-
31 ઝેર તો પીધા જાણી જાણી
ઝેર તો પીધા જાણી જાણીનથી રે પીધાં અણજાણી રે,મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી. કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;કડવી લાગે છે કાગવાણી રે.મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી. ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;તેનાં બનાવ્યાં દૂધ પાણી રે.મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી. રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;ક્રોધ રૂપે […]
-
30 જ્ઞાનકટારી મારી અમને
જ્ઞાનકટારી મારી અમનેજ્ઞાનકટારી મારી, અમને પ્રેમકટારી મારી. મારે આંગણે રે તપસીઓ તાપે રે.કાને કુંડળ જટાધારી રેરાણાજી, અમને… મકનોસો હાથી. લાલ અંબાડી રે.અંકુશ દઈ દઈ હારી રેરાણાજી, અમને… ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે,એવી છે ભક્તિ અમારી રેરાણાજી, અમને… બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર,ચરણકમળ બલિહારી રેરાણાજી, અમને…
-
29 જાગો રે અલબેલા કાના
જાગો રે અલબેલા કાનામોટા મુકુટધારી રે,સહુ દુનિયા તો સૂતી જાગી,પ્રભુ તમારી નિદ્રા ભારી રેજાગો રે… ગોકુળ ગામની ગાયો છૂટીવણજ કરે વેપારી રે,દાતણ કરો તમો આદે દેવા,મુખ ધુઓ મોરારિ રેજાગો રે… ભાતભાતનાં ભોજન નીપાયાંભરી સુવર્ણથાળી રે,લવંગ, સોપારી ને એલચી,પ્રભુ પાનની બીડી વાળી રેજાગો રે… પ્રીત કરી ખાઓ પુરુષોત્તમખવડાવે વ્રજની નારી રે,કંસની તમે વંશ કાઢી,માસી પૂતના મારી […]
-
28 જાગો બંસીવાલે
જાગો બંસીવાલે લલના,જાગો મોરે પ્યારે. રજની બીતી ભોર ભયો હૈધરઘર ખુલે કિંવારે,ગોપી દહીં મથત સુનિયત હૈકંગના કે ઝનકારેજાગો બંસીવાલે. ઊઠો લાલજી ભોર ભયો હૈસુર નર ઠાઢે દ્વારે,ગ્વાલબાલ સબ કરત કોલાહલજય જય સબદ ઉચ્ચારેજાગો બંસીવાલે. માખન રોટી હાથ મેં લીનીગઉવનકે રખવારે,મીરાં કે પ્રભુ ગિરિધર નાગરશરણ આયા હું તારેજાગો બંસીવાલે.
-
27 ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું
ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું?શું કરું રાજ તારાં ?શું કરું પાટ તારાં ? ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું?રાણા શું રે કરું ?ભૂલી ભૂલી હું તો ધર કેરાં કામરાણા, ચિતડાં ચોરાણાં અન્નડાં ન ભાવે નેણે નિદ્રા ન આવે.ગિરિધરલાલ વિના ઘડી ન આરામરાણા, ચિતડાં ચોરાણાં ચિત્તોડગઢમાં રાણી, ચોરેચૌટે વાતો થાય.માનો મીરાં, આ તો જીવ્યું ન […]
-
26 ઘેલાં અમે ભલે થયાં રે
ઘેલાં અમે ભલે થયાં રે,બાઈ મારે ઘેલામાં ગુણ લાધ્યો. આટલા દિવસ હરિ જાણ્યા વિનાનુંમન માયામાં બાંધ્યું,ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે,મારગ મળિયા સાધુઘેલા… ઘેલાં તો અમે હરિનાં ઘેલાં,નિર્ગુણ કીધાં નાથે,પૂર્વજન્મની પ્રીત હતીત્યારે હરિએ ઝાલ્યાં હાથેઘેલાં… ઘેલાંની વાતો ઘેલાં જ જાણે,ને દુનિયા શું જાણે વળી ?જે રસ તો દેવતાને દુર્લભ,તે રસ ઘેલાં માણે જરીઘેલાં… ઘેલાં મટી અમે ડાહ્યા […]
-
25 ઘડી એક નહીં જાય રે
ઘડી એક નહીં જાય રે,તમ દરસન બિન મોય,તુમ હો મેરે પ્રાણજી,કારૂં જીવણ હોય. ધાન ન ભાવે. નીંદ ન આવે,બિરહ સતાવૈ મોય.ઘાયલ સી ઘૂમત ફિરું રે.મેરો દરદ ન જાણે કોય. દિવસ તો ખાય ગવાઈયો રે,રણ ગવાઈ સોય.પ્રાણ ગવાયા ઝરતાં રેનૈન ગવાયા રોય. જો મૈં ઐસી જાણતી રે.પ્રીતિ કિયાં દુઃખ હોય,નગર ઢંઢેરા ફરતી રે.પ્રીતિ કરો મત કોય. […]
-
24 ગોવિંદો પ્રાણ અમારો
ગોવિંદો પ્રાણ અમારો રે,મને જગ લાગ્યો ખારો રે;મને મારો રામજી ભાવે રે,બીજો મારી નજરે ન આવે રે. મીરાંબાઈના મહેલમાં રે.હરિસંતનો વાસ;કપટીથી હરિ દૂર વસે,મારા સંતન કેરી પાસ…ગોવિંદો… રાણોજી કાગળ મોકલે રે,દો રાણી મીરાંને હાથ;સાધુની સંગત છોડી દો.તમે વસોને અમારે સાથ…ગોવિંદો… મીરાંબાઈ કાગળ મોકલે રે,દેજો રાણાજીને હાથ;રાજપાટ તમે છોડી રાણાજી,વસો સાધુને સાથગોવિંદો.. વિષનો પ્યાલો રાણે મોકલ્યો […]
-
23 ગોવિંદના ગુણ ગાશું
ગોવિંદના ગુણ ગાશું,રાણાજી, અમે ગોવિંદના ગુણ ગાશું. ચરણામૃતનો નિયમ હમારે,નિત્ય ઊઠી મંદિર જાશુંરાણાજી અમે. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,પ્રભુજી રૂઠે રે મરી જાશુંરાણાજી અમે. વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,ચરણામૃત કરી લેશુંરાણાજી અમે. બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,ચરણકમળ પર વારી જાશુંરાણાજી અમે.
-
21 કર્મનો સંગાથી રાણા મારૂ
કર્મનો સંગાથી કોઈ નથીહે જી રે કર્મનો સંગાથી,રાણા મારું કોઈ નથી.હે જી રે કર્મનો સંગાથી,હરિ વિણ કોઈ નથી. હો એક રે ગાયનાં દો-દો વાછરું,લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,એક રે બન્યો શિવજીનો પોઠિયો,બીજો ઘાંચીડાને ઘેરહે જી રે કર્મનો સંગાથી. હો એક રે માતાનાં દો-દો દીકરા,લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,એકને માથે રે છત્તર બિરાજે,બીજો ભારા વેચી ખાયહે […]