-
89 આરતી પ્રગટ પ્રભુજીકી કીજે
આરતી પ્રગટ પ્રભુજીકી કીજે;ચરણકમળ લખી અંતર લીજેઆરતી પ્રગટ સનકાદિક નારદ ત્રિપુરારી;વિમળ નામ રટે વારંવારીઆરતી પ્રગટ અનંતકોટિ ભુવનેશ ભવાની;સબવિધ મહિમા શકત નહિ જાનીઆરતી પ્રગટ ધરત ધ્યાન દૃઢ યોગી મુનિશ્વર;શેષ સહસ્રમુખ રટત નિરંતરઆરતી પ્રગટ નરનાટક ક્ષર અક્ષર ન્યારા;પુરુષોત્તમ પૂરણ જન પ્યારાઆરતી પ્રગટ નૌતમ રૂપ અકળ છબી ન્યારી;બ્રહ્માનંદ જાવત બલિહારીઆરતી પ્રગટ
-
88 આજની ઘડી રે ધન્ય અજની ઘડી
આજની ઘડી રે ધન્ય અજની ઘડી;મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી કામ ક્રોધ ને લોભ વિષે, રસ ન શકે નડી;માવજીની મૂર્તિ મારા, હૃદયમાં ખડી રે જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી;સદ્ગુરુની દૃષ્ટિ થાતાં, વસ્તુ એ જડી રે ચોર્યાશી ચહુ ખાણમાં, હું થાક્યો આથડી;અંતર હરિશું એકતા રે, દુબધા દૂર પડી રે જ્ઞાન કુંચી ગુરુ […]
-
87 આજ મેં તો દીઠા વહાલાને વાટ
આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા,નેણાં રોક્યાં નથી રહેતાં રે બેની… પાઘડી બાંધી છે ત્રિલોકથી ન્યારી,ધીરજ રહેતી નથી મારી રે બેની… ચોળ રંગીલો રૂડો મોળીડાનો છેડો,ભૂલી ભાળીને જળ બેડો રે બેની… ટુણાં ભર્યાં છે એના ફૂલડાંને તોરે,મનને તાણે છે જોરે જોરે રે બેની… બ્રહ્માનંદનો વહાલો કુંજનો વિલાસી,હૈડે વસી છે એની હાંસી રે બેની…
-
86 બળેવ દિવસ ઓચ્છવનો
આજ બળેવ દિવસ ઓચ્છવનો,નંદતણે ઘેર જાઈ રે,નટવર છેલ છબીલાને નીરખી,અંતર સુખિયા થાઈ રે… ગર્ગાચારજ રાખી બાંધી,પૂરણ બ્રહ્મને પૂંછે રે,અમર સદા રહો અવિનાશી,એમ બોલ્યા સુર ઉંચે રે… પ્રેમ કરી પાથરના નાખ્યા,બહું બહું વાના કીધા રે,વસ્ત્ર આભૂષણ સહિત ગર્ગનેદાન ધેનુના દીધા રે… રાજી અધિક થયા નંદરાણી,ગોરાની શણગાર્યા રે,બ્રહ્માનંદ કહે કહાન કુંવરના,સર્વે વિઘન નિવાર્યા રે…
-
85 આંખલડી શરદસરોજ રસીલા લાલની
આંખલડી શરદસરોજ,રસીલા લાલની;દેખી મનડું પામે મોહ,તિલક છબી ભાલની નાસા સુંદર દીપ સમાન,અધિક શોભી રહી;મુખ નીરખીને શશિયર જ્યોત,ગગન ઝાંખી થઈ લીધી લટકાળે નંદલાલ,કે હાથ કબાંણને;એની ચટક રંગીલી ચાલ,હરે મન પ્રાણને કાજુ મોતીડે જડિત કટાર,કમર કસી લીધલો;નીરખી બ્રહ્માનંદ કહે,જન્મ સુફળ મારો કીધલો
-
84 આ તન રંગ પતંગ સરીખો
આ તન રંગ પતંગ સરીખો,જાતાં વાર ન લાગે જી;અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી,તારી નજરું આગે જી… અંગે તેલ ફૂલેલ લગાવે,માથે છોગાં ઘાલે જી;જોબન ધનનું જોર જણાવે,છાતી કાઢી ચાલે જી… જેમ ઉંદરડે દારૂ પીધો,મસ્તાનો થઈ ડોલે જી;મગરૂરીમાં અંગ મરોડે,જેમ તેમ મુખથી બોલે જી… મનમાં જાણે મુજ સરીખો,રસિયો નહીં કોઈ રાગી જી;બહારે તાકી રહી બિલાડી,લેતાં વાર ન […]
-
83 અહો પ્રભુ અચરજ માયા તુમ્હારી
અહો પ્રભુ અચરજ માયા તુમ્હારીજિસે મોહે સકલ નરનારી… બ્રહ્મા મોહે શંકર મોહે,મોહે ઇન્દ્ર બલ હારી;સનકાદિક નારદમુનિ મોહે,દુનિયા કૌન બિચારી… યોગ કરંતે યોગી મોહે,બનમેં મોહે તપધારી;વેદ પઢંતે પંડિત મોહે,ભૂલ ગયે સુધ સારી… પંચવિષયકી જાલ બિછાઈ,બંધન રચિયા ભારી;લાલચમેં સબ જીવ ફસાયે,નિકલનકી નહીં બારી… જિસ પર કિરપા હોય તુમ્હારી,સો જન ઉતરે પારી;બ્રહ્માનંદ શરણમેં આયો,લીજિએ મોહે ઉબારી…
-
82 અધમ ઉદ્ધારણ અવિનાશી તારા
અધમ ઉદ્ધારણ અવિનાશી તારા,બિરુદની બલિહારી રે;ગ્રહી બાંહ્ય છોડો નહિ ગિરિધર,અવિચળ ટેક તમારી રે… ભરી સભામાં ભૂધરજી તમે,થયા છો માડી મારી રે;બેટાને હેતે બોલાવો,અવગુણિયા વિસારી રે… જેવો તેવો (તોય) પુત્ર તમારો,અણસમજુ અહંકારી રે;પેટ પડ્યો તે અવશ્ય પાળવો,વા’લમ જુઓને વિચારી રે… અનળ અહિ જો ગ્રહે અજાણે,તો છોડાવે રોવારી રે;બાળકને જનની સમ બીજું,નહિ જગમાં હિતકારી રે… બ્રહ્માનંદની એ […]
-
81 અજ્ઞાની સમજ ક્યા સૂતા
અજ્ઞાની સમજ ક્યા સૂતા,જમન કા ખાયેગા જૂતા,તહાં શિર ધુની પછતાવે,ધણી બિન કોણ છોડાવે… લિયા નહીં સંતકા શરના,શીખ્યા એક ઉદરકા ભરના,રહ્યા પરનાર સેં રાજી,ગઈ સબ હાથ સેં બાજી… માયા અતિ પાપ સેં જોડી,ચલે નહીં સંગ એક કોડી,આગે તો કઠીન હૈ રસ્તા,જાયેગા હાથકું ઘસતા… કહત હૈ બ્રહ્માનંદ ભાઈ,ભજો હરિ ચરન લૈ લાઈ,મિટે સબ જન્મકા ફંદા,કરે જો મહેર […]
-
80 અંખિયાં શ્યામ કે રંગ રાતી
અંખિયાં શ્યામ કે રંગ રાતી હો હરિકું નિરખત હરખ ભરી હૈ,ઘુંઘટમેં ન સમાતી હો… છેલ ચતુર વ્રજરાજકી છબિકું,તજકે દૂર ન જાતી હો… શ્યામ ચતુર કે સુખકી સજની,મુખ નહીં બાત કહાતી હો… બ્રહ્માનંદ નવલ પ્રીતમકું,નિરખી ઠરત મોરી છાતી હો…