-
84 બહુ કનડે છે કાનો રે
બહુ કનડે છે કાનો રે,માતાજી અમને બહુ કનડે છે કાનો સુતેલાં છોકરાને જઇને જગાડે,ચુંટીયા ભરે છે છાનો માનો રેમાતાજી અમને માણસ દેખીને મારી કરે છે મશ્કરી,એવો શું છે એનો સ્વભાવ રેમાતાજી અમને મહીંના માટ વાલો,છોડે રે છીંકેથી,નથી હવે કાંય નટવર નાનો રેમાતાજી અમને શું કરીએ આવે શરમ તમારી રે,નકર નથી માણસ કાંય દાનો રેમાતાજી અમને […]
-
83 છબીલા કાના નેણાં રે ઠર્યાં છે તમને જોઇને
નેણાં રે ઠર્યાં છે તમને જોઇને,છબીલા કાના…ઓ કાનાનેણાં રે ઠર્યાં છે તમને જોઇને જેદીનાં તમે રે ગયા છો કહીને,તે દિન વિત્યા છે મુજ રોઇ-રોઇ નેછબીલા કાના… આવી લોક-લજ્જા મેલી મેં તોરહી છું મોહન તમને મોહીનેછબીલા કાના… બાઇ મીરાં ગાવે પ્રભુ ગિરીધરનાં ગુણ,રહી છું ચરણ ચિત પ્રોઇનેછબીલા કાના…
-
82 તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી
તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવોપછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવોતમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવોમને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો. તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છોઅમે તોય તમને જોશું ભલે આંધળી બનાવોભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશેતમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.પછી આભ થઈને […]
-
81 શ્યામ વિના વ્રજ સૂનું લાગે
શ્યામ વિના વ્રજ સૂનું લાગે,ઓધવ હમકો ન ભાવે રે વિકટ દિસે યમુના કિનારો,વસમો લાગે વનરાવન સારો;અતિ તલખે આ જીવ અમારો,મોહન કૌન મિલાવે રેશ્યામ વિના વ્રજ સૂનું લાગે,ઓધવ હમકો ન ભાવે રે ચિત હમારો ગયો ચુરા કે,મોહન મીઠી વેણુ બજાકે;પહેલે હમસે પ્રીત લગાકે,રઝળતી મેલી વ્હાલે રેશ્યામ વિના વ્રજ સૂનું લાગે હાલ હમારા શ્રીકૃષ્ણ કો કીજે,યાદવરાય કો […]
-
80 નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી
મન ગયો હેરી મારા ચિત ગયો ચોરી રે;નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી વાલા હતાને થયા છે વેરી,પાયા દૂધ દહીં ઉછેરી;વ્રજનો વિહારી વાલો, થઈ બેઠો મનેરીનંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી શું રે કરીએ પહેરી ઓઢી,ગમે ના ગોકુળની શેરી;ભવન ભયંકર લાગે ને કોટડી અંધેરીનંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી આ મીઠા મેવા લાગે ખારા,અને નિંદ્રા […]
-
79 રાણી રાધિકાનાં તમે મારા શ્યામ છો
તમે મારા શ્યામ છો, વ્હાલા ગિરિધર ગોપાલ છોરાણી રે રાધિકાનાં તમે મારા શ્યામ છોહે વ્હાલા આવો છો ને, સદા મારું મન શાને મુંઝાવો છો;હે તમે બોલો તો ખરા, દુ:ખી દિલ શાને દુભાવો છો;મોરલી વગાડી શ્યામ, અમને રડાવો છોરાણી રે રાધિકાનાં… હે તમે હરણ્યાકંશ મારી અને પ્રહલાદ ઉગારો છો;અને ગોકુળિયું છોડી મથુરા શાને પધારો છો;દેવકીનાં જાયા […]
-
78 દ્વારકામાં કોઇ તને પૂછશે કે કાન
દ્વારકામાં કોઇ તને પૂછશે કે કાનદ્વારકામાં કોઇ તને પૂછશે કે કાનગોકુળમાં કોણ હતી રાધા?તો શું જવાબ દઇશ માધા? તારું તે નામ તને યાદે નો’તું તેદિ’રાધાનું નામ હતું હોઠે,ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં,તોય રાધા રમતી’તી સાત કોઠે. રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગેઆવા તે સોગન શીદ ખાધા?તો શું જવાબ દઇશ માધા?…. રાધાના પગલામાં વાયું વનરાવન ,તું કાજળ […]
-
77 નાખેલ પ્રેમની દોરી
નાખેલ પ્રેમની દોરી,ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી. આની કોરે ગંગા વાલા પેલી કોરે યમુનાવચમાં કાનુડો નાખે ફેરી રેગળામાં અમને… વૃંદા રે વનમાં વાલે ધેનુ ચરાવી,વાંસળી વગાડે ઘેરી ઘેરીગળામાં અમને… જળ રે જમુનાનાં અમે પાણીડાં ગ્યાં તાં,ભરી ગાગર નાખી ઢોળીગળામાં અમને… વૃંદા રે વનમાં વાલે રાસ રચ્યો રે.કાન કાળો ને રાધા ગોરીગળામાં અમને… બાઈ મીરાં કહે […]
-
76 નહિ રે વિસારું હરિ
નહિ રે વિસારું હરિ,અંતરમાંથી નહિ રે વિસારું હરિ. જલ જમુનાનાં પાણી રે જાતાંશિર પર મટકી ધરી;આવતાં ને જાતાં મારગ વચ્ચેઅમૂલખ વસ્તુ જડીઅતંરમાંથી…. આવતાં ને જાતાં વૃન્દા રે વનમાંચરણ તમારે પડી-પીળાં પિતાંબર જરકશી જામા,કેસર આડ કરીઅંતરમાંથી…. મોરમુગટ ને કાને રે કુંડલ,મુખ પર મોરલી ધરીબાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,વિઠ્ઠલ વરને વરીઅંતરમાંથી….
-
75 નંદલાલ નહિ રે આવું
નંદલાલ નહિ રે આવું, ઘરે કામ છે,તુલસીની માળામાં શ્યામ છે;વૃંદા તે વનને મારગ જાતાં,રાધા ગોરી ને કાન શ્યામ છેનંદલાલ…. વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,સહસ્ત્ર ગોપી ને એક કહાન છે:વૃંદા તે વનને મારગ જાતાં,દાણ આપ્યાની ઘણી હામ છેનંદલાલ…. વૃંદા તે વનની કુંજ ગલીમાં,ઘેર ઘેર ગોપીઓનાં ઠામ છે;આણી તીરે ગંગા પેલી તીરે જમુના,વચમાં ગોકુળિયું ગામ છેનંદલાલ…. […]