22 મોગલ નામ લેજે રે


જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરી
એ જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરી
તેદી મોગલ નામ લેજે રે છે ભેળીયા વાળી ભેળી
એ કોઈ સાથ નહિ તારી ને ઘાત હોય ઘેરી
કોઈ હારે નહિ તારી ને ઘાત હોય ઘેરી
તેદી વડનગર વાળી માતા રેહશે ભેળી
તેદી વડનગર વાળી મારા માત રેહશે ભેળી માં

હે જેદી મનડાં રે મુંજાયે મુંજાયે
જેદી મનડું રે મુંજાયે તેદી યાદ માં તું આવે
છોરું નો સાદ પડતા વેલેરી માં તું આવે
જો શીશ ધરી ચારણોએ બાળ રે બોલાવે
મચ્છરાળી મોગલ આવી નવખંડ ધરા ધ્રુજાવે
જેદી રાત હોય કાળી તું જ્યોત રે પ્રગટાવી
બસ મોગલ નામ લેજે રે રેહશે ભેળીયા વાળી ભેળી માં
તેદી વડનગર વાળી મારી માત રેહશે ભેળી ભેળી માં

એક નામ મોગલ તારું મોગલ તારું
એક નામ મોગલ તારું ના ધન છે અમારું
એક તારા સિવા માડી અહીં કોણ છે અમારું
તું છે રે મારી માડી ને બાળ હું છું તમારું
કોઈ પૂછે તો હું કહું રે તું માવતર છે મારુ માં

જેદી આસ ના હોય કોઈ ને વખત હોય ભારી
તેદી મોગલ નામ લેજે રેહશે ભેળીયા વાળી ભેળી
તેદી વડનગર વાળી મારી માત રેહશે ભેળી માં
જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરી
તેદી મોગલ નામ લેજે રેહશે ભેળીયા વાળી ભેળી
તેદી વડનગર વાળી મારી માત રેહશે ભેળી
હે તેદી વડનગર વાળી મારી માત રેહશે ભેળી મોગલ

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.