Category: 12 શ્રધ્ધાંજલી ગીત

  • 11 અરજી અમારી સુણો શ્રીનાથજી

    હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજીશ્રીનાથજી લઈ જાજે તારા ધામમાંહાંરે વહાલા હાંરે મારા અંત સમયના બેલીહાંરે હવે મેલો નહિ હડસેલીહાંરે હું તો આવી ઉભો તમ દ્વારેશ્રીનાથજી લઇ જાજે ફર ધામમાંહાંરે વહાલા હાંરે નાથ કરુણા તણા છો સિંધુહાંરે હું તો યાચું છું એકજ બિંદુહાંરે એક બિંદુમાં નહિ થાય ઓછુંશ્રીનાથજી લઈ જાજે તારા ધામ માંહાંરે વહાલા હાંરે […]

  • 10 કોણ જાણી શકે કાળ ને

    કોણ જાણી શકે કાળ ને રે,સવારે કાલ કેવું થાશેઆ કાયા માંથી હંસલો રે,ઓચિંતાનો ઉડી જાશેકોણ જાણી શકે કાળ ને રે… હે તારા મોટા મોટા બંગલા રે,મોટર ને ગાડી વાડીબધી માયા મુડી બધી માયા મુડીહા બધી માયા મુડી મેલી રે,ખાલી હાથે જાવું પડશેકોણ જાણી શકે કાળ ને… હે તારો દેહ રૂપાળો રે,નહિ રાખે ઘર માં ઘડીતારા […]

  • 09 હરી તુ ગાડું મારું ક્યાં લઇ

    હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય,કાંઇ ન જાણુંહરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય,કાંઇ ન જાણું એ…ધરમ-કરમના જોડ્યા બળદીયાધીરજની લગામ તાણું કાંઇ ન જાણુંહરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય,કાંઇ ન જાણું સુખ ને દુ:ખના પૈડા ઉપર,ગાડું ચાલ્યું જાયકદી ઉગે આશાનો સુરજ,કદી અંધારુ થાયમારી મુજને ખબર નથી કંઇ,ક્યાં મારું ઠેકાણુ કાંઇ ન જાણુંહરી તુ […]

  • 08 કર્મનો સંગાથી

    કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથીહે લખ્યાં એનાં જુદાં જુદાં લેખકર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથીહે કર્મનો સંગાથી, રાણા મારું… એક રે પત્થરનાં દો-દો ટુકડાહે લખ્યાં એનાં જુદાં જુદાં લેખએકની બની રે પ્રેભુજીની મુરતીહે બીજો ધોબીડા ને ઘાટકર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી હો એક રે ગાયુનાં દો-દો વાંછડાહે લખ્યાં એનાં જુદાં જુદાં લેખએક રે […]

  • 07 રાખનાં રમકડાં

    રાખનાં રમકડાં મારા રામે,રમતાં રાખ્યાં રેમૃત્યુલોકની માટીમાંથી,માનવ કહીને ભાખ્યાં રેરાખનાં રમકડાં, રમકડાં … બોલે ડોલે રોજ રમકડાં,નિત નિત રમત્યું માંડેઆ મારું આ તારું કહીનેએકબીજાને ભાંડે રે,રાખનાં રમકડાં, રમકડાં… એઇ કાચી માટીને કાયામાંથી,માયા કેરા રંગ લગાયાએજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં,ત્યાં તો વિંઝણલા વિંઝાયા રેરાખનાં રમકડાં, રમકડાં… તંત અનંતનો તંત ન તૂટ્યો,ને રમત અધૂરી રહી,તનડા ને મનડાની […]

  • 06 કાચી રે માટીનું કોડિયું

    “કોઈ ના સમજ્યું ક્યારે વાગે,ચોઘડિયું કિરતારનુંહરિના હાથ સદાએ મોટા,સમજીને જીવવાનું રે…” કાચી રે માટી નું કોડિયું આ કાયાઝબકી ઝબકી ને બુજાવાનું રેજાનકીનો નાથ પણજાણી રે શક્યો નહિ,કાલે સવારે સુ થવાનુંઓ..કાચી રે માટીનું કોડિયું આ કાયા ઝબકી ઝબકી ને બુજાવાનું રેજાનકીનો નાથપણ જાણી રે શક્યો નહિ,કાલે સવારે સુ થવાનુંકાચી રે માટીનું હે કોડિયું આ કાયા… તન […]

  • 05 સુખ કે સબ સાથી

    સુખ કે સબ સાથી દુ:ખ મેંના કોઈમેરે રામ મેરે રામ,તેરા નામ એક સાચા,દુજાના કોઈ….સુખ કે…. જીવન આની જાની છાયાજુઠી માયા જુઠી કાયા,ફીર કાહે કો સારી ઉમરીયાપાપ કી ગઠરી ધોઇ…સુખ કે… ના કુછ તેરા ના કુછ મેરાએ હૈ જોગીવાલા ફેરારાજા હો યા રંક સભી કાઅંત એકસા હોઈ…સુખ કે… બહાર કી તું માટી ખાકેમન કે ભીતર ક્યું […]

  • 04 એકલા જ આવ્યા મનવા

    એકલા જ આવ્યા મનવા,એકલા જવાનાસાથી વિના, સંગી વિના,એકલા જવાના…એકલા… કાળજીની કેડીએ કાયાના સાથ દે…કાળીકાળી રાતડીએ છાયાના સાથ દેકાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે,પોતાના જ પંથે ભેરુ, પોતાના વિનાનાસાથી વિના, સંગી વિના,એકલા જવાના…એકલા… આપણેય એકલા ને કિરતાર એકલો…એકલા જીવોને, તારો આધાર, એકલોએકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે,એકલા રહીને ભેરુ થઈએ બધાનાસાથી વિના, સંગી વિના,એકલા […]

  • 03 વિધિના લખિયા લેખ લલાટે

    વિધિના લખિયા લેખ લલાટેઠોકર ખાય… ખાય.. ખાય…વિધિના લખિયા લેખ લલાટેઠોકર ખાય… ખાય.. ખાય… શ્રવણ કાવડ લઈને ફરતો,સેવા માતપિતાની કરતોતીર્થે તીર્થે ડગલાં ભરતો,ચાલ્યો જાય… જાય… જાય… સેવા માતપિતાની કરવા,શ્રવણ જાયે પાણી ભરવાઘડુલો ભરતાં મૃગના જેવો,શબ્દ થાય… થાય… થાય… દશરથ મૃગયા રમવા આવે,મૃગલું જાણી બાણ ચડાવેબાણે શ્રવણના જીવ જાય,છોડી કાય… કાય… કાય… અંધ માતપિતા ટળવળતાં,દીધો શાપ જ […]

  • 02 હે કરુણાના કરનારા

    હે કરુણાના કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથીહે સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી. મારાં પાપ ભર્યા છે એવાં,કે તારી ભૂલ્યો કરવી સેવાએ ભૂલોના ભૂલનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… હે પરમ કૃપાળુ વહાલા,મેં પીધા વિષના પ્યાલાવિષને અમૃત કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… હું અંતરમાં થઈ રાજી,ખેલ્યો હું અવળી બાજીઅવળી સવળી કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… મને […]