સબ ધરમ મેં એક હી સત્ય સનાતન,
નાથપંથનિરધારા,
ભાઇ ભજ શિવ ગોરખ પ્યારા
દાસ ભાવ સે નાથજી નિરખે,
અલખ અભેદ કે ઓમકારા,
મછંદર જેવા બોલ મુખ સે,
શબ્દ સે સંસારા….ભાઇ ભજ શિવ
જગને કારણે ફેરવે જોળી,
અને ચોડી ખાખ અંગ સારા,
ખલક મોહી અલખને ખોળી,
તોળી સત્યનિજ તારા…ભાઇ ભજશિવ
અભય અંચળા સોહંગ ચીપીયો,
મન મતંગ કો મારા,
શીગી નાદ સે મોહ કો છોડાવે,
ધન્યસે નાથ રસધારા…ભાઇ ભજ શિવ
ગુરૂ નામ કી ગતિ બતલાવે,
એક આદેશ આધારા,
નટુદાન કહે નવનાથ નિવાજે,
પહોંચો ભવોભવ પારા…ભાઇ ભજ શિવ