Category: 30 લગ્ન ગીત

  • 60 મુજ દ્વારેથી ઓ પંખીડા વિદાય

    મુજ દ્વારેથી ઓ પંખીડા,હસતા મુખડે જાજો રેહસતા મુખડે જાજો રે…વિદાય ટાણે ઓ પંખીડા,ગીત મધુરા ગાજો રેગીત મધુરા ગાજો રે.. પંખી મેળાની આ છે વાતું,આજે વિખરવાની વેળા રેઆજે વિખરવાની વેળા રે…કોણ જાણે ક્યારે પાછા,મળશું સાથ સંગાથે રેમળશું સાથ સંગાથે રે.. કાળ તણી આ વિદાય સમજી,ગીત મધુરા ગાજો રેગીત મધુરા ગાજો રે…તમ જવાથી સુના મેદાન,ઉપવન ગાજી ઉઠયા […]

  • 59 વીરા મારા બાપાને સંભાળજે વિદાય

    માડી તારો છેડો આજે છોડું છુંનવા આંગણ નવા સંબંધ જોડું છુંઆશિષ દેતા મુજને તું નિહાળજેવીરા મારા બાપાને સંભાળજે વિદાયની વસમી છે વેદનાવીરા મારા બાપાને સંભાળજેજાતા જાતા દીકરીની પ્રાર્થનાવીરા મારા બાપાને સંભાળજે આજે હૈયાને ખોલીવ્હાલમાં આસુંડા ઘોળીમારા કાંધે આવીનેભલે તું રડી લેજે રેકાલથી ના છલકે મોતી આંખનાવીરા મારા બાપાને સંભાળજેવિદાયની વસમી છે વેદનાવીરા મારા… તને મેં […]

  • 58 કોઇ આપે સોના દાન

    કોઇ આપે સોના દાન,કોઇ આપે રૂપા દાન,કોઇ આપે દિકરીના દાન,જતન કરી સાચવજો,હે જતન કરી સાચવજો, હે અમારે તો…અમારે ……….. ભાઇ (પિતા) હૈયાના ભોળાઅમારે ……….. બેન (માતા) મનડાના ભોળાએણે દઇ દિધા દિકરીના દાન,જતન કરી સાચવજો, અમારે તો….અમારે ……….ભાઇ (કાકા) મનડા ભોળાઅમારે ………..બેન (કાકી) હૈયાના ભોળાએણે દઇ દિધા ભત્રીજીનાં દાન,જતન કરીસાચવજો,હે જતન કરી સાચવજો અમારે તોઅમારે ……..ભાઇ […]

  • 57 મેં જાણ્યુંકે નવલા વેવાઈ

    મેં જાણ્યું કે નવલા વેવાઈ લાખના રે લોલએ તો નિકળ્યા સવા લાખના રે લોલસોહે રત્નાકર કેવડો રે લોલ મેં જાણ્યું કે સાડીયું લાવશે રે લોલઈતો સેલાઓ લાવ્યા સવા લાખના રે લોલસોહે રત્નાકર કેવડો રે લોલ મેં જાણ્યું કે મોતીડા લાવશે રે લોલઈતો હીરલાઓ લાવ્યા સવા લાખના રે લોલસોહે રત્નાકર કેવડો રે લોલ મેં જાણ્યું કે […]

  • 56 સખી સહિયરનો માંડવો રે

    સખી સહિયરનો માંડવો રે,માંડવો હેલે ચડયો.એના મહિયરનો….સખી સહિયરનો…..બેનનો માંડવો રેમાંડવો હેલે ચડયો. હે એના ચંદરવે ચિતર્યા છે મોરમાંડવો હેલે ચડયો.હે એના ઝૂમ્મરને રૂપલાની કોરમાંડવો હેલે ચડયો. હે એના તોરણીયે આંબાના પાનમાંડવો હેલે ચડયો.આજે આવી છે સાહયબાની જાનમાંડવો હેલે ચડયો. હે એના માંડવડે વાગે છે ઢોલમાંડવો હેલે ચડયો.સખી ઝીલે છે સંગીતના બોલમાંડવો હેલે ચડયો.

  • 55 મને રૂપાની ઝાંઝરી ઘડાવ

    મને રૂપાની ઝાંઝરી ઘડાવ,હો વાલમ વરણાગીએને મીનાકારીથી મઢાવ,હો વાલમ વરણાગી. આભલા ભરેલી મનેઓઢણી અપાવી દે,ઘાઘરાની કોરમાંમોરલો ચિતરાવી દે,મારા કમખામાં ભાત્યું પડાવહો વાલમ…. ઝીણીઝીણી પાંદડીનીનથડી ઘડાવી દે,ગૂંથેલા કેશમાં દામડીસજાવી દે,મારા ડોકની હાંસડી બનાવ,હો વાલમ… રૂપા ઈંઢોણી ત્રાંબાગરબો કોરાવી દે,ગરબામાં મમતાથીદિવડા પ્રગટાવી દે,ઢોલ ત્રાંસા શરણાઈ મગાવહો વાલમ.. મને રૂપાની ઝાંઝરી ઘડાવ,હો વાલમ વરણાગીએને મીનાકારીથી મઢાવ,હો વાલમ વરણાગી.

  • 54 ઉંચા ઉંચા બગલા બનાવો

    ઉંચા ઉંચા બગલા બનાવો,દાદા કાચની બારીયુ, મેલાવો રે,કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય દાદા વિના કેમ ચાલશે હો રાજ, (૨)દાદી……..બેન તો હોય તમારી સાથ,કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાયઉંચા ઉંચા…….. કાકા વિના કેમ ચાલશે હો રાજ, (૨)કાકી……..બેન તો હોય તમારી સાથ,કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય,ઉંચા ઉંચા…….. મહેંદી ભરેલા પગલા માંડો આજ, (૨)તમારા પીઠી વાળા […]

  • 53 બોલ્યા બોલ્યા નંદન વનના મોર

    બોલ્યા બોલ્યા નંદન વનના મોરઆ બપૈયા એ કીધારેવરના વધામણા રે લોલ,બોલ્યા બોલ્યા…. ઝબકી રે લાલમ લાલ પાઘ,આ જાનડીયુએ ઓઢીરેભાતીગર ચુંદડી રે લોલ,બોલ્યા બોલ્યા… આવી આવી મોટા ઘરની જાન,આ જાનમાં પધાર્યારે મોટા મોટામાનવી રે લોલ, (૨)બોલ્યા બોલ્યા…

  • 52 મારે આંગણે સોનાનો સૂરજ ઉગીયો

    ઉંચી મેડીને નીચા ઓરડા,મારે આંગણે સોનાનો સૂરજ ઉગીયો,કોઈ બહેનાને શણગારો અને સોનેથી મઢાવો,મારે ટોડલે પોપટીયો ટહૂકીયો, ભાલે કુમકુમ ટીલડી એના અંગેઅંગ સજાવો,રૂપ ખીલ્યું જાણે ચાંદની આજે મંગળ ગીતો ગાવો,હાથે મહેંદી મૂકાવો પગની પાની રંગાવો,મારે આંગણે…. પિયરનુંપારેવડું આજે સાસરે ઉડી જાશેસહિયરની માયા છોડીને સાસરે વિદાશે,કંકુ ચોખાથી વધાવો આજ સાકયનું વેચાવો,મારે આંગણે….

  • 51 કોઈ લાલ લાલ વાંસના માંડવડા

    કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો,કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવોઆજ શુભ દિન આવ્યો રે મારે આંગણીયે,કોઈ લાલ…. કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી,અક્ષત ફૂલડેથી ફૈબાએ વધાવી,મેંતો લગન લીધા છે મારી લાડલીના,કોઈ લાલ…. સાવ રે સોનાની મેંતો નથડી ઘડાવી,નવ નવ રતનથી એને રે મઢાવી,પહેરી લાડલી બેની જાશે એને સાસરીયે,કોઈ લાલ…. મોર પોપટની ચિતરેલ ચૂંદડીએના ઘૂંઘટમાં […]