-
168 સાંઈ મુજા મેરુ કરો હમકો ઐસા ગુરુજી
નિરખી લવ નેણું માં ભરપુર,દલડે થી જાણું નહી જરાય દૂર,સાંઈ મુજા મેરુ રે કરો તો,હમકો ઐસા ગુરુજી મિલત હૈ… કોણ તારી વાડી દાતા,કોણ વિસ્તારા,કોણ રે ડાળી ને કોણ એના મૂળ.સાંઈ મુજા મેરુ રે કરો તો… સત મોરી વાડી દાતા,વચન વિસ્તારા,દયા રે ડાળી ને ધરમ એના મૂળ.સાંઈ મુજા મેરુ રે કરો તો… પાછા રે પગલા, નહી […]
-
167 છેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળ માંહી
“સોમ, શિળો ને કાચબો,ઈ તો પર ઘર પહોળા થાય;પણ પોતા ઉપર આવી પડે,તો તો તરત સંકેલાઈ જાય” કબરું ખોદીને દોકડા કાઢ્યાં,મડદા નાં મુખ માંહી;છેવટે રાજા નંદનું નાણુંજોખમાણું જળ માંહીછેવટે રાજા નંદનું નાણું… સોનલા લીધાં ને રૂપલાં લીધાં,અને ત્રાંબીયે કીધો ત્રાસ;દમડો એક ન રહેવા દીધો,રૈયતનાં ઘર માંહી.છેવટે રાજા નંદનું નાણું… ચામડા ચૂંથ્યાં ને માંસ વલોવ્યા,અને ઊઠી […]
-
166 તારો પરચો ભારી ભૂખ્યા રહે ના ભંડારી
તારો રે પરચો ભારી, ભૂખ્યા રહે ના ભંડારીલંગડાને હાલતાં બનાવ્યા જલા જોગીડાજોગી જલિયાણ તમારી પ્રેમ ભરી અંખિયાતારો રે પરચો ભારી… વીરબાઈનાં માંગા કરવા આવ્યા હતા શ્રીહરિ;તે’દિ પત્નીનું દાન કરીને હાલ્યો જલા જોગીયાતારો રે પરચો ભારી… દાણાની કોઠી તારી અભેરે ભરાણી ભારી;ભૂખ્યાને ભોજન કરાવી હાલ્યો જલા જોગીયાતારો રે પરચો ભારી… તારા દરબારે બાપા દુ:ખિયાઓ આવે ભારી;દુ:ખિયાનાં […]
-
165 પધારો ગુરુ મારા સતની વેલડીએ
પધારો ગુરુ મારા સતની વેલડીએ,આવા રૂડા ઋતે સત ફળ જોને લાગ્યા રે હાંબીજને વરતી તમે બીજક વાવો,તમે વાવોને વિશ્વાસ જાણી;હે કરણીનાં તમે ક્યારા બાંધો,પ્રેમનાં સીંચજો પાણી;પધારો ગુરુ મારા સતની વેલડીએ… ઊગી છે અમરવેલ,એના મૂળ તો કિયારા મેલી;હે ફાલી ફૂલી ને સંતોએ તો નીજીયા ધરમમાં રહેલીપધારો ગુરુ મારા સતની વેલડીએ… પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી,રાજા હરિશ્ચંદ ને […]
-
164 પહેલી સલામ પૃથ્વીને કરીએ
પહેલી સલામ પૃથ્વીને કરીએ,જેની પીઠ પર પગ દઇને આપણે ફરીએ;કરું પરિક્રમા સિર નમાવી,સવા શેર માટીની જેણે કાયા બનાવી. બીજી સલામ કરું અન્ન જળ અગ્નિ,જીવાની દોરી છે સબ જગની;આપની સૃષ્ટિ આપને ખાવે,બીજી સલામ કરું મન ભાવે. ત્રીજી સલામ કરું ત્રિકાળા,ચંદ્ર ભાણ મોટા મહીં બાળા;આપ સૃષ્ટિમાં કરો અજવાળા,ત્રીજી સલામ કરું ત્રિકાળા. ચોથી સલામ મા ચારે ખાણી,એક બીજથી […]
-
163 ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ધડ ધીંગાણે જેના માથા મસાણેએના પાળિયા થઇને પૂજાવુંઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું હોમ હવન કે જગન જાપ થી,મારે નથી રે ધરાવું,બેટડે બાપના મોઢાં ન ભાળ્યાએવા કુમળા હાથે ખોડાવુંઘડવૈયા મારે પીળા પિતાંબર, જરકસી જામા એવા,વાઘામાં નથી વીંટળાવું,કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણેએવા સિંદૂરે ચોપડાઇ જાવુંઘડવૈયા મારે ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે,નીર ગંગામાં નથી નાવું.નમતી સાંજે કોઇ નમણી […]
-
162 સદગુરૂ તમે મારા તારણહાર
હે સદગુરૂ તમે મારા તારણહારહરિ ગુરૂ તમે મારા તારણહારઆજ મારી રાંકની અરજી રે પાવન ધણીસંભાળજો ગુરૂ જી હો…હો… જી એવા ઉંડા સાગરને હંસલા નીર ઘણા,ગુરુજી હો… હો… જી.કે બેડી મારી કેમ કરી ઉતરે પાર (2)આજ મારી રાંકની અરજી રે પાવન ધણીસંભાળજો ગુરૂ જી હો…હો… જી. એવા ઉંચા પર્વત ને હંસલા બોલ ઘણા,ગુરુજી હો… હો… જી.કે […]
-
161 દેવાયત પંડિત દાડા દાખવે
દેવાયત પંડિત દાડા દાખવે‚સુણો તમે દેવળદે નાર‚આપણા ગુરુએ આગમ ભાખિયા‚જૂઠડા નહીં રે લગારલખ્યા ને ભાખ્યા‚સોઈ દિન આવશે,એવા દેવાયત પંડિત દાડા પહેલા પહેલા પવન ફરુકશે‚નદીએ નહીં હોય નીર‚ઓતર દિશાથી સાયબો આવશે‚મોખે હશે હનુમો વીર,લખ્યા ને ભાખ્યા….. પોરો આવશે રે સંતો પાપનો‚ધરતી માગશે રે ભોગ‚કેટલાક ખડગે સંહારશે‚કેટલાક મરશે રોગ,લખ્યા ને ભાખ્યા….. કાંકરિયા તળાવે તંબુ તાણશે‚સો સો ગાઉની […]
-
160 લોભી આતમને સમજાવો રે
લોભી આતમને સમજાવો રેલોભી આતમને સમજાવો રે, મારા ગુરૂજીને પુછો રૂડા જ્ઞાન બતાવે જી.હંસલા મેલીને બગલાને કોણ સેવેજી, બગલા બાહેર ધોળા ને મનના મેલા રે.હીરલા મેલીને પથરાને કોણ સેવેજી, પથરા ઉપર ભીના ને અંદર કોરા રે.કેસર મેલીને કેસુડાને કોણ સેવેજી, કેસુડા ઉપર રાતા ને મુખે કાળા રે.સુગરા મેલીને નુગરાને કોણ સેવેજી, નુગરા નિશ્ચે નરકે લઈ […]
-
159 ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી રે
ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી રે.બંધુ રે વિના મારી ટુટી ગઈ જોડી શક્તિ કો બાણ તો લગ્યો લક્ષ્મણ કો,રજની ગયી ને રંજ ગોરજ ભઈયોભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી ગયે કપી હનુમાન જી હજી કેમ ન આવ્યાં,રજની ગયી ને રંજ ગોરજ ભઈયોભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી આ રે સમયે કોઈ લક્ષ્મણ જગાવે,આપુ અવધ […]