Category: 30 લગ્ન ગીત

  • 30 લગનનો માંડવો શણગાયો ચારે

    લગનનો માંડવો શણગાયો ચારે ઓર રેમંગળ ગીતોનો ગૂંજે છે શોર રેલગનનો માંડવો ઉગ્યો સોનાનો સૂરજ આંગણીએ,ગૂંજે શરણાઈના સૂર માંડવડે,હરખે હૈયાંને મલકે છે આંખલડીલગનનો સાજન માજન માંડવે શોભી રહયું,જાનડીયુંના કંઠે ગીત ગૂંજી રહયું,આજે બંધાશે પ્રિતીનો દોર રેલગનનો

  • 29 મારી નખના પરવાળા જેવી ચૂંદડી

    મારી નખના પરવાળા જેવી ચૂંદડીમારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલીઓઢોને રંગબેરંગી ચૂંદડી… મારા દાદાજી દેખેને માતાજી પૂછે,કેમ કરી ઓઢું રે નવરંગ ચૂંદડીમારી નખના… તમારા દાદાનાં તેડ્યાં અમેઅમે આવિયાં રે,તમારી માતાના ગુણલા ગાશું હો લાડલી,ઓઢો રે રંગબેરંગી ચૂંદડી… તમારા કાકાનાં તેડ્યાં અમે આવિયાં રે,તમારી કાકીનાં મનડાં મોહમાં હો લાડલી,ઓઢો રે રંગબેરંગી ચૂંદડી… તમારા મામાનાં તેડ્યાં અમે […]

  • 28 લેવા આવ્યો ઢળકતી ઢેલ

    લેવા આવ્યો ઢળકતી ઢેલલેવા આવ્યો ઢળકતી ઢેલ,આવ્યો ગુજરાત મેલ,એમાં જમાઈરાજ છોગાળો,છેલ આવ્યો ગુજરાત મેલ. સાસુજી તો છે અણમોલ,સસરાજીનાં થાય નહિ મોલ,એવો જામ્યો છે રસમેળ…આવ્યો ગુજરાત મેલ. વરરાજાને શોભે છે જામા,સાથે તો છે એમના કાકા,એમાં દિયર તો છોગાળો છેલ…આવ્યો ગુજરાત મેલ. વર વરણાગિયો લાગે છે એવો,રંગે રૂપાળો જાણે ચંદ્રમા જેવો,લેવા આવ્યો ઢળકતી ઢેલ..આવ્યો ગુજરાત મેલ.

  • 27 કુમકુમ પગલે આવી માયરામા

    રૂમઝૂમ પગલે આવી માયરામાં બેનડી,કુમકુમ પગલે આવી માયરામા બેનડી,જાણે ઢળકતી ઢેલડી રેઆજે આવી મારી બેનડી,રૂમઝૂમ પગલે આવી… પહેર્યો રાતો ચૂડલોને ઓઢી નવરંગ ચૂંદડી,સેંથામાં સીંદુર સોહેને ભાલે કુમકુમ થલડી,નમણી નાગર વેલડી હો….આજ આવી મારી બેનડી.રૂમઝૂમ પગલે આવી… કંચન વેરા કાંડે કંકણ રણકે,નાજુક પગલે ઝાંઝર ઝણકે,જાણે આનંદની હેલડી રેઆજ આવી મારી બેનડી,રૂમઝૂમ પગલે આવી…

  • 26 ઓઢી નવરંગ ચૂંદડી

    ઓઢી નવરંગ ચૂંદડી,પાયે ઝાંઝરનો ઝણકારમાંડવામા આવો મલપતા મલપતાં… બેનીએ સાડી પહેરી છે સવા લાખનીતોય બેનીને પાનેતરનો શોખમાંડવામા આવો… બેનીએ હારલો પહેર્યો છે સવા લાખનોતોય બેનીને વરમાળાનો શોખમાંડવામા આવો બનીએ બંગડી પહેરી છે સવા લાખની,તોય બેનીને મીંઢળનો શોખમાંડવામા આવો

  • 25 આજ વગડાવો વગડાવો

    આજ વગડાવો વગડાવો,રૂડા શરણાઈઓ ને ઢોલ.શરણાઈઓ ને ઢોલ પ્રગટ,દીવડો ઝાકમઝોળ,આજ વગડાવો વગડાવો… આજ નાચે રે ઉમંગ અંગઅંગમાં રે લોલ,સખી એવી રે રંગાણી એના રંગમાં રે લોલ,એની આંખડીએ દીધા મેં તો જનમોના કોલ,આજ વગડાવો વગડાવો… સખી અજવાળી અજવાળી રૂડી રાતડી રે લોલ,હું તો રઢિયાળી રઢિયાળી કરું વાતડી રે લોલ,હું તો બંધાણી સખી એની નજર્યું ને કોલ,આજ […]

  • 24 ઢોલીડા વગાડી ઢોલ જાન આવી

    ઢોલીડા વગાડી ઢોલ જાન આવી રેજાન આવી,માંડવડે મોંઘેરા મહેમાન આવ્યાંરૂક્ષ્મણીને લેવા તેનો કાન આવ્યો રેમાંડવડે મોંઘેરા મહેમાન આવ્યાંઢોલીડા વગાડી ઢોલ… શેરીઓમાં ટોળેટોળાં વરરાજાનેજોવા દોડે રે,રાજકુંવર આવે કુંવરીને લેવા,જુઓ બેસી રૂડા ઘોડે રે,લાડકડીને લેવા લાડો જાન લાવ્યો રેમાંડવડે મોંઘેરા મહેમાન આવ્યાંઢોલીડા વગાડી ઢોલ… તોરણિયે જ્યારે આવ્યા વરરાજા,કર્યા પ્રેમનાં પોખણો,કંકુ-ચોખાનો કરી ચાંદલો,સાસુજીએ તમને પોંખ્યા,લાડકડીને લેવા લાડો જાન […]

  • 23 લાખેણા મહેમાન તમે ભલે આવ્યા

    સ્વાગતમ્ સ્વાગતમ્…..સ્વાગતમ્…સ્વાગતમ્….લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે,આવીને અમ આંગણાં ભલે દીપાવ્યાં રેલાખેણા મહેમાન તમે… આજે હૈયામાં આપને આદર છે,ઉર આસનિયે ભાવની ચાદર છે,પ્રેમ કેરાં પુષ્પો , અમે બંધાવ્યાં રે,આવીને અમ આંગણાં ભલે દીપાવ્યાં રેલાખેણા મહેમાન તમે… આજ વ૨ને કન્યાના વિવાહ થશે,એતો ચૉરીના ચાર ચાર ફેરા ફરશે,ભવભવની ગાંઠથી યુગલ બંધાશે રેઆવીને અમ આંગણાં ભલે દીપાવ્યો રેલાખેણા […]

  • 22 ઊંચા ઊંચા રે દાદા ગઢ રે ચણાવો

    ઊંચા ઊંચા રે દાદા ગઢ રે ચણાવોગઢથી ઊંચેરા ગઢના કાંગરા… ગઢડે ચઢીને મારો બેનીબાએ જોયું,ખાવતા દીઠા રે વર રાજવી… વરના જાનૈયાને ઓરડે ઉતારા,મેડીના મહોલે વર રાજવી… વરના જાનૈયાને દાદા પાણીએ નવડાવો,દૂધ નવડાવો વર રાજવી… વરના જાનૈયાને દાદા પકવાન જમાડો,છૂટા કંસારે વર રાજવી…

  • 21 મોર તારી સોનાની ચાંચ

    મોર તારી સોનાની ચાંચ,મોર તારી રૂપાની પાંખસોનાની ચાંચ રે મોરલો,મોતી ચરવા જાયમોર તારી… મોર જાજે ઊગમણે દેશ,મોર જાજે આથમણે દેશ,વળતો જાજે રે વેવાઈયુને,માંડવડે હો રાજમોર તારી… નવલા વેવાઈ સૂતા છો કે જાગોલાડકડા વરરાજે સીમાડા ઘેર્યો માણારાજસીમાડીએ કાંઈ અત્તર છંટાવઅત્તરનો હોંશીલો વીરો મારો આવ્યો માણારાજમોર તારી… વેવાઈ મારા સૂતા છો કે જાગોલાડકડા વરરાજે ઝાંપલિયા ઘેર્યો માણારાજઝાંપલિયે […]