Category: 30 લગ્ન ગીત

  • 50 દાદા ગાલીચા પથરાવો આપણ

    દાદા ગાલીચા પથરાવો આપણ દીવાનખાનામાં,જોષી તેડાવો આપણ દીવાનખાનામાં,જોષી લેખ વંચાવો આપણા દીવાનખાનામાં,દાદા ગાલીચા….. ગાલીચા પથરાવોને કાકાને તેડાવો, (૨)કાકા લગનીયા લખાવો આપણા દીવાનખાનામાં,દાદા ગાલીચા….. ગાલીચા પથરાવોને મામાને તેડાવો, (૨)મામા મોસાળા લઇ આવો આપણા દીવાનખાનામાંદાદા ગાલીચા…. ગાલીચા પથરાવોને વિરાને તેડાવો, (૨)વિરા હોંશે હોંશે આવો આપણા દીવાનખાનામાં,દાદા ગાલીચા.

  • 49 આસોપાલવ બંધાવો લીલા તોરણ

    આસોપાલવ બંધાવો,લીલા તોરણ સજાવો,સહુ સ્નેહીજનોના સથવારે,આજ શુભ દિન મનાવો,આસોપાલવ… બેનીના દાદાજી આવ્યા, (૨)બેનના માતાનું સુખ મલકે હૈયે હરખના માય,આસોપાલવ… બેનીના કાકાજી આવ્યા (૨)આજે ભત્રીજી પરણેને,કાકી મુખલડે મલકાય,આસોપાલવ… બેનીના મામાજી આવ્યા (૨)આજે ભાણેજડી પરણેને,મામી મુખલડે મલકાય,આસોપાલવ….

  • 48 ગુલાબવાડી ચૌટ્ટામાં રોપાવો

    ગુલાબવાડી ચૌટ્ટામાં રોપાવો રે, (૨)એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રેગુલાબવાડી હો..હો..હો.. (૩) ચોટ્ટામાં રોપાવગુલાબવાડી…… રૂપિયા જુએતો મારા કાકાજીના લેજોરે, (૨)એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રેગુલાબવાડી…… ગુલાબવાડી હો..હો..હો.. (૩) ચૌટ્ટામાં રોપાવોહાથીડા જુએતો મારા દાદજીના લેજોરે, (૨)એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રેગુલાબવાડી……. ગુલાબવાડી હો..હો..હો.. (૩) ચૌટ્ટામાં રોપાવોઢોલીડા જુએતો મારા મામાજીના લેજોરે, (૨)એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રેગુલાબવાડી….. […]

  • 47 ઘરમાંથી નિસરો સોહય રંગ સુંદરી

    ઘરમાંથી નિસરો, સોહય રંગ સુંદરી,વરરાજા જુએ બારે વાટડી રે. હુંરે કેમ નિસરૂ મારી સાસુના જાયાઅમને અમારા દાદા દેખશે રે…તમારા દાદાને રૂડી શીખ જ દેશુંપછી રે મોટાની કન્યા પરણશુંરે.ઘરમાંથી… હુંરે કેમ નિસરૂ મારી નણંદીના વીરા,અમને અમારા કાકા દેખશે રેતમારા કાકાને રૂડી શીખ જ દેશપછી રે મોટાની કન્યા પરણશરેઘરમાંથી….. હુંરે કેમ નિસરું મારી સાસુના જાયા,અમને અમારા મામા […]

  • 46 આવી રૂડી મૌસાળાની છાબ

    આવી રૂડી મૌસાળાની છાબ,મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ, મામા લાવ્યા હિરાના સેટ,મામીએ આપ્યા રૂડા હૈયાના હેત હૈ,આવી રૂડી……. માસી લાવ્યા સોનાના હાર,એમણે ઘડ્યા મોંઘા મુલના રે લોલ,આવી રૂડી……. પહેરો પહેરો હોંશે બેની આજ,અમર રહે ચુડી ચાંદલો રે લોલ,આવી રૂડી…….

  • 45 મારા નખના પરવાળા જેવી ચુંદડી

    મારા નખના પરવાળા જેવી ચુંદડી,મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી,ઓઢોને સાહયબ જાદી ચૂંદડી…. રંગ રે કસુંબલ મેંતો કેસૂડાનો લીધો,લીલો તે રંગ વનની વનરાયુએ દીધો,ઓ..હો.. પીળો તે રંગ જોને ઉગતી પૂનમનતારલીયે ટાંકી નવરંગ ચૂંદડી… ગામને સિમાડે કરશું સામૈયાં તમારાઅંતરને ઓરડે દેશું રે ઉતારાઓ..હો..જે દી વાજા વગડાવો માંડવડે આવતે દી ઓઢું હું સાહયબા ચૂંદડી… જો જો ના […]

  • 44 પધારો વેવાઇ પધારો રે

    પધારો પધારો વેવાઇ પધારોરે,સ્વાગત હો તમારા આંગણીયે પધારો રેપધારો….. સિંહાસન સોનાના નથીરે બિંછાવ્યા,હૃદયના બિંછાને બિરાજો પધારો રેપધારો…… ના જાજમ બિંછાવી ના ચંદરવા ઢાળ્યાઅમે પ્રેમ પુષ્પો વેર્યા છે પધારો રેપધારો….. નથી રાજ મહેલોમાં આપ્યા ઉતારા,ઉરના આ,ગણીયે બિરાજે પધારો રે,પધારો…..

  • 43 આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન

    આજ આવ્યા રે આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન,મોંઘા મહેમાન રૂડા કરીએ સન્માન, (૨)આજ આવ્યા રે…… આજ અવસર અનેરો, અમ આંગણે રે લોલ,લીલા તોરણ બંધાવ્યા અમે બારણે રે લોલ,પડીયા પગલા તમારાને વઘી ગઇ શાન, (૨)આજ આવ્યા રે…… ભલે સાજન માજન સૌ આવ્યા રે લોલ,કંકુ ચોખલીયે આપને વધાવીયા રે લોલ,આજ માંડવડે દિપી ઉઠી લાખેણી જાન, (૨)આજ આવ્યા […]

  • 42 કેસરીયા બાલમ આવોને

    કેસરીયા બાલમ આવોને,પધારો મારે દેશ રેકુમ-કુમ ના પગલા પાડોને,પધારો મારે દેશ રેકેસરીયા બાલમ……. હે…..સાજણ આયો હે સખી,મે તોડ઼ મોતીયન કો હિર રે,લોગ જાણે મે મૌતી ચુનુ,મૈતો જુક જુક કરૂ જૌહાર રે,પધારો મારે દેશકેસરીયા બાલમ…. હે… મારૂ થારે દેશમેનિપજત તીન રતન,ઇકે ઢોડો, દુજી માલણ,તીજો કંસુબલ રંગ રે,પધારો મારે દેશ રે,કેસરીયા બાલમ….. તન રબાબ, મન કિંગરી,ઔર રગે […]

  • 41 હોંશથી વધાવીએ અમે મોંઘેરા

    હોંશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન,આપના પગલા પડયાને(૨)અવસરની વધી ગઈ શાન(૨)હોંશથી…….. સ્વાગતમ પુષ્પોના પમરાટથી મહેકે મંડપ આ ચોમેરઅંતરથી છંટાવીયા અતરના જળ ઠેર ઠેરહો….સગા સંબંધી સાથે મળીનેગાયે મધુરા ગાનહોંશથી…….. સ્વાગતમ ઉંચા કુટુંબની કુંવરીને, મોટા કુટુંબના વરરાજા……કુટુંબના વરરાજા ને….કુટુંબની કુંવરી…હો…સાસરીયામાં સ્નેહથી વધાવી(૨)દેશે સહુને માનહોંશથી……. સ્વાગતમ