બીજું મને આપશો મા

આપો તમારા જનનો સંગ રે એ
બીજું મને આપશો મા
મારા જીવમા એ જ ઉમંગ રે એ
બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના

મારા ઉરમાં કરો નિવાસ રે એ
બીજું મને આપશો મા
મને રાખો રસીયા તમ પાસ રે એ
બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના

એ જ અરજી દયા નિધિ દેવ રે
બીજું મને આપશો મા
આપો ચરણકમલની સેવ રે એ
બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના

કરો ઇતર વાસના દૂર રે એ
બીજું મને આપશો મા
રાખો પ્રેમાનંદને હજૂર રે એ
બીજું મને આપશો મા
તમારી મૂર્તિ વિના


Leave a Reply

Your email address will not be published.