ખમ્મા રે ખમ્મા રાંદલ માતા
માડી હૂતો પ્રેમે ઊતારુ તારી આરતી
ધોડે ચડીયા છો અસવાર માડી
હૂતો પ્રેમે ઊતારુ તારી આરતી
દરિયાની દીલ ની માડી મ્હીમા અપરમ પાર
તારો પાલવ પક્ડે તેનો પલ્મા બેડૉ પાર
તારા ચરણૉના અમે દાસ માડી
હૂતો પ્રેમે ઉતારુ તારી આરતી
નિર્ધન ને તુ વૈભવ દેતિ સુખ સંસાર
વંશતા થી તુ વેલ પુત્રને પરીવાર મા
સૌના મનડા ની પુરી આશ
ખમ્મા રે ખમ્મા
માડી તારા દર્શન કરતા પાપી પાવન થાઇ
પ્રેમે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાય
સૌના મનડા ની પુરી આશ
ખમ્મા રે ખમ્મા
ભકતી ભાવે આરતી ઉતારે તારા નાના બાળ
ભકતી ભાવે આરતી ઉતારે તારો પરીવાર
તારા ચરણૉના અમે દાસ માડી
હૂતો પ્રેમે ઉતારુ તારી આરતી