-
50 દુઃખી થયા ડાહ્યા રે
દુઃખી થયા ડાહ્યા રે,રમશો નહી કોઇ જુગટું ને જારી,હવાલ તેવો થાશે રે,ભલે હોય ભૂપત કે ભિખારી શાણા હતાં ઘણાં કુંવર,કુંતાના પણ સમો ન જોયો સંભાળી,મુલક ગુમાવી બેઠા મુરખની સાથે,નૃપતી તો હારી બેઠા નારી,જુગટામાં જો જો રે સંપતિ ગુમાવી સારી ઇન્દ્ર ચન્દ્ર અહલ્યાને અંજનિ,જુઓ રમતા એ જારી,ગૌત્તમ ઘરે ઇન્દ્ર ગુપ્ત છુપાણો,તેદી મહિપતીની અકલ ગઇ તી મારી,તુલસી […]
-
49 દેહીનો દેવળ ચણાયો મેરે દાતા
દેહીનો દેવળ ચણાયો મેરે દાતા,દેહીનો દેવળ ચણાયો રે જી પાંચ ઇંટનો દેવળ બનાવ્યો,માંહી પચ્ચીસ મજૂર લગાયો રે જી,ચેતન પુરૂષે ચિત્તલગાયો,બારિક કામ બનાયોમેરે દાતા દેહીનો રજવિરજની બની ડાબડી,પ્રેમનો પાયો ખોદાયો રે જી,અમર નગરથી આયો કારીગર,હાડે હાડ મિલાયોમેરે દાતા દેહીનો દસ દ્વારને ગગન ગોખ,માંહી પવન સ્થંભ ઠેરોયો રે જી,આતમ રામ વસ્યો અવિગત સે,આદમ રમવા આવ્યોમેરે દાતા દેહીનો […]
-
48 સાચું પુછો તો ઘટોઘટમાં
સાચું પુછો તો ઘટોઘટમાં,ચિરાગ તીરે છે,દિવ્યદ્રષ્ટ્રીએ જણાય છે,છતાં પણ દૂર છે. આતમા અમર હોવા છતાં,આ દેહ ક્ષણ ભંગૂર છે,એ અનાદી કાળનો,એક ચાલતો દસ્તૂર છે. વિશ્વમાં આજે ઘણાં,કહેણી તણાં મજદૂર છે,જ્ઞાનીઓ સમજો જરાં,રહેણી વિના ઘર દૂર છે. સત્ અનુભવ પામતાં,શરમાઇ જાશો શેખજી,એક અલ્લાહ છે ત્યાં,ના સ્વર્ગ ના હૂર છે. મૃત્યુથી પહેલાં મરો,મૃત્યુ વિના મુક્તિ નથી,મું તું […]
-
47 ગગન ગઢ રમવાને હાલો
ગગન ગઢ રમવાને હાલો,નિરાશી પદમાં સદા માલો પડવે ભાળ પડી તારી,મધ્યો મધ્ય નિરખાયા મોરારી,વાલમ વર જાંઉ હું વારી બીજે બોલે બહુનામી,ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી,જુગતીથી તમે જોઇ લો અંતર જામી ત્રીજે તુરઇ વાજા વાગે,સુરતા મારી સનમુખ રહીમહા સુન મોરલીયું વાગે ચોથે ચંદ્ર ભાણ વાળી,જોવે કોઇ આપાપણાને ટાળી,ત્રિવેણી ઉપર નૂર લ્યો નિહાળી પાંચમ પવન થંભે ઠેરી,લાગી મુને […]
-
46 મૈં સિપાહી સદગુરૂ કા સચ્ચા
મૈં સિપાહી સદગુરૂ કા સચ્ચા,હુકમ ઉઠાવું હાકમ કા,વચન બાણ લઇ વિપત્તિને વેધું,હું ને મારું બે દઉં ડંડા ખરા મતે ખેલું દુનિયા મેં,નોકર બનું નિરંજન કા,પગાર ખાવું મૈં પરીબ્રહ્મ કા,બાંધુ નિરભે નિજ પટામૈં સિપાહી સદગુરૂ તીન પાંચ કો કર લું તાબે,જ્ઞાન ધ્યાન કા લગાવું ધક્કા,પહલવાન મન પકડું પેલા,કાળ ક્રોધ કા શીશ કટામૈં સિપાહી સદગુરૂ આપે આપ […]
-
45 બહુ કનડે છે કાનો રે
બહુ કનડે છે કાનો રે,માતાજી અમને બહુ કનડે છે કાનો સુતેલાં છોકરાને જઇને જગાડે,ચુંટીયા ભરે છે છાનો માનો રેમાતાજી અમને માણસ દેખીને મારી કરે છે મશ્કરી,એવો શું છે એનો સ્વભાવ રેમાતાજી અમને મહીંના માટ વાલો,છોડે રે છીંકેથી,નથી હવે કાંય નટવર નાનો રેમાતાજી અમને શું કરીએ આવે શરમ તમારી રે,નકર નથી માણસ કાંય દાનો રેમાતાજી અમને […]
-
44 પુરણહારો પીર રામદે
પુરણહારો પીર રામદે,સંતોનો સમરથ ધણી,ઓથ રાખી ઓલિયાની,રિદ્ધી સિદ્ધી આપે ઘણી નરસિંહ મહેતા નિરધન હતા,નાગરોએ હાંસી કરી ઘણી,સાતસો રૂપિયા શામળિયે,આવી દ્વારકામાં દિધા ગણીપુરણહારો પીર વીપ્ર સુદામે વિપતું વેઠી,ખાલ સુકાણી દેહીયું તણી,કાયમ ધણી કારીગર થઇને,મેલ કંચનનાં દિધા ચણીપુરણહારો પીર દુર્યોધનને દુર્મતિ સુજી તેદી,ત્રિક્રમ પધાર્યા તઇ બની,દ્રોપદીની લજ્જા રાખી,સાડીયું ઓઢાડી વગર ગણેપુરણહારો પીર પછમ ધરામાં પીર પ્રગટ્યા,ખબર લેવા […]
-
43 હોલી હોલાનુ ભજન
ધરમ ધુરંધર રે પાળ્યો હોલીને હોલે ખરો,અતિથિના કારણે હોલો ઉડીને અગ્નિમાં બળીયો અસુરો અતિથિ ચાલ્યો, રણ વગડે થઈ રાત,દુ:ખી દશા થઈ તેહની, તનમાં ઉપજ્યો ત્રાસ,હવે રજની કેમ જાશે રે સંકટ દેખી સોસમાં પડ્યો હોલે હોલી ને પૂછ્યું, સતી સાચવજો આશરાનો ધર્મ,અહીંયા અતિથિ દુઃખી થશે, તો લાગશે આપણાને કરમ,આવો અવસર નાવે રે, તન મન ધન અર્પણ […]
-
42 અંગુઠો મરડીને પીયુને જગાડીયા
અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે,ગોરી કહે તેને શે આવે છે ઊંઘ,આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે વર ઠુંઠોને અણઘડ પાંગળો રે,કન્યા તો વરવા વર ને જાય,આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે વર પરણ્યા ત્યાં ભાગી વેલડી રે,મરાણો કાયાનો સરદાર,જુઓને નર નાર નણદલ લેરીયુ રે પાંચ પારખ તો પેલા મુવા રે,નગરમાં હાટે થઈ હડતાલ,કરી […]
-
41 ભુલાતી નથી એ સુખી જિંદગી
ભુલાતી નથી એ સુખી જિંદગી ને,હમેંશા હતી જ્યાં ખુશી જિંદગીને સુખી જિંદગી બાળપણમાં ગુજારી,જુવાનીએ કિધી દુઃખી જિંદગીનેહંમેશા હતી (1) ચડી ષડરિપુને ફંદે જવાની,બગાડે ઉમંગો ભરી જિંદગીનેહંમેશા હતી (2) મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે,દુ:ખોમાં ગુજારે રડી જિંદગીનેહંમેશા હતી (3) આ અવનિમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી,કુમાર્ગે ચડી વેડફી જિંદગી નેહંમેશા હતી (4) કહે જીવ અજ્ઞાનમાં ભાન ભુલી,હજી […]