19 ભોર સમે ભવ તારણ ભોળો


ભોર સમે ભવ તારણ ભોળો
પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો

વાઘામ્બર, પીતાંબર છાજે બેઠા ધ્યાન ધરી ને રે
દેખત એસો રૂપ મનોહર કાળ રહે છે ડરી ને રે
ભોર સમે ભાવ તારણ ભોળો
દેખત એસો રૂપ મનોહર કાળ રહે છે ડરી ને રે
ભોર સમે ભાવ તારણ ભોળો
પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો

ભાલે તિલક કેશર નું કીધું અંગે વિભૂતિ ભરી ને રે
ભાવ સહિત જો ભજે ભોળા ને
ભાવ સહિત જો કોઈ ભજે ભોળાને
તો ના આવે જનમ ફરી ને રે
ભોર સામે ભવ તારણ ભોળો

સેવક માટે વૃષભ ચડી ને જઈ ને જડે છે હરિ ને રે
દાસ દયા પર દયા કરો તો પોંહચે ચરણ હરિ ને રે
ભોર સામે ભવ તારણ ભોળો
દાસ દયા પર જો તમે દયા કરો તો
પોંહચે ચરણ હરિ ને રે
ભોર સમે ભવ તારણ ભોળો
ભોર સમે ભાવ તારણ ભોળો


Leave a Reply

Your email address will not be published.