Category: 19 નરસિંહ મેહતાના ભજન

  • 33 આજની ઘડી તે રળિયામણી

    આજની ઘડી તે રળિયામણી,મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રેઆજની ઘડી… જી રે તરિયા તોરણ તે બંધાવિયા,હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રેઆજની ઘડી… જી રે લીલુડાં વાંસ વઢાવિયા,હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રેઆજની ઘડી… જી રે પૂરો સોહાગણ સાથિયો,હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રેઆજની ઘડી…. જી રે જમુનાના નીર મંગાવિયે,હે મારા વ્હાલાજીના […]

  • 32 આજ વૃંદાવન આનંદ સાગર

    આજ વૃંદાવન આનંદ સાગર,શામળિયો રંગે રાસ રમે;નટવર-વેશે વેણ વજાડે,ગોપી મન ગોપાળ ગમે. એક એક ગોપી સાથે માધવ,કર ગ્રહી મંડળ માંહે ભમે;તા થૈ તા થૈ તાન મિલાવે,રાગ-રાગણી માંહે ઘૂમે. સોળ કલાનો શશિયર શિર પર,ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે;ધીર સમીરે જમુનાતીરેતનના તાપ ત્રિવિધ શમે. હરખ્યા સુરનર દેવ મુનિજનપુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી,એને કાજે જે દેહ દમે.

  • 31 નયણાં સફળ થયાં નાથને નીરખી

    આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું;પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું. વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે. કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,સ્વર પૂરે સર્વ સુંદરી, અતિ આનંદ થાયે. ધન્ય જમુનાનો તટ, ધન્ય વ્રજનો રે […]

  • 30 શેરી વળાવી સજ્જ કરું

    આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો નેઆંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો નેશેરી.. આ દાતણ દેશું દાડમી ઘરે આવો નેદેશું કણેરી કાંબ, મારે ઘરે આવો નેશેરી.. આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો નેશેરી.. […]

  • 29 અમે મહિયારાં રે ગોકુળ ગામનાં

    અમે મહિયારાં રે ગોકુળ ગામનાંમારે મહી વેચવાને જાવાંમહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહીં વેચવાને નીસરીનટખટ એ નંદકિશોર માગે છે દાણ જીહે મારે દાણ દેવા, નહીં લેવા,મહિયારા રે ગોકુળ ગામના યમુનાને તીર વા’લો વાંસળી વગાડતોભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતોહે મારે જાગી જોવું ને જાવું.મહિયારા રે ગોકુળ ગામનાં માવડી જશોદાજી કાનજીને વારોદુ:ખડા હજાર દિયે નંદજીનો લાલોહે […]

  • 28 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,જૂજવે રૂપે અનંત ભાસે;દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસેઅખિલ બ્રહ્માંડમાં…. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરાવૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;વિવિધ રચના કરી અનેક રસ લેવાને,શિવ થકી જીવ થયો એ જ આશેઅખિલ બ્રહ્માંડમાં…. વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,કનક કુંડલ વિષે ભેદ ન હોયે;ઘાટ ઘડિયા પછી […]

  • 27 વા વાયાને વાદળ ઉમટ્યા

    વા વાયાને વાદળ ઉમટ્યા…૨હે ગોકુળમા ટહૂક્યા મોરમળવા આવો સુંદિરવર શામળીયા હે તમે મળવા તે ના વો શા માટેનહિ આવો તો નંદજીની આણમળવા આવો સુંદિરવર શામળીયા તમે ગોકુળમા ગૌ ધન ચોરંતાતમે છો રે સદાના ચોરમળવા આવો સુંદિરવર શામળીયા તમે કાળી તે કામળી ઓઢતાતમે ભરવાડોના ભાણેજમળવા આવો સુંદિરવર શામળીયા તમે વ્રજમા તે વાસળી વાજંતાતમે ગોપીઓના ચીતના ચોરમળવા […]

  • 26 વેણલા રે વાયા કાનુડા વેણલા

    (વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયાજાગો ને જશોદાના જાયા વેણલા વાયા)…૨જાગો ને જશોદાના જાયા વેણલા વાયાતમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…જાગો ને જશોદાના જાયા વેણલા વાયા…૨પંખીડા બોલે રે વાલા….જી પંખીડા બોલે રે વાલા, રજની રહી થોડી રે‚સેજલડીથી ઊઠો વાલા આળસડાં મરોડો રેજાગો ને જશોદાના કુવર વેણલા વાયા…૨વેણલા રે વાયા કાનુડા….. પાસુ રે મરડો તો […]

  • 25 પઢો રે પોપટ રાજા રામના રે

    પઢો રે પોપટ રાજા રામના રે,સતી સીતાજી રે પઢાવેપાસે રે બંધાવી એજી પાંજરુ,મુખ થી રામ જપાવે…જીહેજી પઢો રે પોપટ રાજાએ રામના,રાજાએ રામના હેજી પોપટ તારે કારણે,એ લીલા વાંસ વઢાવુ…૨તેનુ રે ઘડાવું પોપટ પાંજરુ,હીરલા રતને જડાવું રેજી…૨હેજી પઢો રે પોપટ રાજાએ રામના… હેજી પોપટ તારે કારણે,કેવી કેવી રસોઇ બનાવુ…૨સાકરનાં કરીને હેજી ચુરમા,ઉપર ઘી પિરસાવું રેજી…૨હેજી પઢો […]

  • 24 જાગીને જોઉ તો જગ દિસે નહી

    જાગીને જોઉ તો જગ દિસે નહીઉંઘમા અટપટા ભોગ ભાસેચિત્ત ચૈતન્ય વિલાસ કદરૂપ છેબ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસેજાગીને જોઉ તો…. પંચ મહાભુત પરબ્રહ્મ વીશે ઉપજ્યાઅણ અણુમાહી રહ્યા રે વળગીફૂલને ફળ તો તો વૃક્ષના જાણવાથડ થકી ડાળ નવ હોય અળગીજાગીને જોઉ તો…. વેદ તો એમ વદે શ્રુતી સ્મૃતિ શાખ દેકનક કુંડલ વિશે ભેદ ન હોયેઘાટ ઘડીયા પછી […]