Category: 19 નરસિંહ મેહતાના ભજન

  • 53 મોહન મોરલી વાગી રે

    મોહન મોરલી વાગી રેમોહનવરની મોહક મોરલી વાગી સૂતી’તી શાંત બનીને,નિદ્રામાં નાદ સુણીને,રજનીએ ઝબકી જાગી જાગી રેમોહનવરની… સૂનાં ઘરબાર છોડી,મોરલી સાંભળવા દોડી,લગની વહાલાની લાગી લાગી રેમોહનવરની… આધારે ચાલી સ્વરને,ભેટી હું ભૂધરવરને,આ ભવની ભાવટ ભાંગી ભાંગી રેમોહનવરની… નરસૈંયાનો સ્વામી મળિયો,મનનો મનોરથ ફળિયો,થઈ છું હવે હું સદભાગી રેમોહનવરની…

  • 52 હારને કાજે નવ મારીએ

    હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ‚હઠીલા હરજી અમને‚માર્યા રે પછી રે મારા નાથજી‚બહુ દોષ ચડશે તમને…એવા હારને કાજે નવ મારીએ… હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ‚હાર તમે લાવોને વ્હેલા‚માંડલિક રાજા અમને મારશે‚દિવસ ઊગતાં પહેલાં…એવા હારને કાજે નવ મારીએ… નથી રે જોતો હીરાનો હારલો‚વેગે તમે ફૂલડાંનો લાવો‚દયા રે કરીને દામોદરા‚દાસને બંધનથી છોડાવો…એવા […]

  • 51 માલણ લાવે મોગરો રે

    માલણ લાવે મોગરો રે,કાચી કળીનો હાર;આવતાં ભીંજે ચૂંદડી,રણ મેઘ ન પડે ધાર. રૂપલા કેરી ઊંઢાલણી રે,સોના કેરી થાળ;પીરસે પદ્મિની પાતળી રે,તમે આરોગો નંદલાલ. ચંદ્ર વિના શી ચાંદની રે,દીવડા વિના શી રાત;હરજી વિના શી ગોઠડી,મારે જવું શામળિયા સાથ. પાંચસાત ગોપીઓ ટોળે મળી રે,ઊભી ચાંપલિયા હેઠ;છેલ કાનુડો આવશે,પેલી પાતલડીને ઘેર. આંબુડો વાવે મલગુગડો,જાંબુડો લહરે રે જાય;ભલે મળ્યો […]

  • 50 બાપજી પાપ મેં કવણ કીધાં હશે

    બાપજી પાપ મેં કવણ કીધાં હશે,નામ લેતાં તારું નિંદ્રા આવે;ઉંઘ આળસ આહાર મેં આદર્યાં,લાભ વિના લવ કરવી ભાવેબાપજી દિન પૂઠે દિન તો વહી જાય છે,દુર્મતિનાં મેં ભર્યાં રે ડાળાં;ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી,ખાંડ્યાં સંસારનાં થોથાં ઠાલાંબાપજી દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં,ભીડ-ભંજન તારું નામ સાચું;ફરી ફરી વર્ણવું, શ્રી હરિ તુજનેપતિત-પાવન તારું નામ સાચુંબાપજી તારી […]

  • 49 પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર

    પ્રેમરસ પાને, તું મોરના પિચ્છધરતત્વનું ટૂંપણું તુચ્છ લાગે;દૂબળા ઢોરનું કુશકે મન ચળે,ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,શુકજીએ સમજી રસ સંતાડ્યો;જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો,મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;પ્રેમને વશ થઈ વ્રજ તણી ગોપિકા,અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રીતની રીત તો પરમ […]

  • 48 પ્રાત હવું પ્રાણપતિ

    પ્રાતઃ હવું પ્રાણપતિ ! ઈંદુ ગયો આથમી,કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી ?નાથ ! મેલો હવે બાથ માંહે થકીશું કરશો હે બાંહ ઝાલી ? અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી,તેજ તારા તણું ક્ષીણ દીસે;દીપક-જ્યોત તે ક્ષીણ થઈ જાદવા,વચ્છ ધવરાવવા ધેન હીસે. લલિત અતિ સુંદરી લલિત આલાપતીદધિમંથન ઘોષ ઘેર ધાયૈ;શબ્દ સોહામણાં સાવજાં અતિ કરેસુરભિત શીતલ પવન વાયે. […]

  • 47 પાછલી રાતના નાથ પાછા વળ્યા

    પાછલી રાતના નાથ પાછા વળ્યા,શું કરું રે સખી ? હું ન જાગી;નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈવહાલોજી દઈ ગયા વાચ, રાખી. કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ?પરથમ જઈ એને પાય લાગું;સરસ છે શામળો, મેલશે આમળોજઈ રે વ્હાલા કને માન માંગું. ‘ઊઠ આળસ તજી, નાથ નથી ગયા હજી,દ્વાર ઊભા હરિ હેત જોવા;ધન્ય રે ધન્ય નરસૈંયાના […]

  • 46 મૈ કાનુડા તેરી ગોવાલણ

    મૈ કાનુડા તેરી ગોવાલણ,મોરલીએ લલચાણી રે…મૈં કાનુડા. હરખે ઈંઢોણી માથે લીધી,ભરવા હાલી હું તો પાણી રે,ગાગર ભરોંસે ગોળી લીધી,આરાની હું અજાણી રે…મૈં કાનુડા. ગાય ભરોંસે ગોધાને બાંધ્યો,દોહ્યાંની હું અજાણી રે,વાછરું ભરોંસે છોકરાં બાંધ્યા,બાંધ્યા છે બહુ તાણી રે…મૈં કાનુડા. રવાઈ ભરોંસે ઘોસરું લીધું,વલોવ્યાની હું અજાણી રે,નેતરાં ભરોંસે સાડી લીધી,દૂધમાં રેડયાં પાણી રે…મૈં કાનુડા ઘેલી ઘેલી મને […]

  • 45 નાચતાં નયન નયણાં મળ્યાં

    નાચતાં નાચતાં નયન-નયણાં મળ્યાં,મદભર્યા નાથને બાથ ભરતાં,ઝમકતે ઝાંઝરે તાળી દે તારુણીકામિની કૃષ્ણ-શું કેલિ કરતાં. પ્રેમદા પ્રેમશું અધર ચુંબન કરે,પિયુ-સંગ પરવરી સબળ બાળા,તાલ-વૃંદગ મધ્ય ઘમઘમે ઘૂઘરી,શ્યામ-શ્યામા કરે ચપળ ચાળા. ઉર-શું ઉર ધરે, નાથ રંગે રમેજેહને જ્યમ ગમે ત્યમ રમતાં,ભણે નરસૈંયો રંગરેલ-ઝકોળ ત્યાં,રણ ઠર્યો સપ્ત સ્વર ગાન કરતાં.

  • 44 ધ્યાન ધર નેત્રમાં નાથ છે

    ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે,અંતર ભાળની એક સુરતિ;દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે,અજબ અનુપમ અધર મૂરતિધ્યાન ધર મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે,નીરખતી નૌતમ સંગ સહેલીધ્યાન ધર મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી,ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજેધ્યાન ધર સુરત સંગ્રામ વિશે […]