Category: 16 પ્રભાતિયા ભજન

  • 32 સીતાજી પુછે રામચંદ્ર રાયને

    સીતાજી પુછેરે રામચંદ્ર રાયને રે,કરો તમે વડા ધરમની વાતરે હાસીતાજી અંતરના પડદારે સ્વામી તમે અળગા કરો રે,જેવી તેવી તોય તમારા ઘરની નાર રે હાસીતાજી ચાંદો ને સુરજ રે દોનો નોતા રે,નોતા નોતા ધરણી ને આકાશ રે હાસીતાજી એવા પાત્ર રે છોટાને વસ્તુ ઘણી મોટીયુ રે,એને ઠામ વિના કેમ દેવાય રે હાસીતાજી લક્ષમણજી ને કાચો પારો […]

  • 31 હારને કાજે નવ મારીએ

    હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ‚હઠીલા હરજી અમને‚માર્યા રે પછી રે મારા નાથજી‚બહુ દોષ ચડશે તમને…એવા હારને કાજે નવ મારીએ… હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ‚હાર તમે લાવોને વ્હેલા‚માંડલિક રાજા અમને મારશે‚દિવસ ઊગતાં પહેલાં…એવા હારને કાજે નવ મારીએ… નથી રે જોતો હીરાનો હારલો‚વેગે તમે ફૂલડાંનો લાવો‚દયા રે કરીને દામોદરા‚દાસને બંધનથી છોડાવો…એવા […]

  • 30 જાગો બંસીવાલે

    જાગો બંસીવાલે લલના,જાગો મોરે પ્યારે. રજની બીતી ભોર ભયો હૈધરઘર ખુલે કિંવારે,ગોપી દહીં મથત સુનિયત હૈકંગના કે ઝનકારેજાગો બંસીવાલે. ઊઠો લાલજી ભોર ભયો હૈસુર નર ઠાઢે દ્વારે,ગ્વાલબાલ સબ કરત કોલાહલજય જય સબદ ઉચ્ચારેજાગો બંસીવાલે. માખન રોટી હાથ મેં લીનીગઉવનકે રખવારે,મીરાં કે પ્રભુ ગિરિધર નાગરશરણ આયા હું તારેજાગો બંસીવાલે.

  • 29 જાગો રે અલબેલા કાના

    જાગો રે અલબેલા કાનામોટા મુકુટધારી રે,સહુ દુનિયા તો સૂતી જાગી,પ્રભુ તમારી નિદ્રા ભારી રેજાગો રે… ગોકુળ ગામની ગાયો છૂટીવણજ કરે વેપારી રે,દાતણ કરો તમો આદે દેવા,મુખ ધુઓ મોરારિ રેજાગો રે… ભાતભાતનાં ભોજન નીપાયાંભરી સુવર્ણથાળી રે,લવંગ, સોપારી ને એલચી,પ્રભુ પાનની બીડી વાળી રેજાગો રે… પ્રીત કરી ખાઓ પુરુષોત્તમખવડાવે વ્રજની નારી રે,કંસની તમે વંશ કાઢી,માસી પૂતના મારી […]

  • 28 જા જા નિંદરા હું તુંને વારું

    જા જા નિંદરા હું તુંને વારુંતું છો નાર ધુતારી રે…(2)નિદ્રા કહે નહી ? હું તારી,હું છું શંકર ઘેર નારી રે.(2)પશુ-પંખીને સુખડાં આપું,દુખડા મેલું વિસારીજા જા નિંદરા…(1) એક સમય રામ વનમાં પધાર્યા,લક્ષ્મણને નિંદરા આવી રે..(2)સતી સીતાને કલંક લાગાવ્યું,ભાયુમાં ભ્રાંત પડાવી રેજા જા નિંદરા….(2) જોગી લુટ્યા.ભોગી લુટ્યાં,લુટ્યાં તે નેઝાધારી રે ..(2)એકલ સગુને વનમાં લુટ્યાં,કયા કરે સંસારીજા જા […]

  • 27 રામ ભજતું રામ ભજીલે

    રામ ભજતું રામ ભજીલે,પ્રભુ ભજીલે પ્રાણીયા…હરી ભજીલે પ્રભુ ભજ્યાં ઇ તો પાર પહોંચે,ચૌદ લોકે જાણીયા..રામ ભજીલેસોમે માયા ભેળી કીધી,દાંટી બેઠો ભોણીયાં..(2)મરણ વેળાએ એને કામ ન આવી,અવગતે આણીયા…હરી ભજીલે..(1) મોહ માયા એ બહું બંધ લીધા,એમાં પ્રભુ ભજ્યાનો પ્રાણીયાં..(2)ભૂંડી વેળાનાં ભૂત સરજ્યા,એમ કહેતો જાય જે પ્રાણીયા…હરી ભજીલે…(2) માયા મસની ઓરડી છે,એમાં કોઇ વિરલા રહિ જાણીયા..(2)ખાધી પીધીને ખુબ […]

  • 26 એજી હારને કાજે નવ મારીચે

    એજી હારને કાજે નવ મારીચે,હઠીલા હરી અમને,માર્યા પછી મારા નાથજી,દોષ ચડશે ભઇ તમને…હારને કાજે..(1) હિરલા ફુલોનો હારલો,ગોવિંદા ગુંથીને લાવું રે..(2)દેહ અમારી દામોદરા,બંદી વાન છોડાવો રે…હારને કાજે..(2) અરધી રજની તો વીતી ગઇ,એ વિઠ્ઠલા જાગોને વહેલા હૈ..(2)માંડળીક આવી મારશે,રવિ ઉગર્યા પહેલા રે…હારને કાજે(3) કાંતો વિધાતા વેરણ થઇ,કાંતો ભરાણો તું રોષે રે..(2)કાંતો માંડળિક લાંચીયો,કાંતો ભરાણો તું રોષે રે..હારને […]

  • 25 દિન રે ઉગ્યો દામોદર

    દિન રે ઉગ્યો દામોદર,ઉઠો મારા આનંદ દાતાનારાયણ જાગો નિંદથીપો ફિટી પ્રભાતા….દિન રે ઉગ્યો (1) કોકીલા વનમાં કિલ્લોલ કરે,કમળ ખીલે સુંગધ સુહાતા,પૂર્વ દિશામાં પ્રકાશ ભયો,નભમાં તારા છુપાતાદિન ઉગ્યો (2) બાલક બછડાં સૌ સખી થયાંમાનથી ધવરાવે માતા.જંગલમાં જુઓને જાદવા,ચકવા રંગમાં રાતાદિન રે ઉગ્યો (3) માંગણ સૌ મોજું દીયે,જે જે જેના ગુણલા ગાતા,વહાલા હવે ધણો વિલંબ થયો,દર્શન કેમ […]

  • 24 લોચનિય સુનું રે કાજળ વિના

    લોચનિય સુનું રે કાજળ વિના,હૃદય સુનુ રે હરિ ભજન વિના મંદિર સુના એના દેવ વિના,એવા દેવ સુના રે, એના દિપક વિનાહૃદય સૂનું માતા હૈ સૂની એના પુત્ર વિના,એની બેનડી સુની રે એના બાંધવ વિનાહૃદય સૂનું ધરતી સુની એના મહેલ વિના,એવા મહેલ સુના એની મોરલી વિનાહૃદય સૂનું અયોધ્યા સુની રે એના દશરથ વિના,એવા દશરથ સુના એના […]

  • 23 સુખ દુઃખ મનમાં ન આણીએ

    સુખ દુઃખ મનમાં ન આણીએ,ઘટ સાથે રૈ ધડિયાં.ટાળીયા તે કોઇનાં નવ ટળે,રઘુનાથનાં જડિયાં…. નળ રાજા સરખો નર નહીં.જેની દમયંતી રાણી,અર્થે વસ્ત્ર વનમાં ભમ્યાં,ન મળ્યાં અન્ન ને પાણી…સુખ દુઃખ મનમાં….. પાંચ પાંડવ સરખાં બંધવા,જેને દ્રૌપદી રાણી,બાર વરસ વન ભોગવ્યાં.નયણે નિંદ્રા ન આણી..…..સુખ દુઃખ મનમાં… સીતા સરખી સતી નહીં,જેના રામજી સ્વામી,રાવણ તેને હરી ગયો,સતી મહાદુઃખ પામી….સુખ દુઃખ […]