10 મારા ગજાનંદ દેવા કરું તમારી


હે મારા ગજાનંદ દેવા કરું તમારી રે સેવા
મારા ગજાનંદ દેવા કરું તમારી રે સેવા
આંગણે આવો અમારા પગલાં પાડો તમારા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
આંગણે આવો અમારા પગલાં પાડો તમારા

શરણાયું ના સુર રૂડા ઢોલ રે વગડાવું
સોનાના બાજોટે રૂડા સ્થાપન કરાવું
એ.. મારા ગજાનંદ દેવા કરું તમારીરે સેવા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
આંગણે આવો અમારા પગલાં પાડો તમારા

હો રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી તમે દુંદાળા
વિઘન હરજો બાપા સ્વામી સૂંઢાળા
શિવજીના લાલા તમે પાર્વતીના જાયા
આવોને લાગી અમને તામારીરે માયા
હે મારા ગજાનંદ દેવા કરું તમારીરે સેવા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
આંગણે આવો અમારા પગલાં પાડો તમારા


Leave a Reply

Your email address will not be published.