-
40 વરરાજને પોંખવા કાજે સાસુ
વરરાજને પોંખવા કાજે સાસુ ઉબરે જાયશ્રીલોટાની થાળી કરમાં જળ ભરી છલકાય પેલે પોંખણે રવાયે પોંખે છે,એવા રવાય કોણ કોણ સાહેપેલે પાખણે વરરાજાની ભ્રમર ફરકાયશ્રી લોટાની થાળી બીજે પોંખણે ધોંસરીએ પોંખે છે,એવી ધોંસરીએ દોર સાહે છેબીજે પોખણે વરરાજાનુંમુખડુંમલકાયશ્રી લોટાની થાળી ત્રીજુંપોંખણંતરાકે પોંખે છે,એવી તરાકે રેંટિયો સાહે છેત્રીજે પોંખણે વરરાજનો સાફો ઝળહળે છેશ્રીલોટાની થાળી ચોઘે પોંખણે પીડીએ […]
-
39 તમે હળવે હળવે પોખજો રે
તમે હળવે હળવે પોખજો રે વેવાણ હોંશીલાતમે ધીરે ધીર પોંખજો રે વેવાણ હોંશીલા છોકરડુંશરમાશે રે વેવાણ હોંશીલાઆ બાળકડુંબી જાશે રે વેવાણ હોંશીલા આ કૃષ્ણ વર છે કાળા રે વેવાણ હોંશીલાઆ રામજી રૂપાળાંછે વેવાણ હોંશીલાતમે જોઈને છોકરી દેજો રે વેવાણ હોંશીલા
-
38 આવી આવી મોટા ઘરની જાન
આવી આવી મોટા ઘરની જાન,વર આવ્યો કેસરીયોમસ્તીમાં છે સૌ ગુલતાન,કે વર આવ્યો કેસરીયો,આવી આવી મોટા વરનું મુખ ચંદરવા જેવું રૂપાળમાંડવામાં આવ્યાને થયું અજવાળસૌ જાનડીયુ ગાય મંગળ ગાન,કે વર આવ્યો કેસરીયો,આવી આવી મોટા વરની સંગે અણવર મુખડુ મલકાવતો,વરની આજ્ઞાને એ માથે ચડાવતો,સૌને ખવડાવે સંબોડી-પાન,કે વર આવ્યો કેસરીયો,આવી આવી મોટા વરના કાકા-કાકી ભત્રીજા પરણાવે,વરના મામા-મામી ભાઇજ પરણાવે,સૌને […]
-
37 વરઘોડો વાલમ તારો વરઘોડો
વરઘોડો વરઘોડો વાલમ તારો વરઘોડો,વચમાં મોટો તોડો, વાલમ તારો વરઘોડો,વરઘોડો…… રંગીલો સોની ઘડવાને આવ્યો (૨)લાડકડીનો તોળો, વાલમ તારો વરઘોડો,વરઘોડો…… મનજી માળી ગુથવાને આવ્યો, (૨)લાડકડીનો ગજરો, વાલમ તારો વરઘોડો,વરઘોડો…… જીવુલો દરજી શીવવાને આવ્યો, (૨)વરરાજાનો વાઘો, વાલમ તારો વરઘોડો,વરઘોડો……
-
36 ગૂંજે શરણાઈ ઢોલ
ગૂંજે શરણાઈ ઢોલ ત્રાંબાળવાગે,ગામની શેરીઓ ગાજેકે આવ્યો રૂડો વરરાજીયો., રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો,લાડકડો લટકાળો કે આવ્યોરૂડો વરરાજીયો…. હે…ઘોડે ચડીને જુઓ આવ્યો છબિલોહે.હે.હે.કામણગારો કાન કુંવર કોડિલોજો જો નજર નવ લાગે કે આવ્યોરૂડો વરરાજીયો…. હે…મેવાસી મોળિયો, મોતી મઢેલોહે..હે..હે.કંઠે છે હારલો હીરલે જડેલોપેટે કટાર ઝૂલે આજ કે આવ્યો,રૂડો વરરાજીયો…. હે…લાખેણી જાન આ તો મોટા જાનૈયા,હે..હે..ઝાંપે જઈને ઝટ […]
-
35 તને સાચવે સીતા સતી
તને સાચવે સીતા સતી,અખંડ સૌભાગ્યવતી. બેનીના દાદા આવ્યાને માતા આવશેબેનીના મોટાબાનો હરખ ન માય.અખંડ સૌભાગ્યવતી… બેનીના કાકા આવ્યાને કાકી આવશેબેનીના ફઈબાને હરખ ન માય.અખંડ સૌભાગ્યવતી… બેન્રીના મામા આવ્યાને મામી આવશેબેનીના માસીબાનો હખર ન માય.અખંડ સૌભાગ્યવતી… બેનીના વીરા આવ્યાને ભાભી આવશેબેનીના બેનીબાનો હરખ ન માય.અખંડ સૌભાગ્યવતી…
-
34 બેની તમે હેઠાંરે બેસીને
બેની તમે હેઠાંરે બેસીને શણગાર સજો રેસુહાગણ બેની ઘોડલે ચડીનેજમાઈરાજ આવીયા. બેની તારા સાસુ ને સસરા આવીયા,સાથે સાડી ને સેલાં લાવીયા,બેની તમે ઘરચોળા પહેરીને શણગાર સજો રેસુહાગણ બેની…. બેની તારા જેઠ જેઠાણી આવીયા,સાથે હારલો ને હાંસડી લાવીયા,બેની તમે વરમાળા પહેરીને શણગાર સજો રેસુહાગણ બેની…. બેની તારા નણંદનણદોઈસાથે ચૂડલો ને બંગડી લાવીયા,બેની તમે મીંઢોળ બાંધીને શણગાર […]
-
33 દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો
દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ ઈ રે સાંઢણીએ હીરા મંગાવો માણારાજહીરા મંગાવો માણારાજ ઈ રે હીરાની બેનને ચૂંક ઘડાવો માણારાજબેનને ચૂંક ઘડાવો માણારાજ ઈ રે સાંઢણીએ સોના મંગાવો માણારાજસોના મંગાવો માણારાજ ઈ રે સોનાના બેનને હારલા ઘડાવો માણારાજહારલા ઘડાવો માણારાજ ઈ રે સાંઢણીએ રૂપા મંગાવો માણારાજરૂપા મંગાવો માણારાજ ઈ રે રૂપાની બેનને ઝાંઝરી ઘડાવો માણારાજઝાંઝરી […]
-
32 નાણાવટી રે સાજન બેઠું માંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવેલાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવી ભરી સભાના રાજા,એવા વરકન્યાના દાદા નાણાવટી જેવાંગુલાબના ફૂલ રાતાં,એવા વરકન્યાના માતા નાણાવટી જેવા રેશમ માયલા તાકા,એવા વરકન્યાના કાકા નાણાવટી જેવી આંબે કેરી પાકી,એવા વરકન્યાના કાકી નાણાવટી જેવા સરોવર પાળે આંબા,એવા વરકન્યાના મામા નાણાવટી જેવી આંબે કેરી જામી,એવી વરકન્યાના મામી નાણાવટી જેવા હાર માયલા હીરા,એવા વરકન્યાના […]
-
31 આજ મારે માંડવડે આવી જાન
આજ મારે માંડવડે આવી જાન રઢીયાળી,ખીલી સોળે કળાએ આજે લાડકડી,આજ મારે… વાલી બેનીના સમણા ફળીરે ગયા,મનના માનેલા માણીગર મળીરે ગયા,પ્રગટયા દિવડા બની રાત અજવાળી.આજ મારે… યુગો યુગોની આજે પ્રતિક્ષા ફળી,જાણે સાગરને એની સરીતા મળીગાવો મંગળ ગીતડા સાહેલડી..આજ મારે… લાડો લાખેણો મોંઘેરા જાનૈયા,લીધા પોખણા કર્યા હેતે સાભૈયા,હરખે હૈયા ને છલકે છે આખલડીઆજ મારે…