-
79 અવસર આવિયો રણ રમવા તણો
અવસર આવિયો રણ રમવા તણો,અતિ અમૂલ્ય નવ મળે નાણે;સમજવું હોય તો સમજજો સાનમાં,તજી પરપંચ તક જોઈ ટાણે… મુનિ મન મધ્ય વિચાર એવો કરે,મોહ શું લડે તે મર્દ કેવા;પાખરિયા નર (તે) કૈંક પાડ્યા ખરા,શૃંગી શશી સુરરાજ જેવા… એવા તો કૈંકની લાજ લીધી ખરી,એક ગુરુદેવથી એ જ ભાગે;તે ગુરુદેવ તો તાહેરી કોર છે,જડમતિ તોય નવ બુદ્ધિ જાગે… […]
-
78 અનુભવીને આપદા અંતરથી ભાગી
અનુભવીને આપદા અંતરથી ભાગી રે,અંતરજામી ઓળખ્યા તહાં લગની લાગી રેઅનુભવીને આપદા ઊરમિ ને ત્રણ ઈષણા અહંતાને ત્યાગી રે,જક્ત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રેઅનુભવીને આપદા ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે,તેથી અનુભવી અળગા રહે ત્રય તાપ આગી રેઅનુભવીને આપદા અષ્ટ સિદ્ધિ નવ નિધિ તે નિર્માલ્ય ત્યાગી રે,મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામરાગી રેઅનુભવીને આપદા
-
77 અનુભવીને અંતરે રહે રામ વાસે
અનુભવીને અંતરે રહે રામ વાસે રે,જે બોલે જે સાંભળે દૃષ્ટિ પ્રકાશે રઅનુભવીને અંતરે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે,ભાત દેખી ભૂલે નહિ અનુભવ ઉજાસે રેઅનુભવીને અંતરે કેસરી કેરા ગંધથી કરી કોટિ ત્રાસે રે,તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાસે રેઅનુભવીને અંતરે હું ટળ્યે હરિ ઢૂંકડા તે ટળાય દાસે રે,મુક્તાનંદ (કહે) મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રેઅનુભવીને […]
-
76 અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી
અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે,જીવનમુક્ત જોગિયા અંતર અરોગી રેઅનુભવી આનંદમાં જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે,મનનું કૃત્ય મન લગી અસત્ય માને રેઅનુભવી આનંદમાં જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણા પાણી રે,તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રેઅનુભવી આનંદમાં જે વડે આ જક્ત છે તેને કોઈ ન જાણે રે,મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડાં માણે રેઅનુભવી […]
-
75 અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે
અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે,પ્રીત કરી પરબ્રહ્મશું ભવમાં ન આવે રેઅનુભવી આનંદમાં મરજીવાને માર્ગે જન કોઈક જાવે રે,પે’લું પરઠે મોત તે મુક્તાફળ પાવે રેઅનુભવી આનંદમાં વેગે વહેતા વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે,તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રેઅનુભવી આનંદમાં ꠶ બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે,એવા જીવનમુક્ત જનના ગુણ વેદ વખાણે રેઅનુભવી […]
-
74 અનુપમ આજ પ્રબોધિની આઈ
અનુપમ આજ પ્રબોધિની આઈ;સુંદર શ્યામ જગદ્ગુરુ જાગે,શ્રીપતિ અતિ સુખદાઈ… ધૂપ દીપ મંગલ દ્રવ્ય સબહિ,ધરે હૈ બો’ત વિધિ લાઈ;વૈષ્ણવવૃંદ કરત હરિકીર્તન,નૌતમ બજત બધાઈ… ꠶ ઈક્ષુકુંજ મનોહર કીની,અતિ લગત સુહાઈ;કદલીસ્તંભ રંગે હૈ કુંકુમ,છબિ બરની નહિં જાઈ… ꠶ મંડપ મધ્ય વિરાજત મોહન,તાતે અધિક છબિ છાઈ;મુક્તાનંદ કે પ્રભુકી દિન હી દિન,બઢત હૈ જશ પ્રભુતાઈ…
-
73 અનુપમ આજ હૈ દેવદિવારી
અનુપમ આજ હૈ દેવદિવારી;મનમોહન મેરે મહેલ પધારે,રસિકરાય સુખકારી… ꠶ દીપકકે તરુ તોરન કિને,ભઈ શોભા અતિભારી;દીપમાલ મધ્ય ચતુર શ્યામરો,સોહત નવલવિહારી… ꠶ ધૂપ દીપ નૈવેદ્ય ધરે બહુ,ભરભર કંચન થારી;વ્રજવનિતા અતિ પ્રેમમગન હોય,પૂજે લાલ ગિરિધારી… મંદિર માહીં પધરાયે શ્યામરો,કુસુમની સેજ સમારી;મુક્તાનંદ કે શ્યામસોં રસબસ,હો જગસેં ન્યારી…
-
72 અક્ષરનાથ આવો મારે ઓરડે
અક્ષરનાથ આવો મારે ઓરડે,તમ સાથે રે વાધ્યો પૂરણપ્યાર મેં તો શેરી વળાવીને સજ્જ કરી,શેરડીએ રે વેર્યાં ફૂલ અપાર મેં તો મોતીડે ચોક પૂરાવિયા,પ્રેમે બાંધ્યાં રે તરિયાં તોરણ દ્વાર ꠶ મેં તો જુગતેથી તમને જમાડવા,ભાવે ભોજન રે કીધાં વિવિધ પ્રકાર ꠶ મેં તો પલંગ બિછાવ્યો પ્રીત શું,વેગે સજિયા રે સોળે શણગાર ꠶ હું તો ચાતક સરખી […]
-
71 મારે ઘેર આવજો છોગલાંધારી
મારે ઘેર આવજો છોગલાંધારી;લાડુ જલેબી ને સેવ સુંવાળી,હું તો ભાવે કરી લાવી છું ઘારી… સૂરણ પૂરણ ને ભાજી કારેલાંપાપડ વડી વઘારી;વતાંક વાલોળનાં શાક કર્યાં,મેં તો ચોળાફળી છમકારી… મારે꠶ કાજુ કમોદના ભાત કર્યા,મેં તો દાળ કરી બહુ સારી;લીંબુ કાકડીનાં લેજો અથાણાં,કઢી કરી છે કાઠિયાવાડી… મારે꠶ લવિંગ સોપારી ને પાનબીડી વાળી,તજ એલચી જાવંત્રી સારી;નિશદિન આવો તો ભાવે […]
-
70 રાજ હું બનાવીને આપું છું બીડી
રાજ હું બનાવીને આપું છું બીડી પાનની નાગરવેલીનાં પાન મનોહર,પાકાં પાકાં જોઈને આખાં લાવી રેરાજ હું બનાવીને કાથો ચૂનો ને લવિંગ એલાયચી,વાંકડી સોપારી કતરાવી રેરાજ હું બનાવીને પ્રીત કરીને સુંદર બીડી મેં વાળી,મુખમાં મેલું પાસે આવી રેરાજ હું બનાવીને પ્રેમાનંદને કૃપા કરીને,મુખતંબોળ આલો ચાવી રેરાજ હું બનાવીને