-
30 મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલેવર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રેભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણેમાયા કરે નહીં કાંઈ રેમનડાને સ્થિર કરે અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગીઆનંદ ઉપજ્યો અપાર રેઆઠેય પહોર એ તો મસ્ત થઈને રહેસાધી સાહેબ સાથે તાર રેમનડાને સ્થિર કરે સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું નેચારે વાણીથી એ પાર જીસપનાનો મોહ આવા […]
-
29 માણવો હોય તો રસ
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!હવે આવી ચૂક્યો પિયાલો,કે’વું હતું તે કહી દીધું પાનબાઈ!હવે રે’ણી પાળવા હેતથી હાલોમાણવો હોય તો રસ રે’ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!રે’ણી થકી રોમરોમ ભીંજાય,રે’ણી થકી રસ શરીરમાં પરવરે,રે’ણી થકી ઉગાવો જોને થાયમાણવો હોય તો રસ રે’ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,રે’ણી થકી અમર જોને થવાય,રે’ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!રે’ણી […]
-
28 પરિપૂર્ણ સતસંગ
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું,ને આપું જોને નિર્મળ જ્ઞાન રે,જનમવા મરવાનું તમારું મટાડીનેધરાવું અવિનાશીનું ધ્યાન રેપરિપૂર્ણ સતસંગ નામરૂપને મિથ્યા જાણો નેમેલી દેજો મનની તાણાવાણ રે,આવો બેસો એકાંતમાં ને તમને,પદ આપું નિર્વાણ રેપરિપૂર્ણ સતસંગ સદા રહો સતસંગમાં નેકરો અગમની ઓળખાણ રે,નુરત સુરતથી નિજ નામ પકડીનેજેથી થાય હરિની જાણ રેપરિપૂર્ણ સતસંગ મેલ ટળે ને વાસના ગળે,ન કરો […]
-
27 પી લેવો હોય તો રસ પી લેજો
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈપિયાલો આવ્યો ભક્તો કાળનોવખત વીતી ગયા પછી પસ્તાવો થાશે નેઅચાનક ખાશે તમને કાળ રેપી લેવો હોય તો રસ જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈનહિંતર જમીનમાં વસ્તુ જાશે રે,નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રેઠાલવવાનું ઠેકાણું કહેવાશે રેપી લેવો હોય તો રસ આપ રે મૂવા વિના અંત નહીં આવે […]
-
26 ધ્યાન ધારણા કાયમ રાખવી
ધ્યાન ધારણા કાયમ રાખવી,ને કાયમ કરવો અભ્યાસ રે,ભાળી ગયા પછી તરપત ન થાવું,વિશેષ રાખવો ઉલ્લાસ રેધ્યાન ધારણા કાયમ ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું;ને કાયમ કરવું ભજન રે,આળસ કરીને સુઈ ન રહેવું,ને ભલે કબજે કર્યું પોતાનું મન રેધ્યાન ધારણા કાયમ આઠે પહોર રે’વું આનંદમાં,જેથી વધુ વધુ જાગે પ્રેમ રે;હંમેશા અભ્યાસ મૂકવો નહિ,ને છોડી દેવું નહિ નીમ રેધ્યાન […]
-
25 ગુપત રસ આ જાણી લેજો
ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ!જેથી જાણવું રહે નહિ કાંઈ,ઓઘ રે આનંદના કાયમ રહે,ને સેજે સંશય બધા મટી જાયગુપત રસ આ શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,માયલું મન ફરી ઊભું ન થાય;કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,જેથી જનમ મરણ સહેજે મટી જાયગુપત રસ આ પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,તો તો પચરંગી પાર જણાય;જથારથ પદને જાણ્યા પછી […]
-
24 ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી
ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.ટળી ગઈ અંતરની આપદા,ને પાળી સાંગોપાંગ રૂડી રીત રેચક્ષુ બદલાણી ને નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,સુસ્તી ચડી ગઈ સૂનમાં,ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રેચક્ષુ બદલાણી ને અવિગત અલખ અખંડ અવિનાશી રેઅવ્યકતા પુરૂષ અવિનાશી રે,બાળીને સુરતા એમાં લય થઈ ગઈ,હવે મટી ગયો જન્મનો ભાસ […]
-
23 છૂટાં છૂટા તીર અમને મારો મા
છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજીમુજથી સહ્યાં નવ જાય રેકલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજીછાતી મારી ફાટું ફાટું થાય રેછૂટાં છૂટા તીર અમને બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણામુખથી નવ સહેવાય રેઆપોને વસ્તુ અમને લાભ જ લેવાપરિપૂર્ણ કરોને કાય રેછૂટાં છૂટા તીર અમને બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈબાણ રે વાગ્યાં ને ઘણી […]
-
22 જીવ ને શિવની થઈ એકતા
જીવ ને શિવની થઈ એકતાને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તેસમાઈ રહ્યો સુનની માંય રેજીવ ને શિવની તમે હરિ હવે ભરપૂર ભાળ્યાને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,રમો સદા એના સંગમાંને સુરતા લગાડો બાવન બાર રેજીવ ને શિવની મૂળ પ્રકૃતિથી છૂટી ગયાને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,તમારું સ્વરૂપ તમે જોઈ લીધું,ને […]
-
21 અગમ અગોચર રસનું નામ છે
ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ,પછી પસ્તાવો થાશે રે;અગમ અગોચર રસનું નામ છે,એ તો પુરણ અધિકારીને ઠેરાશેઝીલવો જ હોય માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ!જુઓને વિચારી તમે મનમાં રે,દૃશ્ય પદારથ નથી રે’વાના પાનબાઈ,સુણો ચિત્ત દઈને વચનમાં રેઝીલવો જ હોય. આ તો ગુંજાનો લાડવો પાનબાઈ,અહંભાવ ગયા વિના ન ખવાય રે.કોટિ જનમની મટાડો […]