Category: 11 શેરી સત્સંગ ગીત

  • 50 ઝૂલણી લાગે ઘણી પ્યારી કાનુડાને

    ઝૂલણી લાગે ઘણી પ્યારીકાનુડાને ઝૂલણી રે વ્હાલી,ગોતી લાવો ને સખી શાણીકાનુડાને ઝૂલણી રે વ્હાલી માતા જશોદા પાણી ભરવા ચાલ્યા,ઓટલે બેસાડ્યા વનમાળીકાનુડાને ઝૂલણી રે વ્હાલી એક હાથે બંસરી ને બીજે હાથે ઝૂલણીચાલ ચાલે છે લટકાળીકાનુડાને ઝૂલણી રે વ્હાલી જળ ભરવા આવું સંગ રટ લીધી કાન રે,ધરણી લોટે છે વનમાળીકાનુડાને ઝૂલણી રે વ્હાલી ટોળે મળી સહુ ગોપીયું […]

  • 49 વાટ જોજે કાનુડા

    હું વહેલા મોડી આવું છું,મારી વાટ જોજે કાનુડા.મારે દર્શન ના છે નીમ રેમારી વાટ જોજે કાનુડા… હું જમુનાની ઝારી લાવું છું,હું અસ્નાન કરાવવા આવું છું,હું રેશમી રૂમાલ લાવું છુંમારી વાટ જોજે કાનુડા મેં ચમ્પો મરવો રોપ્યો છેહું ફૂલ વીણવા આવી છું,હું મોગરા ની માળા લાવી છુંમારી વાટ જોજે કાનુડા હું ગૌશાળા માં ઉભી છું,હું ગાયો […]

  • 48 મિત્ર સુદામા ની ઝૂંપડી રે

    મિત્ર સુદામા ની ઝૂંપડી રે,ઝૂંપડીએ પીપળા ના પાન મારા વ્હાલા. સુદામાની પત્ની એમ બોલિયાં રે,જાવ દુવારીકા મોજાર મારા વ્હાલા. તાંદુલની બાંધી વ્હાલે પોટલી રે,લાકડી લીધી હાથ મારા વ્હાલા. પ્રથમ નાહ્યા સત્સંગ માં રે,પછી નાહ્યા ગોમતી ઘાટ મારા વ્હાલા. દરવાજે આવી ઉભા રહ્યા રે,કિયા વસે ભગવાન મારા વ્હાલા. દરવાને આંગળી ચીંધીયા રે,આવી ભેટ્યા ભગવાન મારા વ્હાલા. […]

  • 47 બોલ કનૈયા તને કોણ લાગે વ્હાલું

    બરસાના માં રાધા,મેવાડમાં મીરાંબાઈ,બોલ કનૈયા બોલ તને કોણ લાગે વ્હાલું… રાધા ને સોહે ચૂંદડીમીરાંને ભગવો ભેખ…બોલ કનૈયા રાધાને સોહે ટીલડીમીરાંને તિલક હોય….બોલ કનૈયા રાધાને સોહે હારલોમીરાંને તુલસી હોય …બોલ કનૈયા રાધાના હાથમાં ડાંડીયામીરાંને કડતાલ હોય …બોલ કનૈયા રાધાને સોહે ચૂડલોમીરાંને બેરખા હોય …બોલ કનૈયા રાધાને સોહે ઝાંઝર,મીરાંને ઘૂંઘરું હોય …બોલ કનૈયા મીરાંને કરવી ભક્તિ,રાધાને પ્રેમ […]

  • 46 બરસાના અમારુ પિયર રાજ ગોકુળ

    બરસાના અમારુ પિયર રાજગોકુળ મારુ સાસરીયુઅમને સાસરિયે બહુ ગમશે રાજગોકુળ મારુ સાસરીયુ નંદબાવા અમારા સસરા રાજગોકુળ મારુ સાસરીયુઅમે એને દેખીને ઘૂંઘટ તાણશું રાજગોકુળ મારુ સાસરીયુ નંદરાણી અમારા સાસુ રાજગોકુળ મારુ સાસરીયુઅમે તેને તે પાયે પડશું રાજગોકુળ મારુ સાસરીયુ બળભદ્ર અમારા જેઠ રાજગોકુળ મારુ સાસરીયુઅમે તેને દેખીને જીણા બોલશું રાજગોકુળ મારુ સાસરીયુ રેવતીજી અમારા જેઠાણી રાજગોકુળ […]

  • 45 કૃષ્ણ તારા અંગરખામાં લાલ પીળી

    કૃષ્ણ તારા અંગરખામાં લાલ પીળી છે ભાત,હ્રદય માં રહેજો દી ને રાત…. નાના નાના કેશ વાંકડિયાચાલતા દીઠા પ્રભુ પાતળીયા,ઝણ ઝણ ઝાલર વાગે પગમાં,નાના રૂપાળા પાંવ…. શિકે થી મહીં નાખ્યા ઢોળીઘા કરી ને મારી ગોળી ફોડી,જશોદા માં આવે લાલાને ધમકાવે,બાંધે છે એના હાથ….. ઓરડે થી ઓસરીએ આવ્યા,ગાયો દેખીને મન મલકાયા,લલાટ માં ચાંદલો ચમકે જેવાદાડમ કળીયા દાંત….. […]

  • 44 વિદુર પત્નિ આવ્યા પ્રભુને ઘેર જો

    વિદુર પત્નિ આવ્યા પ્રભુને ઘેર જો,જમવા દેવા ને આવ્યા નોતરાં આવો મારા મોંઘેરા મહેમાન જોભાવતા ભોજનિયાં અમે બનાવશું દેજો સતી ઘર કેરા એંધાણ જોઈ રે એંધાણે અમે આવીશું ભાંગલ ટુટલ છે અમારી ઝૂંપડી જો,તુલસી ના એંધાણે ત્રિકમ આવજો ઘર પછવાડે કાંટા કેરી વાડ જો,પીપળા ને એંધાણે પરષોત્તમ પધારજો ફળીયા વચ્ચે જાંબુડાનું ઝાડ જો,વાછરડું એંધાણે વિઠ્ઠલ […]

  • 43 મોરના પીંછડા વાળો કાનુડો મારો

    મોરના પીંછડા વાળો કાનુડો મારોમોરના પીંછડા વાળોમાથે છે મુકુટ રૂપાળો કાનુડોમારો મોરના પીંછડા વાળો… વંડી ઠેકીને મારા વાડા માં આવતોવાંદરા ને ઈ તો છાપરે ચડાવતોમસ્તી કરે છે મતવાલોકાનુડો મારો મોરના પીંછડા વાળો.. જમનાજી માં હું જાઉં જયારે પાણીપાછળ થી ચૂંદડી તાણીકાનુડો મારો મોરના પીંછડા વાળો… રેઢા તે મારા દ્વાર ઉઘાડેઢોળી કરે છે ભાંજવાડોકાનુડો મારો મોરના […]

  • 42 વનમા મોહનજી ગાયો ચારવા

    વનમા મોહનજી ગાયો ચારવા ગ્યા તા,રાધાજી રડતા દીઠા રે હો હો મોહનજી શીદને રુઓ છો તમે રાણી રાધાજી,જે રે જોઈએ તે માગી લ્યોને રેહો હો મોહનજી….. દેરાણી ને ટીલડી,જેઠાણી ને ટીલડી,એવો અમને હારલો ઘડાવો રેહો હો મોહનજી….. ચોટિલા શેર થી સોનુ મંગાવો,બગદાણા ધામ ના હીરા રેહો હો મોહનજી….. કયો સોની ઘડશે ને કયો સોની મઢશે,કયો […]

  • 41 હરવા ભૂમિ કેરો ભાર કનૈયા આવોને

    હરવા ભૂમિ કેરો ભારકનૈયા આવોને એકવાર,ભૂમિ કેરો ભાર વધ્યો છે,દુષ્ટ જનોએ કેર કીધો છે,ટુટે મર્યાદા ની પાળકનૈયા આવોને એકવાર…. હત્યા ગૌ માતાની થાતી,ધીરજ ખૂટી ધરણી માતાની,મૂંગા જીવ કરે પોકારકનૈયા આવોને એકવાર…. બેન ભાણેજની લાજ લૂંટાય છે,માતા પિતા વૃદ્ધાશ્રમ માં જાય છે,માતા પિતા નું દિલડું દુભાયકનૈયા આવોને એકવાર…. ધર્મ ધુરંધર આપ કહેવાઓ,ચક્ર સુદર્શન લઈને આવો,સંત જનોના […]