પઢો રે પોપટ રાજા રામના રે,
સતી સીતાજી રે પઢાવે
પઢો એ પોપટ રાજા રામના,
સતી સીતાજી રે પઢાવે,
પાસે રે બંધાવી એજી પાંજરુ,
મુખ થી રામ જપાવે…જી
હેજી પઢો રે પોપટ રાજાએ રામના…
હેજી પોપટ તારે કારણે,
એ લીલા વાંસ વઢાવુ.
તેનુ રે ઘડાવું પોપટ પાંજરુ,
હીરલા રતને જડાવું રેજી.
હેજી પઢો રે પોપટ…
હેજી પોપટ તારે કારણે,
કેવી કેવી રસોઇ બનાવુ.
સાકરનાં કરીને હેજી ચુરમા,
ઉપર ઘી પિરસાવું રેજી.
હેજી પઢો રે પોપટ…
પાંખરે પીળી ને પગ પાતળા,
કોટે કાંઠલો કાળો જી.
નરસયાના સ્વામી ને તમે ભજો,
રાગ તાણીને રૂપાળો.
હેજી પઢો રે પોપટ…