Category: 15 દેસી ભજન

  • 178 હરી હરાની મરજી જોગી મારુ દિલડું થયું

    હરી હરાની મરજી મે તો, અરજી કરી છે એનેહરી હરાની મરજી મે તો, અરજી કરી છે એનેચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છેને દુનીયાને છોડી દોડી, શરણ ગ્રહયુ છે એનુમારા જીવનની દોરી, એને હાથ છેનેહરી હરાની મરજી મે તો…. છે દિન દયાળુ એવો, શાંભળશે દાદ મારીઇ જાણે છે મારા દિલની, કહીશ દિલની એનેહરી હરાની […]

  • 177 અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ

    અપરંપાર પ્રભુ અવગુણ મોરામાફ કરો ને મોરારી રે દયા ધરમ ની વાત ના જાણુંઅધરમ નો હું અધિકારીપાપી પુરો હું જુઠા બોલોબહુ નીરખું પરનારી રેઅપરંપાર પ્રભુ…. ભજન થાય ત્યાં નીંદરા આવેપર નિંદા લાગે પ્યારીમિથ્યા સુખ મા આનંદ વરતુંએવી કુટીલ કુબુધિ મારી રેઅપરંપાર પ્રભુ…. સાધુ દુભવ્યા બ્રાહ્મણ દુભવ્યાભક્ત દુભવ્યા ભારીમાત પિતા બંને ને દુભવ્યા ગરીબી કો દિ […]

  • 176 પલ ઘડી રેજો મારી પાસ જાડેજા એવી

    પલ ઘડી રેજો મારી પાસ જાડેજાપલ ઘડી રેજો મારી પાસએવી કરી લ્યો ભલાયું થોડું જીવવું રે જી તમને કહું મારા દિલડાની વાત જાડેજાતમને કહું મારા દિલડાની વાતએવી કરી લ્યો ભલાયું થોડું જીવવું રે જી સાધુ આવે લખ ચાર જાડેજાએમાં રે સાયબો રે મારો આવશે રે જીએવી કરી લ્યો ભલાયું તારા સાયબા ના કેવા એંધાણ સતી […]

  • 175 અજરા કાંઈ જરીયા ન જાય

    અજરા કાંઈ જરીયા ન જાયએ જી વીરા મારાઅજરા કાંઈ જરીયા ન જાયધીમે રે ધીમેં રે તમે સાધ પિયો રે હાં તન ઘોડો મન અસવારતમે જરણા ના જિન ધરો ને જી શીલ બરછી સત હથિયારતમે માયલા સે જુદ્ધ કરો ને હાં કળજુગ કાંટા કેરી વાડયતમે જોઈ જોઈ ને પાંઉ ધારો ને હાં ચડવું મેર અસમાનત્યાં આડા […]

  • 174 ભટકેલા મનની બાવા ભૂલું સુધારો

    ભટકેલા મનની બાવા ભૂલું સુધારોસમજણ ને સોટે અમને દેજો સતગુરુજીશરણો માં લેજો, શરણો માં લેજો કાયાનાં દેવળ અમને લાગે છે કાચાદોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી આવન જાવનની બાવા ગલીયું છે વાંકીસમરણની સુધદાતા દેજોસતગુરુજી મરણ તીથીનો બાવા મહીમાં છે મોટોઅવસર વેળાએ આડા રેજોસતગુરૂજી કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છેબ્રદને સંભારી બેલે રેજોસતગુરુજી છોડીને જાસો તો તો […]

  • 173 દરદ જે હોય દિલમાં એ આવી બહાર બોલે

    દરદ જે હોય છે દિલમાં એ આવી બહાર બોલે છે,રહે છે મૌન જો આંખો તો આંસુધાર બોલે છે. ખફા થાશો નહીં આ તો તમારો પ્યાર બોલે છે,નથી હું બોલતો મારા બધા અણસાર બોલે છે. પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂરત છે ?તમે મૌજુદ છો ઘરમાં દરો દીવાર બોલે છે. તમારી યાદ આવે છે મનોમન વાત […]

  • 172 પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી

    પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી….જીવન થશે ખુંવાર તમારુ ગજુ નથી… તજવા તમારા દ્વાર તમારુ ગજુ નથી..તે તલવાર કેરી ધાર તમારુ ગજુ નથી. એ તો અમે તજી ને ધરા આવીયે ગગન…થાવુ એ હદ ની બહાર તમારુ ગજુ નથી… રે વા દે ભલા પક્ષ લેવો અમારો.કે દુશ્મન થાશે હજાર તમારુ ગજુ નથી… “નાઝીર” ની જેમ […]

  • 171 ભૂલાતી નથી એ સુખી જિંદગીને

    ભૂલાતી નથી એ સુખી જિંદગીને,હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને.સુખી જિંદગી બાળપણમાં ગુજારી,જુવાનીએ કીધી દુ:ખી જિંદગીને. ચડી ષડ રિપુને છંદે જુવાની,બગાડે ઉમંગો ભરી જિંદગીને.મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે,દુઃખોમાં ગુજારે રડી જિંદગીને. આ અવનીમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી,કુમાર્ગે ચડી વેડફી જિંદગીને.કહે જીવ અજ્ઞાનમાં ભાન ભૂલી,હજી હું સમજતો નથી જિંદગીને. વિચારીને જો જિંદગી બંદગી છે,મૂરખ તું સમજતો નથી […]

  • 170 ઈસ તન ધનકી કોન બરાઈ દેખત

    ઈસ તન ધનકી કોન બરાઈ.ઈસ તન ધનકી કોન બરાઈ,દેખત નયનમેં મટ્ટી મિલા હાડ જલે જૈસી લકડેકી મોલી,બાલ જલે જૈસી ઘાસકી પોલીઈસ તન ધનકી કોન બરાઈ અપને ખાતર મહેલ બનાયા,આપહી જાકર જંગલ સોયાઈસ તન ધનકી કોન બરાઈ કહત કબીરા સુનો ભાઈ સાધુ,આપ મુવે પીછે ડૂબ ગઈ દુનિયાઈસ તન ધનકી કોન બરાઈ

  • 169 મઢડા વાળી માતાને વંદન અમારા

    મઢડા વાળી માતાને વંદન અમારા;નિત્ત ઊઠી પ્રભાતે કરું દર્શન તમારા. હે..કઠણ કળી કાળમાં છે આશરો તમારો,બાળક જાણીને મને પાર ઉતારો;અજ્ઞાન રૂપી દૂર કરોને અંધારા,મઢડા વાળી માતાને વંદન અમારા. હે..આ ભવસાગરમાં હું તો ભૂલો પડ્યો છું,તવ ચરણોમાં હું ખૂબ રડ્યો છું;હવે આંસુ લૂછીને કાપો કષ્ટ અમારા,મઢડા વાળી માતાને વંદન અમારા. હે..ચારણફૂળમાં જન્મ મળ્યો છે,દેવી પુત્રનું બિરુદ […]