Category: 15 દેસી ભજન

  • 139 મોટો મહિમા ગુરુદેવનો ગોરખનાથ વાણી

    મોટો મહિમા ગુરુદેવનો રે ,હૈયે રાખો ને વિશ્વાસ,હૈયે રાખો ને વિશ્વાસમોટો મહીમા ગુરૂદેવનો રે ગુરુજીના શબ્દો ની મોરલી રે,વાગે ત્રિવેણીના ઘાટ,વાગે ત્રિવેણી ના ઘાટમોટો મહીમા ગુરુદેવનો રે.. ઇંગલા પીંગલા ને સુષુમણા રે,લેહ લાગી બંકનાળ,લેહ લાગી બંકનાળમોટો મહીમા ગુરૂદેવનો રે નાભિ રે કમળમાં તપાસીયુ રે,લાગ્યો સોહમ શબ્દે તાર,લાગ્યો સોહમ શબ્દે તાર,મોટો મહીમા ગુરૂદેવનો રે… દસમા દ્વારે […]

  • 138 તમે ભાંગો મારા દલડાંની બ્રાંતા

    તમે ભાંગો મારા દલડાંની બ્રાંતાતમે તોડો મારા રૂદિયાનાં તાળાંમેરાં દુઃખદારિદ્ર મટી જાતાં ગુણપતિદાતા મેરે દાતા હો જી… મૂળ મહેલ મેં વસે ગુણેશા અનુભવ સે ગમ પાતાગુણપતિ દાતા મેરે દાતા હો જી… ધૂપ દીપ ને ફૂલડાંની માળા ગૂગળ-ધૂપ ચડંતાગુણપતિ દાતા મેરે દાતા હો જી… રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાજે મધુરી ચાલ ચલંતાગુણપતિ દાતા મેરે દાતા હો જી… […]

  • 137 હે કોઈ સાધુ સૂરમાં

    હે કોઈ સાધુ સૂરમાં,કોઈ મન અખરસે મીલાવેગા;સુરત નુરતની સહેજમાં,ધૂન ધ્યાન લગાવેગા. જાણું મન વસ્તા રહો,તબ ભયા મન નિવેડા;ગુરુ નહી કે શિષ્ય નહી,નહી ન્યારા નહી ભેડા.હે કોઈ સાધુ સૂરમાં… અસંખ્ય અવતારમાં,સબ ઘર ગુમાયા;પલમાં સપના પલટીયા,જબ સતગુરુ પાયા.હે કોઈ સાધુ સૂરમાં… પ્રગટ સુનમાં પેખીયા,એક શબ્દ જગાયા;જેસા દર્શન દેખ્યા એસા,તેસા ફલ પાયા.હે કોઈ સાધુ સૂરમાં… અંબુ તણો વિસ્તાર […]

  • 136 મારા મનઘેલા કાયા કરણીને વારો જતી ગોરખ

    મન બાંધી ધરતી રે હાએવી પવન બાંધી કાયા રે ,હે જી એવા વણ રે વાદળ મેહુલા વરસ્યા રે, મારા મનઘેલા કાયા કરણીને વારો,માંયલા મનડા ને વારોપારકા ખેતીરીએ મત જાઓ હા,જાશો તો માર ખાશો રેમારા મનઘેલા… આવતા સંતો ને રે હાઆદરભાવ દીજીએએજી એમના પગ ધોઈ પાવન થઈએ રેમારા મન ઘેલા પારકા ખેતરીએ રે હાવીરા બીજ મત […]

  • 135 સદગુરૂ મોહે શાન બતાએ મેરામ સાહેબ

    હેજી મોહે વર્ષત અનહદનૂર,સદગુરૂ મોહે શાન બતાએ હો…. નૂર વર્ષે અનહદ ઘર કે,જીલ મિલ વર્ષે ઘોર… ઓહં અગરીયા સોહં સુગરીયા,વહા બાજત હે શોર… શુંન શિખરીયા ભમર ગુફરીયા,કાલીંદ્રીમાં કોણ… વિન વાદળીયા આપ ઉભરીયા,અંતર વર્ષે ઔર… સહજ સતમાં આખીર તત્માં,લગી ગગનીયામાં દૌર… આતમ એકહી આપ અનોપી,સંત કરે રે કીલોલ… સંત શાયરીયા મોતિ મળીયા,નહી જનમકી ડોટ… કહત મેરામ […]

  • 134 હું શું બ્રહ્મરસ ભોગી મેરામ સાહેબ

    હું શું બ્રહ્મરસ ભોગી,રસ પિવાને આવ્યો રે,બંકનાળની વાટ સે મારી,ગગન મંડળ ચડી આવ્યો રે પહેલા ઉજડ કરીડાલુ વનને,ફેર સમંદર વસાવ્યો રે,ઈગ્લા પિગ્લા વહતી રેના,સુક્શમણા પર સલાયો રે… ઊંડો દરિયો બહુત ભરીયો,વહા જઈ રમાવ્યો રે,અગમ અગોચર બહુત અનેરો,પાર નહી હું પાયો રે…. ભિતર જોવ ત્યાં બાહીર હેરો,સુરતે રસ સમાવ્યો રે,આ રસતો નિરગુણની નાળુ,પિવે પિવન હારો રે….. […]

  • 133 જ્યાં જોવુ ત્યાં રૂપજ એનુ મેરામ સાહેબ

    જ્યાં જોવુ ત્યાં રૂપજ એનુ,નજરે મારી આવ્યું રે,જળથળને ગગન ગુફામાં,સાહેબ આપ સમાવ્યુ રે… ઓહં સોહંમાં રહે તુતો,શબ્દે સળંગ સમાવ્યુ રે,ઘટભીતર મેતો ભાળુ એને,સકળ લોકમાં સમાવ્યુ રે… હુંમાં તુતો તુમાં તુતો,દલભીતરમાં સમાવ્યુ રે,બાહીર જોતાં ભિતર હેરો,નૂરતે સુરતમાં સમાવ્યુ રે… નામમાં ભાળુ વચનમાં ભાળુ,સત્યમા એ સમાવ્યુ રે,અખીલ બ્રહ્માંડમાં જોયુ મેતો,પાંચ તત્વમાં સમાવ્યુ રે… નૂરમા ભાળુ તેજમાં ભાળુ,આતમે […]

  • 132 સાધુ અજબ બન્યો એકતારો મોતિરામ

    સાધુ અજબ બન્યો એકતારો હો જી,હેજી એનો અલખસે વગાડ નારો…. સુરતાનો તાર લાગ્યો ગગનમાં,વાગે સોહંમ જણકારો,તન તુમડા મનડાંડવો,સુક્શમણા નો જારો…… શિલ રેણીની ખાલ સંતોષની,ગ્યાન ઘોડીનો સહારો,ભજનનો રંગ ભાવની કલગી,હરીજન ગ્યાન વિચારો, તારમીલાવી વગાડવા લાગ્યો,તુહી તુહી રણુકારો,એકસ્વર સુરતાને સાંધી,શબ્દ સળંગ એકતારો….. યહી રાગમાં મનસે રાઘો,પ્રિતે પ્રેમરસ ધારો,કહે મેરામ મોતિરામ ચરણે,વગાડ નારો સાંધો………

  • 131 ભમ ભમ ભુંગળ વાગે મેરામ સાહેબ

    ભમ ભમ ભુંગળ વાગે,ડમ ડમ ડાકલા વાગે,મારી જુની કળાનાં દેવો જાગો,આદી અનાદી એક ભુવોધુણે છે.. વ્રે વેરાગી એક રાવળ આવ્યો,જુગતેથી જાતર માંડ્યો,દશમે મોલ દેવ નુરીજન,અગમ પાલખ. સે આઘો…. અનહદ સાંકળ ગરજી ગગનમાં,બેહદ પરસંદો વાગ્યો,અખંડ જ્યોતી અજવાળા કાકડા,વચન જંજીરો સાંધ્યો…. વચનવાણીની ગુરૂની વાસાલીધી,મુક્તિ વધાવો માંગ્યો,સદગુરૂએ મને સાન બતાવી,એકજ દૌરમે સાંધ્યો…… મોતિરામ ચરણે,બોલ્યા મેરામ સાહેબ,મને ગુરૂવચને ગુણ […]

  • 130 સોહીવાત કોઈ જાણે ઝવેરલા મેરામસાહેબ

    સોહીવાત કોઈ જાણે ઝવેરલા,શુક્સમ વેદ સુણાવુ મેરેદાતા,સદગુરૂ રામને રીજાવુરે…. મન પવનનો મુડો બાંધી,અગમ ખડકીએ આવુ રે,ખરીખબરથી ખોજુ ખાવનને,તે પર લગની લગાવુ રે….. મુળકમળને મધ્યમાં લાવું,ઉન મુન ધ્યાન લગાવુ રે,ઈ અટકળથી જપુ અજંપા,સ્વાશ ઉસ્વાશે સમાવુ રે….. ચલી સુરતાં સડી ગગન પર,અનહદ નાદ બજાવુ રે,જળહળ જ્યોતિ જાગી જરૂખે,રૂકી બ્રહ્મશેર જગાવુ રે…. આવન જાવનકા મિટ્યા અંતરા,એ પરવાના પાવુ […]