-
20 આવી રે વેવાઈની જાન
આવી રે વેવાઈની જાન,વરરાજા દેખાણા,મસ્તીમાં છે સૌ સુલતાન,જાનૈયા દેખાણા…આવી રે વરના કાકા, વરના મામા,પહેરીને ઊભા રકસી જામા,જોવા ઊમટ્ય લોક તમામ,જાનૈયા દેખાણા…આવી રે સાસુ વરને પોંખવા આવે,ધુંસળ-મુસળ સાથે લાવે,લાજે રાખી તમે રાખજો ભાન,જાનૈયા દેખાણા… આવી રે ઢોલ-નગારાં ને ત્રાંસા વાગે,શરણાઈયુંના સૂર રે ગાજે,ભલે પધાર્યા આજ મહેમાનજાનૈયા દેખાણા…આવી રે વરની મા તો લાગે સદ્ધર,વાજાં વાગે ને હાલે […]
-
19 સીતાને તોરણ રામ પધાર્યા
સીતાને તોરણ રામ પધાર્યાલેજો પનોતી પહેલું પોંખણું રેધોંસરિયે રે રાયવર પોંખે પનોતા,ધોંસરિયે ધોંરીડા સોહામણા રે… સીતાને તોરણ રામ પધાર્યા,લેજો પનોતી બીજું પોંખણું રે૨વાઈએ રે રાયવર પોંખે પનોતા,૨વાઈએ વલોણાં સોહામણાં રે… સીતાને તોરણ રામ પધાર્યા,લેજો પનોતી ત્રીજું પોંખણુંસાંબેલે રે રાયવર પોંખો પનોતા,સાંબેલું ખાંડણીએ રે સોહામણું રે… સીતાને તોરણ રામ પધાર્યા,લેજો પનોતી ચોથું પોંખણું રેચોખલિયે રે રાયવર […]
-
18 કેસરિયો જાન લાવ્યો
કેસરિયો જાન લાવ્યો, જાન લાવ્યો રેજાનમાં તો આવ્યા મોટા,દૂધે ભરી લાવો લોય,એલચી ને કેસરવાળું કેસરવાળું રે. જાનમાં તો આવ્યા મુનશી,એમને જોઈએ બેસવા ખુરશી,રેશમની ઝૂલવાળી ઝૂલવાળી રેકેસરિયો જાન લાવ્યો… …..બહેને પહેર્યા અંબર,…..કુમારને આવ્યા તમ્મરે,એને તો ના કાઢી મૂકો કાઢી મૂકો રેકેસરિયો જાન લાવ્યો… ….બહેને પહેર્યા ચશ્મામાં,….કુમારે આપ્યાં ચશ્મામાંસોનાની ફ્રેમવાળા ફ્રેમવાળા રેકેસરિયો જાન લાવ્યો…
-
17 કંકુ છાંટી કંકોતરી મોકલો
કંકુ છાંટી કંકોતરી મોકલો,એમાં લખજો વરકન્યાનાં નામ,માણેક સ્થંભ રોપિયો… પહેલી કંકોતરી દાદા ઘેર મોકલો,દાદા હરખે દીકરી પરણાવો,માણેકસ્થંભ રોપિયો… બીજી કંકોતરી કાકા ઘેર મોકલો,કાકા હરખે કુટુંબ તેડાવો,માણેકસ્થંભ રોપિયો… ત્રીજી કંકોતરી મામા ઘેર મોકલો,મામા હરખે મોસાળુ લાવે,માણેકથંભ રોપિયો… ચોથી કંકોતરી વીરા ઘેર મોકલો,વીરા હરખે વેલડું શણગારો,માણેકસ્થંભ રોપિયો…
-
16 લાડો લાડી જમે રે કંસાર
(કંસાર જમતી વખતે)લાડો લાડી જમે રે કંસાર,આજ આનંદ અતિ ઘણો રે,પાસે બેઠી સૈયરો બે ચાર,તપાસ રાખે તે તણો રે, રત્ન જડિયો બાજોઠ વિશાળ,મૂકે છે મુખ આગળ રેતે ઉપર શોભીત સોનાનો થાળ,ત્યાં ઝારી ભરી છે જળે રે, સાસુજી શુભ સજીને શણગાર,પીરસવાને આવિયાં રે,ઘીની વાઢી સાકર તૈયાર,રકાબી ભરીને લાવિયાં રે, પીરસતાં મન મલકાય,આનંદ અંગે અંગમાંભેગાં બેસી જમે […]
-
15 લીલાં તોરણ આસોપાલવનાં
(અખંડ સૌભાગ્યનું ગીત)લીલાં તોરણ આસોપાલવનાંલીલાં તોરણ આસોપાલવ તણાં,લીલી ઘાટડી કન્યા શિર અંગ,અખંડ સૌભાગ્ય હો. લીલી વાને તે નાગર વેલિયો,નીલા તાંબુલ શો પ્રીતિ રંગ,અખંડ સૌભાગ્ય હો. સો સો શરદ જીવો તમ દંપતી,વજ્ર ચૂડી અમર ચાંદલો ભાલ,અખંડ સૌભાગ્ય હો. પ્રેમ સરોવરિયે દંપતી ડૂબજો,મણિમય હો સફળ વરમાળ,અખંડ સૌભાગ્ય હો.
-
14 છેડો છોડો રે જમાઈરાજ
છેડો છોડો રે જમાઈરાજ,જે માગો તે દેશું,દીકરી અમે તમોને દીધી,જે માગો તે દેશું,છેડો છોડો. તમે હવે અમારા થયા,નથી રહા પરાયા,જીદ છોડો, માની જાઓ,જશોદાના જાયા…છેડો છોડો… તમને કરશું નહિ નારાજ,જે માગો તે દેશું,દીકરી અમે તમોને દીધી,જે માગો તે દેશું..છેડો છોડો…
-
13 લાડો લાડી જમે રે કંસાર
લાડો લાડી જમે રે કંસાર,કંસાર કેવો ગળ્યો લાગે રે,નાખે મહીં ઘી કેરી ધાર,કંસાર કેવો ગળ્યો લાગે રે,લાડો લાડી જોડે એક ગાંઠ,અગ્નિની સાખે આજથી રે,લાડો લાડી જમે રે… રહેશું રાખી એક તમારો હાથ,માયાને મરજાદથી રે,સુખે દુ:ખે રહેશું રંગ રોજ,એક જ અંગે નેહથી રે,નવલો દે છે સામ સામો હાથ,જોડીને ગાંઠ દેહથી રે,લાડો લાડી જમે રે.. સાસુજી શુભ […]
-
12 પરણે શંકર પાર્વતીની જોડ
પરણે પરણે શંકર પાર્વતીની જોડ રે,મહારામાં પહેલું મંગળિયું વરતાય રે,પહેલે મંગળ સોનાનાં દાન દેવાય રે,હરખે વીરો બહેનને જવતલીયા હોમાવે રે પરણે પરણે રામ સીતાજીની જોડ રે,મહારામાં બીજું મંગળિયું વરતાય રે,બીજું બીજું મંગળિયું વરતાય રે,બીજે મંગળ રૂપાનાં દાન દેવાય રે,હરખે વીરો બહેનને જવતલીયા હોમાવે રે. પરણે પરણે રાધા-કૃષ્ણની જોડ રે,માંહેરામાં ત્રીજું મંગળ વરતાય રે,ત્રીજું ત્રીજું મંગળ […]
-
11 ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા,ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા આ રે કન્યાના હાથ ઝાલો વરરાજા,આ રે કન્યા તમને સોંપી વરરાજા,તેને સંભાળીને રાખજો વરરાજાઇન્દ્ર ઇન્દ્રાણીનું… માડીનાં હેત તમને સોંપ્યાં વરરાજા,તેને સંભાળીને રાખજો વરરાજાઇન્દ્ર ઇન્દ્રાણીનું… અમ ઘરનો દીવો તમને સોંપ્યો વરરાજા,તેને બુઝાવા ના દેશો વરરાજાઇન્દ્ર ઇન્દ્રાણીનું… ગુલાબનું ફૂલ તમને સોંપ્યું વરરાજા,તેને કરમાવા ના દેશો વરરાજાઇન્દ્ર ઇન્દ્રાણીનું… અમારું રતન તમને […]