-
130 અવિગત જાણો તમે ગુરૂજી અમારા મેરામ સાહેબ
અવિગત જાણો તમે ગુરૂજી અમારા,વિવેકી સંતની ખબરૂપડે ,આમાં માલમુ પડે….. કારીગર કાચના પુતળા બનાવ્યા,વિદાગર ગોડીયા વિદાવુ કરે,પરદે રહી દૌરયુ હલાવે,બારીગર પુતળા ફરતાં ફરે… બાવન બજારૂ સોરાશી સોરટા,વણજારો બેઠો વણજુ કરે,એમાથી ત્રણગુણ મોહની લગાડે,સુનિજન મુનિજન પાયતો પડે… દશમે મોલે સદગુરૂ દાતાં,ત્રણભુવન ત્રાજવે તોળે,સત વચનની સાન સમજીલૌ,સદગુરૂ તમારી સહાયતાં કરે…. કુવાની સાયડી કુવામાંજ વિરમે,હરખને શોકની ન હેડકી […]
-
129 આંબો અમર છે રે સંતો રવિસાહેબ
આંબો અમર છે રે સંતો,કોક ભોમને ભાવે રે. ધરતી તપાસી ધરા ખેડાવો,કામના ના કૂંડા કઢાવો,નિજનામનાં બીજ મંગાવી,વિગતેથી વવરાવો. અકળ ધરાથી ઘડો મંગાવી,હેતની હેલ્ય ભરાવો,નૂરત સુરત દોનુ પનીહારી,પ્રેમ કરીને પીવરાવો. કાચા મોર તો ખરી જાશે,ફૂલ ફળ પછી આવે,હુકમદાર બંદા ઝાલે હજૂરમાં,ખરી નિત સે ખાવે. કાચા ભડદા કામ નહીં આવે,જીરવ્યા કેમ જીરવાશેત્રણ ગુણનો ટોયો રખાવી,જાળવો તો જળવાશે. […]
-
128 મૂળ રે વિનાનું કાયા ઝાડવું રવિરામ
મૂળ રે વિનાનું કાયા ઝાડવું,એને પડતાં નહીં લાગે વાર. એને પુણ્ય રે રૂપી ખાતર પૂરજો,એના મૂળિયાં પાતાળમાં જોને જાય. એને સત્યરૂપી જળ સિંચજો,એવાં નૂરત સૂરત દોનું ઘટ માય. એને શીલ ને સંતોષના ફળ લાગશે,એ તો અમરફળ જેવા હોય. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે,તમે પ્રભુને ભજીને ઉતરો ભવ પાર.
-
127 ધન્ય ધન્ય સદગુરુ હીરા પરખિયા રોહિદાસ
ધન્ય ધન્ય સદગુરુ હીરા પરખિયા,સમજ કરો મન મજબૂતી… અષ્ટકમલ પર ખેલે મેરે મનવા,ઓર બાત સબ હે જૂઠીપાંચ કો માર પચ્ચીસ કો બસ કરે,જબ જાનું મન તેરી મજબૂતી… રિમઝીમ રિમઝીમ બાદલ બરસે,ઝીલમિલ ઝલક રહી જ્યોતિકામ-ક્રોધ કી ફોજ હટાલે,તબ જાનું તેરી બુદ્ધિ મોટી… અમરાપુર સે સત્ય પુરુષ આયે,લાયે હે અનહદ બુટ્ટીજહાં ત્રિવેણી પર તખ્ત બિરાજે,વહા લાલન કી […]
-
126 ગુરુગમ ખોજો રે આ ઘટ માંહી ખીમદાસ
ગુરુગમ ખોજો રે, આ ઘટ માંહી.કર સતગુરુ કી સેવ, ઔર સબ જુઠી બાજી,દેખ પતંગ કો રંગ, તાહી પર દુનિયા રાજી. સત્ય શબ્દ સુજે નહીં, જુઠ જુઠ કુ ધ્યાય.આપકી તો ગમ નાહી, કહાંસે આયા કહાં જાય. દૂર દેખન મત જાવ, પકડો સુરતા કી દોરી,કરો શબ્દ સે મેળ, રહો તુમ દોઈ શ્વર જોડી, અક્ષર આદિ અનાદિ કા, […]
-
125 કોઈ ગુરુગમ જ્ઞાની જાગે
કોઈ ગુરુગમ જ્ઞાની જાગે,આ ઘટમાં અખંડ ઝાલર વાગે… ત્રણ ગુણ પર ત્રિવેણી તીરે,તારમાં તાર મીલાવેગગન મંડળમાં ગેબી ગાજ,સુરતા ધ્યાન લગાવે… ત્રિકુટી આગે તેજ સ્વરૂપી,સતગુરુ આપ બીરાજેસોહંમ સ્વરૂપ બનકર પોતે,ગુરુ સ્વરૂપમાં સમાવે… ઑહમ સોહંમ રણુકારમાં,નિશદિન ગુરુગમ જાગેઓમકાર એ નિરાકારમા,અરધ માત્રા આરાધે… અધર માત્ર શરીત ઓમ,શબીજ શબ્દ સોહાંગેવેદ નેતી નેતી પોકારે,ગુરુ ગમ થકી લક્ષ લાગે… દેવી દેવતાઓ […]
-
124 કીડી બિચારી કિડલી રે
કીડી બિચારી કિડલી રેકિડીના લગનયા લેવાય.પંખી પારેવડાને નોતર્યા,કિડીને આપ્યા સંમાન.હાલોને કીડી બાઈની જાનમાં… મોરલે બાંધ્યો રૂડો માંડવો,ખજૂરો પીરસે ખારેક,ભૂંડે ગાયા રૂડા ગીતડા,કે પોપટ પીરસે પકવાન.હાલોને કીડી બાઈની જાનમાં… મકોડાને મોકલ્યો માળવેલેવા માળવ્યો ગોળ,મકોડો કેડેથી પાતળો,ભાર ઉપડયો ન જાય..હાલોને કીડી બાઈની જાનમાં… મિનિ બાઈને મોકલ્યા ગામમા,નોતરવા કામ,સામે મળ્યા બે કુતરા,મિનિ બાઈના કરડ્યા બે કાન.હાલોને કીડી બાઈની […]
-
123 ચેતવણી મોરાર સાહેબની
જગત છે ઝાંઝવાનું પાણી,રહેશે નામ નિશાણી,સત્સંગ કીરતનને સદગુરૂ સેવા,મોજું લીયોને માણી. બેલ થઈને બંધાણો પ્રાણી,ઘર ધંધાની ધાણી,જીવને જમડા આવી લેશે,પીવા નહિં દે પાણી. માત પિતા સૌ મતલબનાં,ઓળખો એંધાણી,કાયા પડતાં કોઈ નવ આવે,ઘરની ધણીઆણી. કામની જાળમાં વિશ્વ વીંટાયું,મતિ તેની મુંજાણી,કારજ કરતાં સારજ ભૂલ્યો,પછી અંતે મરે તાણી. કપટ તજી શ્રી કૃષ્ણ ભજીલે,વાતો વેદે વંચાણી,દાસ મોરાર અવિચળ રહે […]
-
122 નેડલો કરીયે કોઈ સાચારે પુરુષનો રવીરામ
નેડલો કરીયે કોઈ સાચારે પુરુષનો,પ્રીતિરે કરીયે કોઈ સમજેલા પુરુષનો,વરિયે વાલા વિઠ્ઠલ વરની સાથે રે હંસલો ને બંગલો એક એક રંગા,બેઠા ઈતો સરોવરની તીરે,હંસલાને જોઈએ સાચા મોતીડાનો ચારો,બગલો મોહયો છે માછલી માથે રે.નેડલો કરીયે કોઈ સાચારે પુરુષનો… ચોર અને શાહુકાર આ એક એક રંગા,દીઠા રે આ ભવસાગર માહી,શાહુકાર સુતોરે રાતે, ભરીરે નિંદ્રામાં વાલીડા,એ ચોરતો ચોરી કરી […]
-
121 ત્રિગુણી તોરણીયા રે બંધાવો રવિસાહેબ
ત્રિગુણી તોરણીયા રે બંધાવોરે સાહેલી મોરી પાંચ રે તત્વનો માંડવો રે ગુણનામના ગુણેશજી બેસાડીયા,પ્રેમની પીઠી ચોળાયવર નું નામ અજર અમર છે,આવા ગીતડીયા રે ગવાયરે સાહેલી મોરી પાંચ રે…. પાંચ સાત સાહેલી મળી,જાનુ સાબદી થાયધીરજના ઢોલ વગાડીયા,ખમૈયાની ખારેકું રે વેચાયરે સાહેલી મોરી પાંચ રે…. જાન આવી ઝાંપલે,એનો સૂક્ષમણા સંદેશો લઇ જાય,ઇંગલા ને પીંગલા હાલી વધાવવા,સતના ચોખલીયા […]