-
48 શ્યામ તુજે મિલનેકા
શ્યામ તુજે મિલનેકાસતસંગ હી બહાના હૈદુનિયાવાલે ક્યા જાને,મેરા રિશ્તા પુરાના હૈશ્યામ તુજે મિલનેકા ગોકુલ મેં ઢૂંઢા તુજે,મથુરામેં પાયા હૈવૃંદાવન કી ગલીયો મેંમેરે શ્યામ કાઠિકાના હૈશ્યામ તુજે.. સૂરજમેં ઢૂંઢા તુજે,ચંદામેં પાયા હૈગીતાજી કે ૫નો મેંમેરે શ્યામકા ઠિકાના હૈશ્યામ તુજે… દ્વારીકામે ઢૂંઢા તુજે,ડાકોર મેં પાયા હૈભક્તો કે રુદિયો મેંમેરે શ્યામ કા ઠિકાના હૈશ્યામ તુજે..
-
47 બંસીવાળો કનૈયો કાળો છે
બંસીવાળો કનૈયો જરા કાળો છે,જરા કાળો છે, નખરાળો છે,બંસીવાળો કનૈયો જરા કાળો છે. રાધા મોટી ને નટવર નાનો છે,તેમાં ચાર વરસનો ગાળો છે,બંસીવાળો કનૈયો જરા કાળો છે. રાધા કેવી નિશાળમાં તુ ભણતી’તી,તારા સરવાળે મોટો ગોટાળો છે,બંસીવાળો કનૈયો જરા કાળો છે. રાધા કહે હું શ્યામ તને નહી પરણું,અમે આહીરને તુ ભરવાડો છેબંસીવાળો કનૈયો જરા કાળો છે. […]
-
46 બોલમા રે રાધાકૃષ્ણ વિના
બોલમાં બોલમાં બોલમા રેરાધાકૃષ્ણ વિના બીજું બોલમાં. સાકર શેરડીનો સ્વાદ ત્યજીને,કડવો તે લીમડો ઘોળ્યમાં રેરાધાકૃષ્ણ વિના બીજું બોલમાં. ચાંદા સૂરજનું તેજ ત્યજીને,આગિયા સંગાથે પ્રીત જોડમા રેરાધાકૃષ્ણ વિના બીજું બોલમાં. હિરા, માણેક ને ઝવેર ત્યજીને,કથીર સંગાથે મણિ તોલ્યમાં રેરાધાકૃષ્ણ વિના બીજું બોલમાં. બાઇ મીરા કહે વ્હાલા ગિરિધર નાગર,રહેજો સંતોની સંગમાં રેરાધાકૃષ્ણ વિના બીજું બોલમાં.
-
45 મને મારું ગોકુળ યાદ બહુ આવે
મને મારું ગોકુળ યાદ બહુ આવે.સોનાની દ્વારકામાં ઘડીએ ન ફાવેમને મારું ગોકુળ યાદ બહુ આવે. મને મારા નંદબાબા યાદ બહુ આવે.મારા માટે વાંસની વાંસળી લઇ આવે,મને મારું ગોકુળ યાદ બહુ આવે. મને મારી જશોદા મા યાદ બહુ આવે.ખોળામાં બેસાડી કેવા લાડ લડાવે,મને મારું ગોકુળ યાદ બહુ આવે. મને મારા ગોવાળ યાદ બહુ આવે.ગાયો ચરાવવા સાથે […]
-
44 નમ શિવાય ૐ નમ શિવાય
નમઃ શિવાય, ૐ નમઃ શિવાય,હર હર ભોલે નમઃ શિવાય.હર હર ભોલે નમઃ શિવાયૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય,હર હર ભોલે નમઃ શિવાય.હર હર ભોલે નમઃ શિવાયૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય,હર હર ભોલે નમઃ શિવાય.હર હર ભોલે નમઃ શિવાયૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય,હર હર ભોલે […]
-
43 રાધે રાધે શ્યામ બોલો
રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારીમોહનમુરારી બોલો શ્યામ ગિરધારી,રાધે રાધે શ્યામ બોલો… શ્રાવણની કાળી કાળી રાતડી અંધારી,મથુરાની જેલમાં જન્મ્યા મુરારીરાધે રાધે શ્યામ બોલો… વનરાતે વનમાં વ્હાલે ગાયુ રે ચરાવી,બંસરી બજાવે કેવી લાગે પ્યારી પ્યારીરાધે રાધે શ્યામ બોલો… રાધારાની ભોલી ભાલી ચતુર મુરારીબંસરીના સુરે રાધા નાચે લટકાળીરાધે રાધે શ્યામ બોલો… રાત દિન જોવું વ્હાલા વાટડી તમારીરાધે […]
-
42 આવે ભલે સંકટ હજાર
આવે ભલે સંકટ હજાર ભગવાનમને ભરોસો તમારો.પડે ભલે દુઃખડા હજાર ભગવાનમને ભરોસો તમારો. વિઘન તો રોજ રોજ આવતાં ને જાતાં,શ્રધ્ધા અડગ મારી વિશ્વવિધાતા,તમે મારા રુદિયે રહેનારભગવાન મને ભરોસો તમારો. જીવનની નૈયાનાં તમે છો સુકાની,હાથ મારો ઝાલી પ્રભુ લેજો ઉગારી,અરજી આ બાળની સ્વીકારોભગવાન મને ભરોસો તમારો.
-
41 મેરે સચ્ચે દિલસે લગન લગી
મેરે સચ્ચે દિલસે લગન લગીભગવાન મિલેંગે કભી ન કભી.ભગવાન મિલેંગે કભી ન કભીમુજે શ્યામ મિલેંગે કભી ન કભી.મેરે સચ્ચે દિલ… ફૂલો મે મિલે કાંટો મેં મિલે,કલિયો મેં મિલેંગે કભી ન કભી.મંદિર મેં મિલે, મસ્જિદ મેં મિલે,ગુરુ દ્વારે મિલેંગે કભી ન કભી.મેરે સચ્ચે દિલસે… ગંગામેં મિલે, યમુના મેં મિલેસાગર મેં મિલેંગે કભી ન કભી.ચંદામે મિલે સૂરજ […]
-
40 સીતારામ બોલો વખત વીતી
સીતારામ બોલો વખત વીતી જાય છે,આજ બોલું, કાલ બોલું કાલ કેવી થાય છેસીતારામ બોલો… કમળ ઉપર ભમર બેઠો કમળનો આધાર છે,કમળ કરમાઇ જાતાં ભમરનો પ્રાણ જાય છેસીતારામ બોલો… કૈકેઇ માના વચને ચાલી રામ વનમાં જાય છે,રામ વનમાં જાતાં દશરથના પ્રાણ જાય છેસીતારામ બોલો… મૂળ વિનાનો દેહ છે એક પવનનો આધાર છે,પવન થંભી જાતાં અવસર છુટી […]
-
39 ભજી લે ભોળાનાથ
ભજીલે ભજીલે ભોળાનાથભવસાગર તરવાને કાજ.ભજીલે ભજીલે ભોળાનાથ… રામને લક્ષ્મણ વનમાં ચાલ્યા,સાથે સતી સીતાનો સાથભવસાગર તરવાને કાજ.ભજીલે ભજીલે ભોળાનાથ… પાંચેય પાંડવ વનમાં ચાલ્યા,સાથે દ્રૌપદીનો સાથભવસાગર તરવાને કાજ.ભજીલે ભજીલે ભોળાનાથ… હરીશ્ચંદ્ર તારામતી વનમાં ચાલ્યા,સાથે રોહીત નાના બાળભવસાગર તરવાને કાજ.ભજીલે ભજીલે ભોળાનાથ…