રામ સમર મન રામ સમરી લે.
એ મુરખ મન કયું સુતા,
જાગરત નગરીમાં ચોર ન લૂટે,
જખ મારેગા યમદૂતા…
રામ સમર મન (1)
જપકર તપકર કોટી યજ્ઞ કર,
કાશીએ જઇ કરવત લેતા,
મૂઆ પછી મુક્તિ ન હોવે,
રણ મેં સરજે થમદૂતા…
રામ સમર મન (2)
જોગી હોકર જટા બઢાવે,
અંગ લગાવે ભભૂતા,
દમડી કારણે દેહ જલાવે,
જોગી નહીં જંગધૂતા….
રામ સમર મન (3)
જોગી હોય સો વસે જંગલ મેં,
કામ ક્રોધ કો દે દંડા,
અધર તખત પર આપબિરાજે,
સો જોગી હૈ અવધુતા…
રામ સમર મન (4)
સુતા સોથ નર ગયા ચોર્યાસી,
જાગ્યા સોય નિર્ભય હોતા,
“દાસી જીવણ” ગુરૂ ભીમને ચરણે,
અનુભવી નર અનુભવ લેતા..
રામ સમર મન (5)