-
28 હા રે માતા દેવી સરસ્વતી
હા રે માતા દેવી સરસ્વતી,દેવી સરસ્વતીવંદે છે તારાં બાળકો હા રે માતા તારા મંદિરિયે,તારા મંદિરિયેઆવે છે નાનાં બાળકો હા રે માતા ફૂલડાની માળા,ફૂલડાની માળાપહેરાવે નાનાં બાળકો હારે માતા એટલી વિનંતિએટલી વિનંતિવિદ્યાનું દાન અમને આપજો હા રે માતા દેવી સરસ્વતી,દેવી સરસ્વતીવંદે છે તારાં બાળકો
-
27 પરમ કૃપાળુ પરમેશ્વર
ઓ પરમ કૃપાળુ પરમેશ્વરમને પ્રેમળપંથ બતાવોનેઆ સ્વાર્થભર્યા મુજ અંતરમાંપ્રભુ સહુનું હિત વસાવોનેહે પરમ કૃપાળુ ઘડી રાગ કરુ,ઘડી દ્વેશ કરુ,ઘડી અંતરમાં અભિનામ કરુએ અભિમાનની અગન તણાંમુજ દિલના ડાઘ મિટાવોનેહે પરમ કૃપાળુ છો માતા પિતા બાંધવ સહુનાહિતકારી પ્રભુ જગજંતુનાહે સકલ વિશ્વના સર્જનહારસત્ જ્ઞાન દિપક પ્રગટાવોનેહે પરમ કૃપાળુ
-
26 ચોરી ચોરી માખન
ચોરી ચોરી માખન ખાઇ ગયો રેપેલો છોરો ગોવાળિયો. મૈને ઉસે પુછા કિ નામ તેરા ક્યા હૈ.કિશન કનૈયા બતાઇ ગયો રેપેલો છોરો ગોવાળિયો. મૈને ઉસે પુછા કિ ગાઁવ તેરા ક્યા હૈ.ગોકુલ મથુરા બતાઇ ગયો રેપેલો છોરો ગોવાળિયો. મૈને ઉસે પુછા કિ કામ તેરા ક્યા હૈ.ગૈયા ચરાના બતાઇ ગયો રેપેલો છોરો ગોવાળિયો. મૈને ઉસે પુછા મા-બાપ તેરે […]
-
25 કનૈયા નટવર રાધેશ્યામ
કનૈયા નટવર રાધેશ્યામકનૈયા નટવર રાધેશ્યામ.કનૈયો ગાયોનો ગોવાળ,કનૈયો ગાયોનો ગોવાળ.કનૈયા નટવર રાધેશ્યામ કનૈયા ગોકુળ તારું ગામ,કનૈયા ગોકુળ તારું ગામ.કનૈયો નંદનો છે લાલ,કનૈયો નંદનો છે લાલ.કનૈયા નટવર રાધેશ્યામ કનૈયો દ્વારકાનો નાથ,કનૈયો દ્વારકાનો નાથ.કનૈયા કરું તને પ્રણામ,કનૈયા કરું તને પ્રણામ.કનૈયા નટવર રાધેશ્યામ
-
24 કૃષ્ણ કૃષ્ણ બોલોને ધૂન મચાવો
કૃષ્ણ કૃષ્ણ બોલોને ધૂન મચાવો.રાધેશ્યામ બોલોને ધૂન મચાવો. માતા જેના દેવકીનેપિતા વાસુદેવ છે.એવા સુંદિર શામળિયાનીધૂન મચાવો. ગોકુળ જેનું ગામ છે નેભક્તિ કેરું ધામ છે.રાધાજીનો પ્રિતમ વ્હાલોમીરાનો કિરતાર છે. એવા સુંદિર શામળિયાનીધૂન મચાવો.કૃષ્ણ કૃષ્ણ બોલોનેધૂન મચાવો.
-
23 મને કોઇ તો બતાવો નંદલાલ
મને કોઇ તો બતાવો નંદલાલ,કનૈયો મારો ખોવાણો.મને કોઇ તો બતાવો મારો શ્યામ,કનૈયો મારો ખોવાણો. ઓરડામાં જોયું કે મેં તોઓસરીમાં જોયું.રસોડામાં નથી મારો લાલ,કનૈયો મારો ખોવાણો.મને કોઇ તો બતાવો નંદલાલ,કનૈયો મારો ખોવાણો. ગોકુળમાં જોયું મેં તોમથુરામાં જોયું.દ્વારકામાં નથી મારો લાલ,કનૈયો મારો ખોવાણો.મને કોઇ તો બતાવો નંદલાલ,કનૈયો મારો ખોવાણો.
-
22 રાધા ઢૂંઢ રહી
રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા.શ્યામ દેખા ઘનશ્યામ દેખા રેરાધા ઢૂંઢ રહી રાધા તેરા શ્યામ હમને વ્રજધામમેં દેખા.બંસી બજાતે હુએ કી રાધા તેરા શ્યામ દેખારાધા ઢૂંઢ રહી રાધા તેરા શ્યામ હમને ગોકુલ મેં દેખા.ગૈયા ચરાતે હુએ કી રાધા તેરા શ્યામ દેખારાધા ઢૂંઢ રહી રાધા તેરા શ્યામ હમને વૃંદાવન મેં દેખા.રાસ રચાતે હુએ કી રાધા […]
-
21 કરજો કરજો નૈયા પાર
કરજો કરજો નૈયા પાર,કનૈયા તારો છે આધાર. નાગર નંદજીના લાલ,કનૈયા તારો છે આધારકરજો કરજો મારી ડગમગ ડોલે નૈયા,એને પાર કરોને કનૈયાતું છે ભવજલ તારણહાર,કનૈયા તારો છે આધારકરજો કરજો પ્રભુ મારું સુકાન હાથે ધરજો,મારી નૈયા નિર્ભય કરજો,નામે ઉતરીએ ભવ પાર,કનૈયા તારો છે આધારકરજો કરજો
-
20 હરિ તારા નામ છે હજાર
હિર તારા નામ છે હજારક્યા નામે લખવી કંકોતરી.રોજ રોજ બદલે મુકામ,ક્યા નામે લખવી કંકોતરી. મથુરામાં મોહન તું,ગોકુળમાં ગોવાળીયો.દ્વારકામાં રાજા રણછોડ,ક્યા નામે લખવી કંકોતરી. કોઇ તને રામ કહે,કોઇ તને શ્યામ કહે.કોઇ કહે નંદનો કિશોરક્યા નામે લખવી કંકોતરી. નરસિંહ મહેતાનોપ્રભુ સ્વામી શામળીયો.મીરાનો ગિરધર ગોપાલ,ક્યા નામે લખવી કંકોતરી.
-
19 રામ રટણ સાંજ સવારે
રામ રટણ સાંજ સવારે,બીક પછી કોની અમારે.પ્રભુ ભજન સાંજ સવારે,બીક પછી કોની અમારે. દુનિયા દો રંગી વ્હાલાઆજ અને કાલ શુંઅંતે એકલા જવાનુંમાયાને મુડી શુંરામરટણ સાંજ સવારે,બીક પછી કોની અમારે. રામ રટણ મહિમાથીસઘળો સંસાર છેસુખમાં ને દુખમાં મારેએક જ આધાર છેરામ રટણ સાંજ સવારે,બીક પછી કોની અમારે.