-
120 સદગુરૂના ચરણમા મારે કાયમ દિવાળી
સદગુરૂના ચરણમા મારે કાયમ રે દિવાળીકદીયે ના ભાળી મે તો રૈન અંધારીસદગુરૂ ના ચરણ મા,,, ફટક ફટક મે ફોડયા ફટાકા,ભજન ભડાકે પાયા આંનદ અપારાસદગુરૂ ના ચરણ મા,,, તન કર ગોળાને મન કર વિષ દારુધૂન કી જામગરી ઓહંગ અગન પ્રજાળુસદગુરૂ ના ચરણ મા,,, ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યાનિજાનંદ પાયા એ છે આનંદ અપારાસદગુરૂ ના […]
-
119 છોડી મત જા મને એકલી વણજારા
છોડી મત જા મને એકલી વણજારાછોડી મત જા, પરદેશમાં વણજારાજીઓ વણજારા, જીઓ વણજારા…. સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા,મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા…જીઓ વણજારા, જીઓ વણજારા… ડુંગર માથે તારી દેરડી વણજારા,હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારાજીઓ વણજારા, જીઓ વણજારા…. કાજી મામદશાની વિનંતી વણજારા,તમે રહી જાઓ આજની રાત રે, વણજારાજીઓ વણજારા, જીઓ […]
-
118 હૈજી મારા હૈયામાં હરખ ન માય
હૈ જી મારા હૈયા માં હરખ ન માય જી,ગુરૂ મારા સિંચડ કિધો રેં તમે સાબદો.હે જી મારા હૈયાં માં… આ તો સતસંગનો સિંચોડ માંડીયોમાંય શબ્દની શેરડી પીલાયરહસ્ય રૂપી માંય રસ નિકળે રેંએની ભાવે થી રે કુંડીયુ ભરાંયહે જી મારા હૈયાં માં… આ તો કાયા રૂપી કડા બનાવીભાઇ ઠીક કરી માંળીગ ઠેરાયકુડા કપટ નાં બળતણ બાળતા […]
-
117 સુદામો ક્રુષ્ણજીને કહે છે ભાઇબંધી
સુદામો ક્રુષ્ણજીને કહે છે,કેભાઇબંધી મારી ભૂલમાં રે પહેરવા નથી પોતડી ને,દળવા નથી દાણા.ઓઢ્યા વિનાના પડયાં છે ઉઘાડાં,બાળક નાનાં ધૂળમાં રે. સુદામોજી…. સોવા નથી સૂપડું ને જોવા જેવું છે ઝૂંપડુ,વા’લા તારે સવારે ઊઠીને,નિત ખાવા ચોળેલા ચૂરમા રે. સુદામોજી…. એક રે ઘડીએ આપણે,નોખાં નોખાં નો’તા પડતાં,આ તો જુગોજુગ વિત્યા રે,સામું ન જોયું તેં શામળા રે. સુદામોજી…. ‘પીંગળશી’ […]
-
116 લીધી રે વિદાયુ બગદાણા ધામની
અમને છોડી ચાલ્યા બાપા બજરંગદાસ રે બાવાજી,બાપા તમે નોંધારા મેલી ને નવ જાવ રે બાવાજી,લીધી રે વિદાયુ બગદાણા ધામની….. સત્યની સેવાયું તમારી સાંભળે હે બાવાજી,હે તમે દુ:ખીયાના હતા રે દાતાર રે બાપાવસમી વિદાયુ તમારી સાંભળે… “પણ જોને શોશાણા જળ સાયરાઅરે ઓલ્યા પથ્થર પીગળીને જાયપણ સ્વર્ગે બજરંગદાસ બાપા સીધાવતાહરે આજ રોઈ રે ઉઠી આખી વનરાય”રોયા પશુ […]
-
115 વારી જાઉં રે ગુરુ બલિહારી જાઉં
વારી જાઉં રે ગુરુ,બલિહારી જાઉં રે,મારા સદગુરુ આંગણ આયા,મે વારી જાઉં રેમેં વારી જાઉં રે સદગુરુ આંગણ આયા,મેં ગંગા ગોમતી નાહ્યાં,મારી નીર્મલ હો ગઇં કાયા,મે વારી જાઉં રે…મેં વારી જાઉં રે સદગુરુ દર્શન દિના,મેરાં ભાગ્ય ઉદય કર દિના,મારા કર્મ ભરમ સબ છિના,મે વારી જાઉં રે…મેં વારી જાઉં રે સખીયા જીલમીલ આઓ,શરદા તિલક લગાઓ,ગુરુદેવ ને વધાવો, […]
-
114 કળા અપરંપાર એમાં પહોચેં નહિ વિચાર
કળા અપરંપાર,એજી એમાં પહોચેં નહિ વિચાર,એવી તારી કળા અપરંપારજી… હરિવર તું કિંયે હથોડે,આવા ઘાટે ઘડનાર જીબાળકમાં એના માતાપિતાની,આવે છે અણસાર.એવી તારી કળા… અણુંમાં આખો વડ સંકેલ્યો,એના મૂળ ઉંધા મોરારજીકીડીનાં અંતર કેમ ઘડીયાં,સ્રુષ્ટી ના સર્જનહાર.એવી તારી કળા… જન્મ પહેલાં દૂધ જૂગતે,તે કિધા છે તૈયારજીમોરના ઈંડા મા રંગ મનોહર,કેમ ભર્યા કિરતાર.એવી તારી કળા… કોણ કોણ કલ્પે કોણ […]
-
113 જીયો રે કબીરા અમને રામધૂન લાગી
રામધૂન લાગી ભજનધૂન લાગીજીયો રે એ કબીરા અમને રામધૂન લાગી વન કેરી સંગતું માં લીમડા બીગડીયાંલીમડા બીગડીયાં ગુરુજી ચંદન નીપજ્યાજીયો રે એ કબીરા… પાણી કેરા સંગમાં પથરા બીગડીયાંપથરા બીગડીયાં માય થીં હિરલા નીપજ્યાજીયો રે એ કબીરા… છાશ કેરી સંગતું માં ભાઈ દુધડા બીગડીયાંદુધડા બીગડીયાં માય થીં ગોરસ નીપજ્યાજીયો રે એ કબીરા… ગુણકાં ની સંગતું માં […]
-
112 જેની ઘેરે સદગુરુજીના વાસ ઉજાલા
જેની ઘેરે સદગુરુજી ના વાસાઉજાલા એના આંગણા…જેની ઘેર… ગંગા જમના વસે નીત ત્યાઈ ત્રીવેણીત્રીવેણી કરે ત્યા તમાશા…જેની ઘેર… રિધ્ધી સિધ્ધી આળોટે ઘરમાંઅન્નપૂર્ણા કરે નય પગ પાછા…જેની ઘેર… તીરથ સઘળા ઘર ગોતી આવેતત્વ કરે તમાશા…જેની ઘેર… ગુરુ પ્રતાપે “બાલગીરી” કહે છેએને નહી પછી કોઈની આશા…જેની ઘેર…
-
111 આવો તો આનંદ કરીયે બાવાજી
આવો તો આનંદ કરીયે બાવાજી,નય આવો તો પત જાય જીગરવા માયલા નાથજી,આવે આવસરીયે આવજો…. કાયા માં કાળીંગો વ્યાપ્યો,થોળે થોળે ખયજોહું રે સુહાગણ સુંદરી,મારે તમારો આધાર જો…ગરવા માયલા નાથજી… ખાંડુ ખડગ હાથમાં લીધા,ભાગ્યો કાળીંગો જાય જોભાગુ તો નાથ ઉગરુ,ગુરુજી કરો ને સહાય જો…ગરવા માયલા નાથજી… અંતર ના વાજા વાગ્યા,વ્રેમાંડ જાવુ તારી વાટ જોભવસાગર માં બુડતા મારા,ગુરુએ […]