માં મચ્છરાળી મોગલ માંડી
દેવી દયાળી તું ડાઢાળી
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માં
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી
રાખજે લાજું હે લાજાળી
મારી રાખજે લાજું હે લાજાળી
વહમી વેળા કાઈ સુજે નઈ બેઠા થઈને બાપડા
કોણ અમારૂ કોણ ઉગારે કોઈ નથી હવે આપણા
ધાબળી લઈને ધોડતી આવે
ધાબળી લઈને ધોડતી આવે
હા હોંકારા કરતી આવે
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માં
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી
રાખજે લાજું હે લાજાળી
હવે રાખજે લાજું હે લાજાળી
હે વાંજયા મેણાં વહમી વાતું જગત મેણાં મારતું
વાલા જે દી વાંજયા કહેતા કાળજે કરવત હાલતું
દૂધ પુતરને દીકરા દેતી
દૂધ પુતરને દીકરા દેતી
રાજી થઈને રાજી રેતી
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માં
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી
રાખજે લાજું હે લાજાળી
મારી રાખજે લાજું હે લાજાળી
કે દાન કે હું કાય ના માંગુ ભેળે રેજે ભગવતી
અરજ કરૂં એટલી માંડી મોગલ તું ધીંગો ધણી
ખરા ટાણે ખબરૂ લેજે
ખરા ટાણે ખબરૂ લેજે
અટકે આવી ઉભી રેજે
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માં
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી
રાખજે લાજું હે લાજાળી