-
10 મળ્યા મળ્યા રે માંડવડે આજે
મળ્યા મળ્યા રે માંડવડેઆજે વરકન્યાના હાથ,ઢેલ-મયુરની જોડી આ તોભવભવના છે સાથ,મળ્યા મળ્યા રે… ઢોલ નગારાંને શરણાઈયુંનેમંગળ ગીતડાં ગૂંજે,નેણ મળ્યાની પ્રથમ પળોજણભીતરથી મન ધ્રુજે,મળ્યા મળ્યા રે.. સપ્તપદીના ફેરા ફરશે,બંધન આ અણમોલ,અગ્નિની સાક્ષીએ દેવાશે,જનમજનમના કોલ,મળ્યા મળ્યા રે…
-
09 ઢોલ ઢબકયાને વર વહુના હાથ
ઢોલ ઢબકયાને વર વહુના હાથ મળ્યા,શરણાઈ વાગીને વર-વહુના હાથ મળ્યા, જેમ ઈશ્વર પાવરતીનાં હાથ મળ્યાતેમ વરને કન્યાના હાથ મળ્યાઢોલ ઢબકયાને… જેમ રામ સીતાના હાથ મળ્યાતેમ વરને કન્યાના હાથ મળ્યાઢોલ ઢબકયાને… જેમ કૃષ્ણ રાધાના હાથ મળ્યાતેમ વરને કન્યાના સાથ મળ્યાઢોલ ઢબકયાને… જેમ ઈન્દ્ર ઈન્દ્રાણીના હાથ મળ્યાતેમ વરને કન્યાના હાથ મળ્યાઢોલ ઢબકયાને… હૈયા હરખાંને વર વહુના હાથ […]
-
08 એક ભર રે જોબનીયામાં બેઠાં
એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબા,દાદાએ હસીને બોલાવીયાંરે,દિકરી તમારી દેહ રે દુબળી,કાંરે આંખલડી જળ ભરીનથી રે દાદાજી અમે દેહે રે દુબળાંનથી રે આંખલડી જળ ભરી રે…. કેવો તે વર તમને ગમશે બેનીબાએક ઉંચો તે વર ના ગોતો દાદાજીઉચો તે નિત્ય નેવા ભાંગે રે લોલ.એક નીચો તે વર ના જોશો દાદાજીનીચો તે નિત ઠેબ આવે રે […]
-
07 ગણેશ પાટ બેસાડીએ ભલાં
ગણેશ પાટ બેસાડીએ ભલાં નીપજે પકવાન.સગાં-સંબંધી તેડીએ, જો પૂજ્યા હોય મોરાર દુઝણે નવલખી જોટડી, બાંધી ઘરની બહાર,દૂધ પીએ છોરું વાછરું, જો પૂજ્યા હોય મોરાર કેળાં પોળી ને ઘી ભેળવી, પીરસે તે મોરી માય,ભેગા બેસાડીએ બાંધવા જો પૂજ્યા હોય મોરાર આંબા પોળી રસ ઘોળીએ પીરસે તે ઘરની નાર,ભેગા બેસાડીએ બેટડા, જો પૂજ્યા હોય મોરાર જેને પેટ […]
-
06 આવો માડી કુમકુમ પગલે
આવો માડી કુમકુમ પગલેઆવો માડી કુમકુમ પગલે,કે પરણે આજ લાડકડી રેસાથે માડી ગરવા ગણેશને લાવો,કે પરણે આજ લાડકડી રેકુળદેવી કુમકુમ પગલે આવોઆવો માડી કુમકુમ પગલે આવો ચંદન કેરા બાજોઠિયા રે ઘડાવો,કે પરણે આજ લોડકડી રે…ચારે કોર કેળનાં પાન રોપાવો,કે પરણે આજ લાડકડી રે…માવલડી કુળદેવી કુમકુમ પગલે આવો,કે આવો માવલડી કુમકુમ પગલે આવો, રાતા રંગની ચૂંદલડી […]
-
05 મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડેમેં તો થાળ ભર્યો રે સગ મોતીડેહુ તો ગણેશ વધાવવાને જઈશ કેમારો સોના સરીખો સૂરજ ઊગિયો… વીરના દાદા દેવચંદદાસ તમને વીનવુંહું તો દીકરો પરણાવવાને જઈશ કે,મારો સોના સરીખો સૂરજ ઊગિયો… વીરના કાકા કનુભાઈ તમને વીનવું,હું તો હરખે કુટુંબ જમાડવાને જઈશ કે,મારો સોના સરીખો સૂરજ ઊગિયો…. વીરના મામા રમેશભાઈ તમને […]
-
04 વાગે રે વાગે નોબત વાગે
વાગે રે વાગે નોબત વાગે,મારે ઘેર આનંદ વધાવો વિનાયકવાગે રે વાગે આજ નોબત વાગે,મારે ઘેર આનંદ વધાવો વિનાયકવાગે રે વાગે… આજ લાડકડીનાં લગનિયાં લેવાયાં,આજ…બેનીના લગનિયાં લેવાયાંલાડકડી…બેનને પરણાવો હો વિનાયકવાગે રે વાગે… આજ વિનાયક કોના ઘરે નોતર્યા,આજ વિનાયક…ઘેર નોતર્યારૂમઝુમ પગલે રે પધારો હો વિનાયકવાગે રે વાગે… આજ વિનાયક કોના ઘરે નોતર્યા,આજ વિનાયક…કાકા ઘેર નોતર્યા,લાડકડી ભત્રીજીને પરણાવો […]
-
03 પ્રથમ ગણેશ બેસાડો રે
પ્રથમ ગણેશ બેસાડો રે,મારા ગણેશ દુંદાળા.ગણેશ દુંદાળા ને લાંબી સુંઢાળા,ગણેશની સ્થાપના કરાવો રે,મારા ગણેશ દુંદાળા.. તેત્રીસ કરોડ દેવતા સીમડીયે આવ્યા,હરખાં ગોવાળિયાનાં મન રે,મારા ગણેશ દુંદાળા. તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા,હરખાં પાડોશીનાં મન રે,મારા ગણેશ, દુંદાળા. તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યાહરખાં માળીડાનાં મન રે,મારા ગણેશ દુંદાળા. તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા,હરખાં સાનિયાનાં મન રે,મારા ગણેશ દુંદાળા. […]
-
02 પ્રથમ ગણેશ બેસાડો રે
પ્રથમ ગણેશ બેસાડો રે,મારા ગણેશ દુંદાળા,ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા,ગણેશ વરદાન દેજો રે,મારા ગણેશ દુંદાળા,સુખડ બાજોઠ ઘડાવો રેમારા ગણેશ દુંદાળા,પ્રથમ ગણેશ બેસાડો રે,મારા ગણેશ દુંદાળા…. કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારી,ઘોડલિયે પિત્તળિયા પલાણ રેમારા ગણેશ દુંદાળાપ્રથમ ગણેશ બેસાડો રે કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો,હાથીડે લાલ અંબાડી રેમારા ગણેશ દુંદાળાપ્રથમ ગણેશ બેસાડો રે…. કૃષ્ણની જાને રૂડા દેવતા […]
-
01 ગણેશ પાટ બેસાડીએ
ગણેશ પાટ બેસાડીએ,ભલા નીપજે પકવાન,સગા-સંબંધી તેડીએ,જો પૂજયા હોય મોરારજેને તે આંગણ પીપળોતેનો તે ધન્ય અવતારસાંજ સવારે પૂજીએ,જો પૂજયા હોય મોરાર,ગણેશ પાટ બેસાડીએ… જેને તે આંગણ ગાવડી,તેનો તે ધન્ય અવતારસાંજ સવારે દોહવા દે,જો પૂજયા હો મોરાર.જેને તે આંગણ કુંવરી,તેનો તે ધન્ય અવતારશીખ્યું સંઘયરું સાચવે,જો પૂજયા હોય મોરાર.ગણેશ પાટ બેસાડીએ… જેને તે પેટે ચાર દિકરા,તેનો તે ધન્ય […]