-
43 જળકમળ છાંડી જાને બાળા
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશેજાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશેજળકમળ કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?જળકમળ નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો,મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારિયોજળકમળ રંગે રૂડો, રૂપે પુરો, દીસંતો કોડિલો કોડામણો,તારી માતાએ કેટલા જનમ્યાં, […]
-
42 ચાલ રમીએ સહિ મેલ મથવું મહી
ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,વસંત આવ્યો વનવેલ ફૂલી;મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. પહેર શણગાર ને હાર, ગજગામિની,ક્યારની કહું છું જે ચાલ ઊઠી;રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,આજ તો લાજની દુહાઈ છૂટી. હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,ખોયેલા દિવસનો ખંગ વળશે.
-
41 ચાંદની રાત કેસરિયા તારા રે
ચાંદની રાત કેસરિયા તારા રેપોઠી ભરી ચાલ્યા વણઝારા રે. વણઝારે આડત કીધી રે,કાયાનગરી ઈજારે લીધી રે. દાણી દાણ ઘટે તે લેજો રે,પોઠી અમારી જાવા દેજો રે. જેવા વાડીના કુમળા મરવા રે,તેવા પોઠી અમારે ભરવા રે. ભલે મળિયા ભલે મળિયા રે,તારા ગુણ નવ જાય કળિયા રે. મહેતા નરસૈંયાના સ્વામી રે,સર્વે ગોપી આનંદ પામી રે
-
40 ગોરી તારે ત્રાજૂડે રે
ગોરી તારે ત્રાજૂડે રે,મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે;રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે,કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે,ગોફણે ઘૂઘરી ઘમકે રે;શીશ દામણી એણી પેર સોહે,જેમ ગગન વીજળી ચમકે રે. નિલવટ આડ કરી કેસરની,માંહે મૃગમદની ટીલી રે;આંખલડી જાણે પાંખલડી,હીડે લીલાએ લાડગહેલી રે. આ કંચવો તમે ક્યાં સિવડાવ્યો,શણગટ વાળ્યો શું ધારી રે ?આ વેણી […]
-
39 ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં
ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;સૂતું નગર બધું જગાડિયુંતે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર. સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,પિયુડો તે પોઢ્યો પાડોશણ પાસ;એક ને અનેક વહાલો મારો ભોગવે રે,અમને નહિ અમારાની આશ ! કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,સૈયર ઢાંક્યો ક્યમ જાય ?મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે,પરણ્યો કાઢી ક્યમ […]
-
38 ગિરિ તળેટી ને કુંડ દામોદર
ગિરિ તળેટી ને કુંડ દામોદરત્યાં મેહતાજી ન્હાવા જાયઃઢેઢ વરણમાં દ્રઢ હરીભક્તિ,તે પ્રેમ ભરીને લાગ્યા પાયગિરિ કર જોડીને પ્રાર્થના કીધી,વિનતિતણા બહુ વદ્યા રે વચનઃમહાપુરુષ અમ અરજ એટલી,અમારે આંગણે કરો રે કીર્તનગિરિ પ્રેમ પદારથ અમો પામિયે,વામીયે જનમ મરણ જંજાળઃકર જોડતા કરુણા ઉપજી,મહેતાજી વૈષ્ણવ પરમ દયાળગિરિ પક્ષાપક્ષી ત્યાં નહિં પરમેશ્વર,સમદ્રષ્ટિ ને સર્વ સમાનઃગૌમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો,એવું વૈષ્ણવને […]
-
37 કેસરભીનાં કાનજી
કેસરભીનાં કાનજી,કસુંબે ભીની નાર;લોચન ભીનાં ભાવશું,ઊભાં કુંજને દ્વારકેસરભીનાં કાનજી બેમાં સુંદર કોને કહીએ,વનિતા કે વ્રજનાથ;નિરખું પરખું પુરુષોત્તમને,માણેકડાં બેહુ હાથકેસરભીનાં કાનજી વેગે કુંજ પધારિયા,લચકે થઈ ઝકઝોળ;નરસૈંયાનો સ્વામી ભલે મળ્યો,રંગ તણાં બહુ રોળકેસરભીનાં કાનજી
-
36 કાનજી તારી મા કહેશે પણ
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રેએટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રેકાનજી તારી મા માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રેગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રેકાનજી તારી મા ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રેભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રેકાનજી તારી મા […]
-
35 એવા રે અમો એવા રે એવા
એવા રે અમો એવા રે એવાતમે કહો છો વળી તેવા રેભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશોતો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યુંપહેલું હતું ઘર-રાતું રે,હવે થયું છે હરિરસ-માતુંઘેર ઘેર હીંડે છે ગાતું રે. કર્મ-ધર્મની વાત છે જેટલીતે મુજને નવ ભાવે રે,સઘળા પદારથ જે થકી પામ્યોતે મારા પ્રભુજીની તોલે ના’વે રે. સઘળા સંસારમાં એક […]
-
34 ઊંચી મેડી તે મારા સંતની રે
ઊંચી મેડી તે મારા સંતની રે,મેં તો મા’લી ન જાણી રામ હો રામઊંચી મેડી તે મારા સંતની રે. અમને તે તેડાં શીદ મોક્લ્યાં,કે મારો પીંડ છે કાચો રામ,મોંઘા મૂલની મારી ચુંદડી,મેં તો મા’લી ન જાણી રામ.. હો રામઊંચી મેડી તે મારા સંતની રે…. અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં,અડધાં ઉપર ઓઢાડ્યાં રામચારે છેડે ચારે જણાં,તોયે ડગમગ થાયે […]